Submit your work, meet writers and drop the ads. Become a member
દૃષ્ટિકોણ

દૃષ્ટિકોણ તારું જ સાચું છે, એવુ ન માન.

કોશિશ કર જરા; બીજાનું બી જાણ.

ઉતાવળો ના થા, શાંતિ થી વિચાર

જરા બદલી ને તો જો, તારા આચાર વિચાર.

Armin Dutia Motashaw
દોસ્તી

સાચી દોસ્તી નથી જોતી કંઈ ફર્ક
એ તો નિહરે અંદર નો અરક.

કૃષ્ણ સુદામા માં હતો તફાવત, એક રાજા બીજો રંક.
દોસ્તી રાખતી નથી હિસાબ, નફા નુકસાન ના કોઈ અંક.

એ તો છે એક ઝરણું નિર્મળ
સંસાર ના સુખ દુઃખ ના અડતા નથી એને વમળ.

મારા દોસ્તો ને રાખજે સદા સુખી.
જોજે ખુદા, થાય ના એ કદી બી દુઃખી.

Armin Dutia Motashaw
દોસ્તી

સાચી દોસ્તી નથી જોતી કંઈ ફર્ક
એ તો નિહરે અંદર નો અરક.

કૃષ્ણ સુદામા માં હતો તફાવત, એક રાજા બીજો રંક.
દોસ્તી રાખતી નથી હિસાબ, નફા નુકસાન ના કોઈ અંક.

એ તો છે એક ઝરણું નિર્મળ
સંસાર ના સુખ દુઃખ ના અડતા નથી એને વમળ.

મારા દોસ્તો ને રાખજે સદા સુખી.
જોજે ખુદા, થાય ના એ કદી બી દુઃખી.

Armin Dutia Motashaw
દ્વન્દ્વ

ફરી એક વખત, બોલ્યું મારું મન, " તે આં શું કર્યું યાર ?

શા માટે કરીએ જાય છે તું , એક પડછાયા ને પ્યાર ?

આમ એકધારી, ક્યાં સુધી અને કેટલી જોશે તું એની વાર ?

વર્ષો વિત્યા તો પણ મળ્યો નથી તને હજી, એક સુખી સંસાર.

અને વળી હજી પણ દેખાતા નથી સુખ ના કોઈ બી આસાર.

કહ્યું હતું મે તને અનેક વાર, કર નહિ તું એક પડછાયાને પ્યાર "

દિલે આપ્યો જવાબ, "વાત તારી બધીજ છે સાચી, માનું છું હું હાર"

"પણ તારા જેવી વિચારશક્તિ નથી મુજમાં, એટલે ખાઈ જાઉં છું માર.

હું તો બસ દિલ આપ્યા પછી, કરિયેજ જાઉં છું પ્યાર"

દુનિયાદારી ની સમજ તારામાં છે, હું તો હજી પણ કરું છું આં રીતેજ પ્યાર".

બોલ્યું મન, " આં બધાં લોકો પાસેથી, તું પણ સિખ થોડો ઘણો વ્યાપાર, વ્યવહાર."

મળ્યો જવાબ દિલ નો, " મને તો બસ આવડે છે કરતાં પ્યાર, સંભાળીલે તું જ, આં સંસાર.

દ્વન્દ્વ કરવું નથી મને કોઈ, હું તો બસ કરિયેજ જાઉં છું પ્યાર, બસ પ્યાર જ પ્યાર".

Armin Dutia Motashaw
ધરતી કરે પુકાર

ધરતી બિચારી રાડો પાડીને કરે છે પુકાર,

ઉપકાર નો બદલો, કદી ના હોય અપકાર

સુધાર જલ્દી થી તારી રીતભાત, તારા સંસ્કાર.

ઓ માનવ કર એટલો મુજ પર ઉપકાર

આટલું બધું તું આપ  ન મને કષ્ટ

આં ઘા ખમી ખમી ને થઈ ગઈ છું હું ત્રસ્ત

શીદ કરે છે તું આં સ્વર્ગ જેવી ધરા ને નષ્ટ

મારા ઝાડ પાન, પર્વત નદીઓ ને કરે છે ભ્રષ્ટ.

આમ દુઃખી અને કદરૂપી કર ન મને સાવ

લીલોત્રી તારે માટે છે જરૂરી, ઝાડ પાન વાવ

ઝાડ હશે તો જ તું વરસાદ ને કહી શકશે, "આવ"

ઝાડ આપે તને પ્રાણવાયુ, છાયડો, ખોરાક; એમને આપ ન ઘાવ.

ઓ માનવ સંભાળ મને, તો જ પામશે તું જીવન

ઉજાડશે આમ તું વૃક્ષ તો વધશે તાપ અને ધરા બનશે રણ

વૃક્ષ રોપણ કરી, રણ ને પરિવર્તિત કરી, બનાવ વન

તો સફળ થશે તારું અને તારા બાળકો નું જીવન.

Armin Dutia Motashaw
કાશ ક્યાંક મળી શકતા હતે નદી ના બે કિનારા.

બંને હોય છે સુંદર, હરિયાળા, અને અતિ ન્યારા .

નદી ને તો એ બંને કિનારા, લાગે અતિ પ્યારા.

પણ કિસ્મતમાં એમની, સર્જાઈ હોય છે જુદાઇ;

કદી ન મિલાપ થાય, એવી કાતિલ જુદાઇ.

લાખ કરે બંને મળવાની કોશિશ; પણ નસીબમાં હોય છે જુદાઇ

આં કિનારા જેવી જ હતી રાધા કૃષ્ણ ની અધૂરી પ્રીત.

એમના નસીબ માં સર્જાયા હતા બસ વિરહ ગીત.

આવા કિનારા શીદ રચિય તે; જોયું નહિ કોઈનું હિત .

પોતાના માટે અને બધા પ્રેમી ઓ માટે રચિયા કેમ તે આં તન્હાઈ ભરીયા કિનારા ?

Armin Dutia Motashaw
નયન નિહારે રાહ તારી

દિલ, નઝર, નયન, તન , મન બધાં નિહારે રાહ તારી

એક ઝલક મેળવવા તારી, રાત જાગુ હું  સારી.

બંધ આંખે, ખુલી  આંખે, દેખાય મને, બસ સુરત તારી.

મન લુભાવે, દિલ જીતી લેય, એવી સુરત છે પ્યારી;

મારો નથી, તો પણ રાત દિવસ યાદ આવે છે મને તારી

નઝર મલતાં, દિલ ખોઇ દીધું મૅ મારું, એમા ખતા શું મારી?

થાકેલા, હારેલા નયન મારાં, નિહારે રાહ  તારી.

