ખતરનાક અભિમાન
જોજે, તને પણ, બીજાઓની જેમ, આં ચેપી, સત્તાનો નશો ચઢી ન જાય
ભયલા મારા, આં વાયડો ખતરનાક બહુ છે, જોજે એ તારી તરફ નહીં વાય
એ જ્યાં જ્યાં વાય છે, ત્યાં ત્યાં ત્રાસ વાર્તાવે છે, પછી તો ચોક્કસ છે પતન
માનવને એ બદલી નાખે છે, એવા પરિવર્તનથી પતન ન થાય; રાખજે એ જતન
ખતરનાક છે નશો આં અભિમાનનો, લોકપ્રિય થવાનો રાખતો નાં તું કોઈ ચસ્કો
સત્તા અને પૈસા જયાં જ્યાં હોય છે, ત્યાં માનવીઓ કામ કઢાવવા, મારે છે ખોટો મસ્કો
Armin Dutia Motashaw