દિલ નો દીવડો ઑળવાય નહી, પ્રેમ માં ગઈ છું હું હારી

બસ હું તો જાણું એટલું, જીવન ભર રાહ નિહરિશ હું તારી

Armin Dutia Motashaw.
વસંત ની પધરામણી થઇ; આવ્યો કુંપળ નાજુક લઈને નવરોઝ.

પણ ઠંડક ઓછી થયાં નો થોડો રહશે મને અફસોસ.

જમશેદ પડશાહે કરી હતી એની શરૂઆત

જાણે છે બધાં આં મહાન પાદશાહ ની વાત.

લોકો ભેગાં મળીને જોવા જશે પારસી નાટકો અને "શોઝ"

આં રીતે એક બીજાની સાથે આવે ફેમિલી ઓ "ક્લોઝ".

કુટુંબ, કોમ મળી હળી ને રહે, તો થાય કોમ ની પ્રગતિ.

ઝગડાઓ, મત ભેદો થી આવી રહી છે આપ્રી અવગતિ.

ચાલો નવરોઝ પર લઈએ એક પ્રણ; મતભેદ બાજુ રાખી થૈયે એક.

કોમ ની ભલાઈમાં જ છે, આપણી ભલાઈ; અનેક માં થી બનીએ એક.

તમને બધાંને આં નવરોઝ ઘણો ઘણો મુબારક.

કોમની, આપણી, બધાની થાય વૃદ્ધિ, વધે રોજી રજક.

Armin Dutia Motashaw
સબક્તા પગલે, નાવરોઝ આવ્યો , સાથે ખુશાલી લાવ્યો.

મારી આ ખુશાલી જતાવવા રચું હું, સુંદર નવા કાવ્યો.

પારસીઓ નો સુર્ય, ખોર્શેદ ય ઝ દ ફરી એકવાર ચમકતો ઊગે

ફરી ઓ ખુદા તું અમને રાહ દેખાડ; આં મારી અરજ તુને પુગે.

અમારી જનસંખ્યા ફૂલે ફળે, વરૃદ્ધી થાય આખા સમાજની.

ઈચ્છું છું હું,  કરે તું કબુલ મારા ખરા દિલ થી માંગેલી દુઆ આજની .

બધાં સંપીને રહે, કોમની ખૂબ પ્રગતિ થાય, અનેક મીઠા બળુદાઓ બક્ષજે અમને .

આં કલ્પના મારી, કોમળ અને સુંદર છે, કબૂલ જરૂર કરજે તું એને.

આં નવું વર્ષ, ય ઝ ૧૩૮૯ હર એક રીતે મુબારક થાય આપણને.

Armin Dutia Motashaw
તારું નસીબ

ફરી એક વાર, વ્યાજના દર ઘટયા

ચીજોના ભાવ સતત વધ્યા;

વડીલો, રાખજો ભીખનો કટોરો તૈયાર,

જઈશું એ લઇ નમૂના ઘરે સહિયાર.

આવ્યો છે સમય કઢંગો આજ

ખતરામાં છે બુઝરુગોની લાજ.

છોકરાંઓ સામે, ફેલાવી શું નહિ હાથ;

એવું કહેનારાઓ ને, આજે વકતે આપ્યો નહિ સાથ.

રાજકર્તાઓ એ પાછો આપ્યો દગો;

કુદરતે છોડ્યો સંગાથ, કોઈ નહિ બુઝરોગ, તારો સગો

હવે આં ઉંમરે તમને ન મળે કોઈ નોકરી

ઉઠાવાય નહિ આં ઉંમરે બોજ, ન ટોકરી.

ત્યાગ કરી તેં પાઈ પાઈ બચાવી;

તો પણ, વર્ષોની મેહનત કામ ન આવી.

ફરી એક વાર ફસ્યો તું મોંઘવારીના વમળમાં

ભવરો જેમ ફસી જાય, બંધ થતાં કમળમાં.

ભગવાન તને બચાવે,
તારો બુઢાપો સાચવે.

Armin Dutia Motashaw
નસીબ

નાનકડું પાંદડું ખર્યું અને વૃક્ષ પરથી એ થયું જુદું

એના કુટુંબ થી દુર, ઊડયું થઈ દિશા વિહોણું,

ગભરાયું બિચારું, કોઈ હતું નહિ એની આજુ બાજુ.

દિલમાં હતો ડર, ઠંડી હવામાં  ધ્રુજતુ હતું વિચારું

વિચારતું હતું, લઈ જશે ક્યાં મને હવે નસીબ મારું

મારાં કુટુંબથી છું હું દૂર, એકલું થઈ, છું હું બહુ મજબૂર

બધાં સાથે કેવા હલી મળી ને હતાં રેહતા, કિસ્મતને ન જાણે શું છે મંજુર !!!

નસીબ મારું મને લઈ ચાલ્યું ક્યાં, મારા વહાલાઓ થી દુર.

Armin Dutia Motashaw
આમ તો, શક્તિ કહી, પૂજે એને એક તરફ;


પણ આવકાર આપે બિચારીને ઠંડો બરફ.


પાર્વતી, કાળી, લક્ષ્મી, સરસ્વતી, અનેક તારા નામ.


પણ ઘરની નારી નો, નિમ્ન સ્તર નો હોય છે અંજામ.


પુરુષ સમજે પોતાને સર્વપરી; નીચી તોલે નારી ને


શબ્દ બાણો થી વીંધે ક્યાં ઘાયલ કરે એને મારી ને.


એ જ નારી જેની કૂખમાં બિરાજે એ નવ માસ ;


મોટો થઈ, એજ દીકરો, માને આપે અસહ્ય ત્રાસ.


બેન જે એને પ્રેમ થી બાંધે રાખી, ઈચ્છે એનું સુખ ;


ભાભી આવતા મળે જાકારો, અપમાન અને દુઃખ.


બેટીને જનમથી સમજે પરાઈ;  દીકરા કરતાં નિમ્ન સ્તરે ગણે.


દીકરાને ભણાવે ગણાવે તો દિકરી કેમ ના ભણે ?


પત્ની કે વહુ ના તો, બિચારી  ના, થાય બુરા હાલ; 


કામ કરે  દમ બાંધી; પણ મળે ન  એને સાસરિયાં નો વ્હાલ.


નારી દિવસે માંગે નારી ન્યાય અને સન્માન.


એની પોતાની હોવી જોઇએ એક અનોખી ઓળખ; એક નામ.


Armin Dutia Motashaw
ગૂંચવણ, સમસ્યા

સદા ની છે આં ગૂંચવણ, આં સમસ્યા.

ઘર મારું કયું, જ્યાં જન્મ થયો ને અમે વસ્યા ?

કે પછી, ગાય ને દોરવી જે ઘરે પરણાવ્યા ત્યાં ?

માં બાપ ના જવા પછી, ઘર થાય ભાઈ ભાભી નું.

સાસુજી કહે,  "તારા ઘરે"
એટલે એ પણ બીજા કોઈ નું.

વિચારે નારી, આખરે હકીકત માં, ઘર એનું કહ્યું  ?

કોઈ તો સુલઝાવે આં કઠિન સમસ્યા . સ્ત્રી ક્યાની  ?

બાગ નો માળી કહે," વૃક્ષ મારું, પણ ફૂલ તો છે પરાયું."

શું સ્ત્રી સદા પરાઈ રહેશે? બન્ને ઘર ની મેહમાન બની રહશે ?

Armin Dutia Motashaw
નિશબ્દ  પ્રીત

બહુ માવજત થી, મેં સીંચી પ્રીત ને ;

કોઈ એક અનમોલ ઝાડ ને સીંચે એવી રીતે.

શ્રદ્ધા નું ખાતર, ધીરજ ના જળ થી સીંચી એને;

આંસુ વહાવિયા બેશુમાર એનાપર; પરવાહ ન હતી જેણે.

પણ આવ્યું ન એક બી ફૂલ; સુણી હતી હર ડાળ

બસ પંખેરું બની ફસી એમાં, વીણા કોઈ જાળ .

વેદના સહી અપરંપાર , તો પણ, રહી નિશબ્દ, ચૂપચાપ

હ્રદયના ખૂણે આશા હતી, સમજશે એ આપોઆપ.

મીરાંએ એની આહો ન અને સિસ્કિયો ઢાળી ગીતોમાં.

રાધાએ છુપાવી એને, ગોકુળની સુણી ગલિયોમાં.

નિશબ્દ પ્રીત કર્યા પછી, આમને આમ વર્ષો વીત્યાં

આં પ્રીત માં બધાં પ્રેમીઓ હાર્યા; કોઈ ન જીત્યા.

Armin Dutia Motashaw
વર્ષો વીત્યાં, મીઠી નિંદર તો આવી નથી

ઉંઘ આવે, એવી મારી પાસે કોઈ ચાવી નથી.

ઘાડ ઊંઘ આવવી, એ કુદરત ના મોટા આશિષ છે

મને શાંતિ ભરી નિંદર આવે, એવી મારી ખ્વાઈશ છે

માં ના ખોળા માં જેમ આવે નાના બાળકને નિંદર

તેમ પ્રેમ થી સુવાડજે તારા ખોળે, ઓ પરમેશ્વર

Armin Dutia Motashaw
નૈયા કરીયે પાર

તુ કોણ, હુ કોણ, આવ આ બધુ ભુલી જા

છોડી ધરમ, કરીયે કરમ; ભલાઈ ના કામ  માં ઘુલિ જઈએ

માનવતા નો  રસ્તો  સરળ નથી, પણ  છે ઍ જરુરી;

વચ્ચે  આવે દીન ધરમ, ભલા  બૂરા કરમ ,  મગરૂરી.

ચાલો મળીને એક થઈ ને,   રચીયે એક નવો સંસાર.

ગામ, શહર, દેશનિ ઝંઝટ છોડો, તો જ  લાગશે નૈયા પાર.

Armin Dutia  Motashaw
નૈયાં

સમુદ્ર છે તોફાની, મોજા ઉછળે છે મોટા; નૈયાં મારી હલક્દોળક; છે બહુ પુરાની.

વાદળ વીજ કરે છે ભયંકર ગર્જના , જાને કરતો હોય તું કોઇ ભયાનક આકાશવાણી

અમાવસની રાત અન્ધ્યારિ , કાજળથી પણ કાળી; પોહ્ચાડશૅ નૈયાંને કોઈ હાની  

ઓ ખુદા પ્યારા, હટાવ ગેહરા વાદળોને, ચમકાવ ચાંદ તારા

કર  મોજજો,  કમકમે છે ધરા; હવે   કર કષ્ટ દુર અમારા.

નૈયાં મારી, જે છે ડામાડોળ, શોધે છે સુરાક્ષા ભર્યા કિનારા .

Armin Dutia  Motashaw
નૈસર્ગિક પ્રેમ.

એક નાનકડા ગામે એક કુટુંબ ફરવા ગયું હતું. સ્વર્ગ જેટલું સુંદર એ ગામ હતું. ત્યાં એક સુંદર કોટેજ માં એ લોક રેહવાના હતા, ગરમીઓ ની છૂટીઓમાં.
નાનકડા ભાઈ ફ્રેહાન અને બેન ઝોઈશએ પોતાના નાનકડા બેગ ગોઠવિયા હતા. યાદ કરી એમના રમકડાં, bat ball બધું મૂકી દીધું હતું.
ગામ આવ્યું એટલે છોકરાઓ ખુશી ખુશી રમવા દોડિયા. ત્યાંના પગી ના બાળકો બી હતાં એટલે એમને મઝા પડી.
ત્યાં ના માળી એ એમને બગીચામાં થતાં ફૂલ અને વૃક્ષો બતાવ્યા. આં જોઈ બંને કહે અમને બી ફૂલ અને વૃક્ષ વાવવાં છે. માળીએ ધીરજથી છોકરાંઓ ને આં સિખાડ્યું. ફ્રેહાને મોગરા ના ફૂલો નો છોડ વાવીઓ.
ઝોઇશને મોટું ઝાડ વાવવું હતું. એ કહે, " દાદા મને તો આંબો વાવવો છે,  ફ્રેહાનને કેરીઓ બહુ ભાવે છે".
માળી દાદા હસીને ને બોલિયા, " ઉતાવળે આંબા ન પાકે", કેરી તો વર્ષો પછી આવશે". તો ઝોઇશ કહે, "હું આં વૃક્ષને પાછી કલકત્તા લઈ જઈશ". આં વાતો ચાલતી હતી ત્યાં એમની મમ્મી શેઝરીન બહાર આવી. એ કહે, " ઝૉઈશ, તું બે ત્રણ વૃક્ષો રોપ, આપણે થોડા સમય પછી ફરી અહીં આવીશું ત્યારે તું આં જોઈ શકીશ, અને એક છોડ કલકત્તા લઈ જઈશું" આમ છોકરાઓ એ ઘણાં બધાં છોડ વાવ્યા, માટી વાળા હાથ લઈ ધમાલ મસ્તી કરી.
એક દિવસ છોકરાઓ , કૉટેજ ની બાજુ જે નદી હતી, એના કિનારે પિકનિક કરતા હતા. ત્યાં અચાનક એક અતિ સુંદર પંખી, ફડફડી ને તૂટી પડ્યું. બધાં ત્યાં ભાગિયાં. જોયું તો એક સુંદર kingfisher, બિચારું વીંધાઈ ને તડપ્તું હતું. માળી એ તરત એને ખોળા મા લઇ તીર કાઢી નાખયું, નદી ના જળ થી એનો ઘાવ સાફ કરિયો. આં જોઈ, છોકરાઓ કહે, આપણે એને ઘર લઈ જયિએ, એટલે પિકનિક અધૂરો રાખી એ લોક ઘરે આવી ગયાં.

Kingfisher, ધીરે ધીરે સારું થયું. હવે છોકરાંઓ નું એ દોસ્ત બની ગયું. માછી પાસે રોજ માછલી ખરીદી એને ખવડાવે. થોડા દિવસો માં એ સંપૂર્ણ રીતે સ્વસ્થ થતાં એ ઉડી ગયું. છોકરાઓ તો જોર જોર થી રડવા લાગ્યા. બહુ દુઃખી થઈ ગયા, એ કેમ આપણને છોડી ચાલી ગયું!
હજી તો મમ્મી સમજાવતી હતી તેટલાં kingfisher પાછું આવ્યુ. આં જોઈ છોકરાંઓ તો તાળી પાડી, નાચવા લાગ્યા. રાજી ના રેડ થઈ ગયા. હવે કિંગફિશર પોતે શિકાર કરે ને સાંજ પડે ત્યારે એમની પાસે આવી જાય.
હવે ફરી નદી કિનારે છોકરાઓ પિકનિક કરવા ગયાં તો એમની નવાઈ વચ્ચે, kingfisher એમને માટે,  માછલી પકડી લાવ્યું. એમને તો બહુ મઝા પડી ગઈ. આવી ગમ્મત એમને કલકત્તા માં ક્યારે આવી ન હતી.

એક દિવસ એલોક વોક પરથી ફરતાં હતાં ત્યારે એમને એક doggie જોઈ, તો જે બિસ્કીટ એ ખાતાં હતાં, એ એને આપી, હવે એ ડોગી ના કુરકુરિયાં હતાં એ નાની ફૌજ પાછળ પડી. ઘરનાં મોટા બધાં ઉપર હતા એટલાંમાં છોકરાઓ એ તો જે ખાવાનુ ટેબલ પર જોયું એ બધું ખવડાવી દીધું. એમની ફૌજ તો પુછડી પટપટાવી બહાર બેસી ગઈ. થોડી વારમાં ઘરનાં બધાં જમવા આવ્યા. જોય તો બધું સફાચટ. છોકરાઓ એ ફૌજ બતાવી કહ્યું અમે એમને બધું ખવડાવી દીધું, બિચારા ભૂખ્યાં હતાં. મારે જમવાનું ફરી એક વખત બનાવવું પડશે ! કહી, મમ્મી બિચારી રસોડામાં ગઈ.
હવે આં ફૌજ તો અહીં રહી પડી. માળી દાદા એ બધાને નવડાવી ધોવડવી ચોખ્ખા ચટ કર્યા. ફ્રેહાન ઝોઈશ ને તો મઝા પડી ગઈ.

હવે વેકેશન પત્વા આવ્યું, કલકત્તા જવાનું હતું. છોકરાઓ તો કહે, અમે આં બધાને લઈ ને જ જઈશું. બહુ રડારોળ થઈ. બહુ સમજાવવા પછી એક એક છોડ અને કિંગફિશર લઈ જવાની મંજૂરી મળી. પણ કિંગફિશર ને નદી કિનારે કેમ મોકલીશું ? એ તો ખોવાઈ જશે ભીડમાં. મમ્મી એ સમજાવ્ય
, એમને બી એમનું ઘર વાહલું હોય, છો એ અહીં રેહતું. ઉદાસી વચ્ચે એ લોકો કાર માં ગોઠવાયા.
કાર થોડી આગળ ગઈ તો જોયું બધાં એમની પાછળ દૌદે છે. હવે શું કરવું ??? આખરે મમ્મી ને ઝૂકવું પડ્યું. કિંગફિશર અને આખી ફૌજ કાર માં ગોઠવાઈ ગઈ, બધાં કલકત્તા માટે રવાના થયા. છોકરાંઓ ની ખુશી નો તો પાર નહિ. મમ્મી ને વળગી ઠેંક્યું બોલતા ગયા આખે રસ્તે.
એક વેકેશન માં જ બહુ શીખવાનું મળ્યું એમને બધાને. હવે એમને કુદરત બહુ વાહલી લાગે છે. હવે મૌલ માં નથી જવા માંગતા, એમની ગેંગ ની સાથે નદી કિનારે જાય છે. એ બંને કુદરત ના ચાહકો બની ગયા છે.
તો ચાલો આપણે બી આપણા બાળકો ને મોબાઇલ નો ચસ્કો છોડાવી કુદરત તરફ વાળીએ.

Armin Dutia Motashaw
નંદનવન

મારી કલ્પના નું, સ્વપનો નું ઘર, જર મેન્શન હોય જેનું નામ.

મારી મીઠ્ઠી માં ના નામ નું સ્મરણ કરાવે;  કરું એને, પ્રેમભર્યા પ્રણામ.

આં ઘર અને વાડી કરી શકું હું, એની સ્મૃતિમાં, એને અર્પણ.

હોય આં ઘર, હર એક રીતે,  મારી માં નું જીવતું જાગતું દર્પણ.

નાનો એક બંગલો હોય, એની ચારો તરફ હોય હરિયાળી.

બાલ્કની માં હોય એ રોકિંગ ચેર, જે છે મને સૌથી વાહલી.

એમાં ઝૂલતી હતી મારી મધ મીઠ્ઠી માં, જ્યારે કરતી એ થોડો વિશ્રામ.

ઝૂલો ઝૂલતી એ, સાંજના છેડે; જ્યાં મળતો એને બે ઘડી આરામ.

આગળ હોય એક ખૂબસૂરત, મઘમઘતા પુષ્પો થી ભરેલો બાગ.

ગુલાબ, મોગરા, જુહી થાય મૌસમ પ્રમાણે; બહાર હોય કે ફાગ.

આજુ બાજુ હોય વૃક્ષ મોટાં, ફળો થી લચ લચતાં, લીલાં છમ.

ખુશહાલી હોય ચૌ તરફ; અહીં ભરી શકીએ અમે, શાંતિ થી દમ.

આવું હોય મારું સ્વપ્નો નું નંદનવન; જ્યાં આંબે કુકે કોયલ, ગાય મીઠ્ઠા ગીત.

શું ક્યારેક આં જનમ માં, થશે મારા સ્વપ્નો સાકાર; શું થશે એમની જીત ?

શું હશે મારું પોતાનું એક નંદનવન, પ્રેમ થી ભરપુર અને પાવન

જ્યાં છલકતો હોય પ્રેમ નો સાગર, જ્યાં હોય ફૂલો થી લચ લચતો સાવન.

Armin Dutia Motashaw
પગલાં

પાડ તું શુભ પગલાં તારા, મુજ અંતર મનમાં.

ઈચ્છું છું પ્રભુ, વસે તું, મારા બી કણ કણમાં.

કૃષ્ણ બની વાસ કરજે, જેમ કર્યો રાધા ને મીરાં માં.

હરિ ભજન ગાઉં હું, જેમ પુકારે ગિરિધરને મીરાં, મંદિર માં.

હરિએ જેમ રક્ષા કરી પ્રહલાદની, તેમ કરજે તું મારી.

ચીર હર બાળા નું સાચવજે તું, મેહરબાની તારી.

લક્ષ્મી બની કૃપા રહે તારી  હર ઘરમાં; વૈભવ રહે ઘર  ઘરમાં.

સુવે નહિ કોઈ ભૂખ્યું, અન્નપૂર્ણા થઈ અમને ખવડાવજે.

ભક્તિ કરવાની તત્પરતા અને આત્મ શક્તિ આપજે.

આંખો વિચાય એ પેહલા દર્શન થાય તારા, જલ્દી થી આવજે

હાથ પકડી દોરવી ને લઇ જવા, તું જરૂર વહેલો પધારજે.

પ્રભુ પ્યારા, અમને ડાહ્યાં,  સદગુણી અને સ્યાના બનાવજે.

મારો સારથી બની, સાથી બની પગલાં તારા મુજ અંતર મનમાં પાડજે.

Armin Dutia Motashaw
પતઝડ માં ખડિયૂ રે પાન

વસંતએ પિરસિયા હતાં જેને જિવદાયક ખાનપાન

વર્ષા એ પ્રેમથી, અનેક વાર એને કરાવિયું હતું સ્નાન

ડાળીથી થઈ અલગ , પતઝડ માં ખડિયૂ રે, એ પાન

થોડા જ દિવસ પહેલા, સુંદર અને ચમકીલો હતો એનો વાણ

એના રૂપનું પણ હતું એને, થોડુ થોડુ ગુમાન, અભિમાન

પણ તેજ હવાઓની થાપટ ખાઇ, વળિયૉ એનો ઘાણ

હવે એક હળવા ઝોંકાથિ ખડી પડીયું આં પતઝડમાં પાન

બસ આમજ માનવ બી કરે છે જવાનિમા રુપ નું ગુમાન;

કરે છે મૌજ મસ્તી, તોફાન, બની બેસે છે અણજાણ

મથે છે મેળવવા કિર્તિ, પૈસો, પ્રથીશ્ટા  અને સનમાન

વૃદ્ધાવસ્તા આવતાજ થઈ જાય છે નિર્બળ, રુપ વિહોણો, બેજાન .

ખડી પડે છે બની એક સુકું બેજાન, પતઝડ નું પાન

આં જ છે માનવનું,  આં રંગ બદલતિ દુનિયામાં સાચું સ્થાન

Armin  Dutia  Motashaw
પધારો પિયા

સૂકી ધરા જોઈ આકાશને, કરે પુકાર દર્દનાક

ગર્મી ના પારા ચઢી રહ્યા છે; તાપમાન છે ખતરનાક.

સૂર્યના તાપ માં ભસ્મ થઈ રહી છું, ભયાનક છે આગ

મુરઝાઇ રહ્યાં છે મારા ખેતરો, વાડીઓ ને બાગ

બળી રહી છું હું; ગરમી પડી રહી છે સખત

પધારો પિયા, બનાવો નવોઢા મને, ફરી એક વખત.

લીલી ચુંદડી, ફૂલોવાલી પેહરી, લેહરાવું છે એક વખત ફરી

વીજળી અને ગર્જના આપશે સંકેત; હું એનાથી કદી નથી ડરી.

બસ પ્યાસ મારી બુઝાવી, કરો મને હરીભરી, ખુશ્બુદાર.

આનંદ, ફેલાય; નદી નાળા છલકાય મારા, આરપાર.

કોયલ મીઠું મીઠું ટહુકે, મોર થનગની, ઝૂમીને નાચે

હર કોઈ, માનવ, પશુ, પંખીડા, વૃક્ષ, સુખમાં રાચે.

Armin Dutia Motashaw
બાબા, સ્વયમ ચાલીને આવ્યાં તમે, પધાર્યા તમે ઘર આંગણે, તો રહેજો સદા અંહી

ફક્ત મંદિરમાં નહી, "અનાર" નાં દિલમાં, મારાં જીગરમાં, થાય તમારી પ્રાણપ્રતિષ્ઠા; વસજો સદા અહીં.

રક્ષણ ચાહું છું હું તમારું, રહેવું છે તમારા ચરણોમાં સદા માટે, વસ્જો આં  ભક્તનાં અંતર માંહી.

Armin Dutia Motashaw
પાઠ

આજે ભણાવ્યો એક નાના જિવ્ડાએ આપણને પાઠ

મૌત નો ભય દેખાડિ, ટુંકો કર્યો મનુષ્યનો લાંબો હાથ

અહંકાર અને અભિમાનમાં માનવી છે ગરક ;

હવે આ કૈદિ પર હસે જિવડૂ નાનુ, મરક મરક.

છે તુ તુચ્છ; જો જરા, કેવો મચાવ્યો છે મૅ હાહાકાર !

ઓ માનવ હવે તો સીખીજા તુ, બની જા સમજ્દાર.

Armin Dutia Motashaw
Our lil pup chews on to our footwear....

🩴🩴🩴

પાદુકા

લક્ષ્મણજી, વન જઈ, રામજી ના પાદુકા માથા ઉપર હતા લાવ્યા

સિંહાસન પર મૂકી, રાજ ચલાવીયુ , જ્યાં સુધી રામજી પરત ન આવીયા

છોટીથી ડરીને, મૂકી એક સ્ટૂલ, મેં મારા પાદુકા છે બચાવીયા

નાનકડા આ ટેરરિસ્ટને, એ બહુ છે ભાવીયા; એને અનેક છે ચાવીયા

પણ આ નાનકડા જીવે અમને બ્રાંડી ના ઘેરા ગમથી છે ઉગારિયા.

Armin Dutia Motashaw
પિયર થયું પરાયું, અરે અરે, ગોરીનુ પિયર થયું રે પરાયું

આમ માત પિતા ના જતાની સાથે જ નસીબ બી શરમાયું, કરમાયું.

જે હતું એનું પોતાનું, તે આજે થઈ ગયું કોઈ બીજાનું.

એને પોતાના જ આં ઘરમાં, લાગે હવે સાવ અંજાનું.

જ્યાં હક્ક થી મેળવતી હતી એ માંગ્યા વગર બધું;

માતા પિતા ની લાડકી એકની એક  દીકરી હતી એ; ત્રણ એના વીરા.

જાન વસ્તો હતો એનામાં, લાડકોડ અને સંભાળ રાખતા હતા એના વીરા.

વિચારે છે એ, આજે ભાભીઓ ની જેમ, એ કેમ થઈ ગયા પરાયા !!

શું ભૂલી ગયા એ બચપણ ની મીઠી વાતો, એ યાદો ?

પછી પોતેજ બોલી, વૃક્ષ જાય તો ક્યાંથી મળે કોઈને છાયડો !!!

હવે તો બસ યાદોના સહારે જીવવું પડશ એને

વિચારે છે એ બિચારી, શા કારણે ત્યાગી દીધી એમને

કેમ સમઝાવે કોઈ એને; છે  આં મતલબી સંસાર

અહીં માત પિતા સિવાય બીજું કોઈ કરે નહિ નિસ્વાર્થ પ્યાર.

સ્વીકારી લે તું માત પિતા ના સિધાર્યા પછી પિયર તો થાય જ પરાયું.

Armin Dutia Motashaw
પીળા પાંદડાની પીડા

શાખ કહે....

"પાંદડું લીલું ને રંગ રાતો", તું તો કંઈક એવું ગાતું હતું, શાખે કટાક્ષ કરતાં કહ્યું;

પણ તને તો માનો પીળ્યો ન થયો હોય, તેમ તું તો, આજે થર થર કાંપી રહ્યું છે

તેંતો નાની ઉંમરમાંજ વર્ષા, ઠંડી, ગરમીની ઋતુ અધિક માત્રામાં સહી છે".

પાનદડું કહે......

"હા, હતો મને પોતાના ઉપર અને તારી ઉપર ભરોસો, તું ઠીક કહી રહી છે"

"પણ સમજમાં આવી છે મને આં વાત, નદીનાં નીરની જેમ આયુષ્ય વહયું જાય છે"

હવે તારાથી બહુ દૂર મને હવા લઈ જશે ઉડાડીને, વાયરો આજે જોરમાં વાય છે;

જીવનમાં વસંત ટૂંકી અને પતઝડ લાંબી હોય છે; અને ખરી પડવાનું પણ નાક્કીજ હોય છે."

Armin Dutia Motashaw
પૂછું હું તને

લાખ કરો પ્રયત્ન, પ્રીત પરાણે થાય નહિ, જાણે આં સૌ.

પણ થયા પછી, એ ભૂલાય પણ નહિ, જાણે આં સૌ.

આવો વિચિત્ર કેમ હશે આં પ્રેમ, સમજાવે કોઈ આં મને.

વિના વિચાર્યે શા કારણે ઉત્પન્ન થતો હશે આં પ્રેમ; સમજાવે કોઈ આં મને.

કોઈને આપે એ સુખ અપાર, કોઈ સહે વિરહ નું દર્દ; હશે આવું કેમ ?

પ્રેમી પારેવડાં આપે એક બીજા માટે પ્રાણ, તો લેય જીવ પણ; હશે આવું કેમ ?

કૃષ્ણ તું તો જગ નો દાતા, તું વિધાતા; આં પ્રીત શા કાજે રચી તે ?

પ્રશ્ન અનેક, જવાબ આપ તું કાંઈક તો,  આં પ્રીત શા કાજે રચી તે ???

તેં પ્રીત રચી રાધા સાથે, રુક્મિણી ને બનાવ્યા રાણી; આવું કેમ ?

મીરાંની એક તરફની પ્રીતે, બનાવી દીધી બિચારી ને દીવાની; આવું કેમ ?

Armin Dutia Motashaw

Armin Dutia Motashaw
પૂનમ ની પ્યારી રાત્રે

ચાંદ ઉગશે આજે, સોળે શણગાર ધરી.
પાછું ધડકશે હૈયું મારું, ફરી ફરી.
આજે હર રાધા અને મીરાંના હૈયામાં જાગશે આશ
એમના પ્રીતમનો જેમાં સદા માટે છે નિવાસ.

ઐ વાદળાંઓ આજે મારા ચાંદને, ઢાંકશો નહિ.
વિરહન ની વેદનાને, આમ આજે વધારશો નહિ.
આજે આસમાન રહેજો સ્વરછ અને સાફ .
મારા ચાંદની ચાંદની ને, કરજો બધાં, ગાવા માટે માફ.

હૃદયના ઊંડાણ થી હું ગાઈશ એક મીઠો મઝાનો રાગ
મારા પ્રિતમના હ્રદય માં જાગે, મારા પ્રીત ની મીઠી આગ.
વર્ષો ની આશ થાય પૂરી, વર્ષો ની પ્યાસ જાય મટી;
જોજે ઓ ચાંદ, આજે તારી ચાંદની ન જાય ઘટી.

Armin Dutia Motashaw
પૈસા

પૈસા ના છે બધે જ, ચારેકોર છે બોલ બાળા

આજના યુગમાં છે બધાંને પૈસા જ વહલા

પૈસાવાળો હોય તું, તો આપોઆપ, બધાં તારા ;

નહિ તો ભઈલા, કોણ તારા ને કોણ મારા !

પૈસા પાછળ માનવ કુતરા ની માફક ચાટતો આવે

જ્યાં પૈસો દેખાય ત્યાં જ એને ગમે અને ફાવે .

સઘળાં એવું માને કે, લક્ષ્મી, લક્ષ્મી ને ખેંચી પૈસો લા વે.

ગરીબ આપ્તજનથી એ અકળાય. હવે એને, એ ન ભાવે.

એવા આપ્તજન પૂરી ન કરી શકે, એની મોટી મોટી આશ.

જેમ પૈસો આવે, તેમ તેમ વધે પૈસા માટે પ્યાસ.

પૈસા પચાવી શકે કોઈક જ વિરલા, જે હોય ખાસ;

કારણ, પૈસો આપે અહમ અને ગર્વ; નોતરે એ સર્વનાશ.

સાવધાન રહેવું જોઇએ અતિશય પૈસા ના લોભ થી.

Armin Dutia Motashaw
પંખીડા મારા

પંખીડા મારા માળો છોડી, સિધર્યા પોતાને ઘર;

સુનું સુનું લાગે છે પાછું આજે, મારું આં ઘર;

ઉડી ગયા પંખીડા, રહી ગયાં, હું ને મારો વર.

ચેહલ પહેલ હતી, ચેહકતું હતું મારું આંગણ અને ઘર,

કિલોલ હતો, મૌજ હતી, સુનાપણ થી લાગે છે થોડો ડર.

મોટા થઈ, પંખીડા તો કરવાનાં જ લાંબી સફર;

પછી શા માટે ફરે છે તું  ઉદાસ; ઊઠ્ઠ, તારું કામ કર.

મોટા થઈ પંખીડા ઉડી જાય; છે એ તો કુદરત નો કાયદો અફર.

સ્વીકાર તું આં સચ્ચાઈ, ભલે લાગે એકલતા; તું ન ડર.

ભગવાન, તે બનાવ્યો હશે આં કાયદો; તો તુજ કાંઈ કર.

Armin Dutia Motashaw
તરસી રહ્યા છે કર્ણપત મારા, સાંભળવા પ્યારના એ મીઠા બોલ.
કોયલ જેમ કુકે, એમ મારા દિલમાં, તું પણ મિસરી ઘોળ.

સાંભળી જે, પાગલ થઇ, ડોલું હું ખુશી થી.
શું થાય, પ્યાર કરવાની ભુલ થઈ ગઈ, આં ઋષી થી.

બોલે નહિ તો, આંખો થી પીવડાવી દે, પ્યાર ના થોડા જામ.
વિચારીશ નહિ તું, શું આવશે આનો અંજામ .

શર્મા નહિ તું પ્રિયે, હૃદય તારું નિખાલસ બની ખોલ,
બસ હવે ન તરસાવ, બોલી દે પ્યાર ના એ મીઠા બોલ.

Armin Dutia Motashaw
પ્રકૃતિ

જયારે મળે છે બધું મફત, ત્યારે હોતી નથી આપણને એની કદર

ખુદા આપતો રહે છે, આપણે લેતાં રહિયે છે, ઝાંક્યાં વગર, આપણી અંદર;

વગર વિચાર્યે, સુવિધાઓ વાપરતાં રહિયે છે આપણે તો, બસ  બની સિકંદર.

કુદરત આપે છે પ્રાણવાયુ, પ્રયત્ન કરવો જોઈએ રાખવા એને અતિ  શુદ્ધ

ઝાડો ઉગાડી પ્રાણવાયુ વધારવાનો કરવો જોઇએ આપણે પ્રયત્ન સતત.

નદી આપે છે નીર થઈ ઉદાર; પણ આપણે એને કરીયે છીએ પ્રદ્યુશિત બેહદ

ધરા આપે છે ધાન ધમધોકાર પણ વગર વિચાર્યે, બગાડીયે છિયે એને અનહદ.

એના ઉપર કરવો જોઈએ નહિ અત્યાચાર કે  કોઇ જાતનો પ્રહાર

અંતર મનથી, માનવો જોઇએ કુદરત નો પાર વારંવાર, અનેક વાર

તો જ સુખી થશે આં માનવજાત, આં  સૃષ્ટિ અને સંસાર

Armin Dutia Motashaw
પ્રકૃતિ

પ્રકૃતિ, આરમઇતિ માંગે છે બસ માન અને સ્વચ્છતા, તારી પાસે

આપશે તું જો એ ભેટ પૃથ્વીને, તો નિત્ય એ ગુણ તારા ગાશે,

આશિષ આપશે તુઝને, ખોળામાં તારા અસંખ્ય ભેટ ઢાળશે.

અતિ સુરક્ષિત રાખી, અત્યંત પ્રેમથી, એ તને પંપાળશે.

Armin Dutia Motashaw
પ્રગટાવજે તુઝ હૃદયમાં એક નાનકડો દીવડો, દિવાળીના દિવસે, આજે

ફોડતો નહીં ફટાકડા, જોજે એનાથી કોઈ છોકરું કે જાનવર નહીં દાઝે

સીંચજે આં દિવડામાં ભલાઈ નું તેલ, વાટ એની, તારું અંતર મન ઝલકાવે

જ્યોતિ એ દિવડાની, એનો પ્રકાશ, તારું હૃદય પ્રેમથી છલોછલ છલકાવે

શુભ દીપાવલી ની, સૌને શુભેચ્છા.

Armin Dutia Motashaw
પ્રેમ ધૂન

વહાલા મારા, વાંસળી તારી વગાડ, છેડ પ્રેમભરી ધૂન.

પ્રીતની મૂલ્યવાન પળો મારી, આમ ના બગાડ, છેડ પ્રેમભરી ધૂન.

ઓ પ્રીતમ પ્યારા, સુર તારા, છેડે રાગ રાગિની મારા દીલમાં;

એ ક્યારે બુઝાવે આગ તો ક્યારે લગાડે આગ મારા દીલમાં

આં તે કેવી ધૂન, અને કેવા સુર છે, ઓ પ્રીતમ પ્યારા;

કરે એ દિલ મારું બેચેન અને બેતાબ, ઓ પ્રીતમ પ્યારા

તું સુર ન જાણે ક્યાં છેડે, થાય હલચલ દૂર દૂર, આં દિલમાં

રાગ અધૂરો ક્યારે કરીશ પૂરો, આશ જગાડે છે શાં કાજ આં દિલમાં

જો જગાડી છે આશ, તો આવજે મારી પાસ, આપજે વિશ્વાસ

આમ અધૂરો સુર છેડી, તોડતો નહિ મારો આં વિશ્વાસ.

Armin Dutia Motashaw
પ્રેરણા

વાચકો છે હર કવિ ના પ્રેરણા સ્તોત્ર, આપે જે કવિ ને પ્રોત્સાહન.

એમની પ્રશંસા વાંચી, લખવાનો આવે ઉમંગ;  પ્રફુલ્લિત થાય મારું મન.

તો વાંચક મિત્રો, સદા બની રેહજો મારી પ્રેરણા;  લખવાનો આવશે આનંદ.

વિચારો નવા આવશે તમારી પ્રેરણાથી, કરીશ જેવી હું કોશિષ, કરીને આંખો બંધ.

મન માં હોય સદા દીન
ય ઝ દ / માં સરસ્વતી નો  વાસ, જ્યારે લખવાનો કરું હું પ્રયાસ.

હાથો પકડી લખાવે એ, મારી પાસે, એવી છે મને ઊંડી આશ, અને વિશ્વાસ.

Armin Dutia Motashaw
પ્રેરણા

અંતર મન જગાડ, ઓ અહુરા મારું, અંતર મન જગાડ

જ્યારે જ્યારે ખતરો આવવાનો હોય ત્યારે તું એક ઘંટડી વાગડ.

પ્રેરણા આપજે, બની ને રહેજે પ્રેરણાસ્ત્રોત મારો

માનું છું ઓ મઝદા , ખૂબ ખૂબ આભાર તારો.

આવે જો અહરેમાન આજુબાજુ તો એને ભગાડજે.

અંતર આત્મા મારો ઝંઝોળી ને બી જગાડજે.

Armin Dutia Motashaw
With my two  grandchildren  separated  from each other due to lock-in......

બકલ્યા,
તું મને બહુ યાદ આવે,

તારી યાદ મને બહુ  તરસાવૅ

કાશ, તું બી  અમારી  સાથે હતે

વખત આપણો સહેલાઇથિ વિતિ જતે

ભાઈ ઝુરાય છે તારા વિરહ માં મમ્મુ

એકલા રમવા, એને નથી  ગમતું

વાયરસે વર્તાવ્યો છે કાળો  કહેર

ફરિ વર્યુ છે ચારે તરફ   જુદાઇ નુ ઝેર

ખુદા આપણને સારે દિવસે, મેળવે  જલદી  

વધાવુ તને, લગાડી  કુમકુમ, ચોખા અને હલ્દી.

Love you little angel.

Ma
બચપણ ની મીઠી યાદો

આજે, એક નાનકડી રોટલી જોઈને આવી બચપણની યાદ

માં બનાવડાવતી હતી પૂરીથીબી નાની રોટલીઓ, ખાધી આજે જે, વર્ષો બાદ.

રંગ બે રંગી આઈસ્ક્રીમ, બરફ ગોળા ખાવાની હતી એક અજબ મઝા;

આમલી, કાચી કેરી ઝાડપર્ થી તોડી, ખાવાની મળતી અમને સજા.

વરસાદમાં ચલાવતાં અમે કાગળ ની હોડીઓ નાની નાની ;

ભરાયેલાં પાણીના ખાબોચિયા માં કૂદવાની મઝા હતી નીરાળી.

ચાર આણા માં મળતા સમોસા, આઈસ્ક્રીમ-સ્ટિક અથવા લેમન ના પીણાં

એક રૂપિયામાં ખાતા રાસબેરીની ૧૦૦ પીપરમિત; વાહ ક્યાં મજેદાર થા વો જીના !

હવે તો બસ આં યાદો ને વાગોળતાં રેહવુ પડે છે; સોહામણી મીઠી યાદ !!

અતિશય મોંઘવારી એ કરી દીધી આં બધી મઝા બરબાદ !

વાહ રે નેતાઓ , વાળ્યું દેશનું નક્ખોડ, નોતર્યું અમારા અરમાનો નું સત્યાનાશ

થાય આં મોંઘવારી નું સત્યાનાશ ; એવી કરું છુ હું સાચા દિલથી આશ .

Armin Dutia Motashaw
બદમાશ બકરો (F n J written on 3rd Dec2017)

મારો નન્નો મુન્નો પ્યારો બદમાશ બકરો,

સ્વભાવે થોડો મીઠો, થોડો  આકરો

રિસાય તો, શોધે બેસવા દુર કશે, એક બાંકડો.

વાંચવા ગમે નહિ એને, ચોપડીમાથી એક બી ફકરો

અને ગમે નહિં પહેરવા કોઇ ડ્રેસ રફ કે કકરો.

આખો દિવસ પહેરે શોર્ટસ, ગમે નહિ  ઘાઘરો.

ફ્રેયુ ફટાકડો બી થાય કોઇ વખત એક નૌટી દિકરો

સ્કેટીંગ માં ચેમ્પ, પણ તરવા માં થોડો  બિકરો  

ગુસ્સામાં બહુ હોય, તો મારે ઊંચકી, એક ઠિકરો.

ફ્રે-ઝોઇને ગમે બહુ આઇસ્ક્રીમ અને ગોળો-કૂલ કુલ

પણ ટિફિન માં લઈ જવાય નહિ એને સ્કૂલ;

ત્યારે આરગ્યુંમેન્ટ થાય જોરદાર; કહો ઍ કોણી ભુલ?

Armin  Dutia Motashaw
બધું છે કુંભાર ને હાથ

માટી ને ક્યાં હોય છે ખબર એનો પોતાનો, એના ભવિષ્ય નો ઘાટ;

ભાઈ, એ તો છે બધું, માત પિતા રૂપી, સંસ્કારી કુંભારને હાથ.

કુંભાર ની કુશળતા લાવે નવા નવા રંગ; મૂર્તિ નો ઘાટ,  કુંભાર જ સ્થાપે

માટી તો બસ પકડે એ ઘાટ, જે કુંભાર એને એના હાથોથી આપે.

આપણા હાથો માં છે આપણા બાળકો નો ભવિષ્ય નો ઘાટ;

હીરા જેવો તેજસ્વી બનાવો, કે આપો એને વાંકો ચૂકો ઘાટ.

દીનપરસ્ત, સંસ્કારી બનાવો, આપી તમારો હાથ અને સાથ.

એજ થશે ભવિષ્યમાં, આપણા માટે, બહુ મહત્ત્વ ની વાત.

Armin Dutia Motashaw
બની જા

બની શકે તો બની જા તું, મિત્ર ભગવાનનો

મદદનિશ બની જા કોઇ બેજુંબાનનો

પશુ-પંખી , ઝાડપાનનો બનીજા એક રખવાલો

આશિષ આપશે તને ખોભા ભરી, એ ઉપરવાળો .

Armin Dutia Motashaw
બળુદાઓ વહલાં મારા

કીર્તિ ફેલાય તમારી વિશાળ,
કોમ માં બનજો તમે એક મિશાલ.
કોમ નું હર બાળક બને કોમ નું રથેસ્તાર.
ગૌર કરે તમારા ઉપર સારો સંસાર.
ખૂબ મળે પ્રતિષ્ઠા, વધાવે સૌ, પેહરાવી ફૂલો નો હાર.
બનજો સાચા જરથોસ્તી ઓ, આશિષ આપે પરવર્દેગાર.

Armin Dutia Motashaw
બસ એક તું જ ન હતો

ચંદરવા ના ઊગવાની તૈયારી, આકાશે હતી બતાવી,

ચાંદની ના ફેલાવવાની ઘડી, નઝદીક એને જતાવી.

સૂર્ય સાગર માં સમાવાની તત્પરતા દાખવી રહ્યો હતો;

જાણે, સાગર ની વિશાળતામાં, રંગો ઓગળી રહ્યા હતા એના.

શીતળ પવન ખુશનુમા ફૈલાવી રહ્યો હતો મારા આંચળ માં.

આં આલમ, આં પળ નૈસર્ગિક હતી; મદહોષી છાયી હતી વાતાવરણ માં.

બસ કમી હતી તો એક તારી, બધું જ હતું; તું જ ન હતો.

ભિંજયલી રેતી ઉપર, નામ કંદોર્તી ગઈ હું તારું સોહામણું;

પણ સાચું કહું તો લખતી હતી એને મારા હૃદય પર.

અંતર થી એક આહ નીકળી, ભારી પડી એ, આં વર્તવારણ પર.

સૂર્ય સમુંદર માં સમાઈ ગયો અને ચાંદ વાદળોમાં ભરાઈ ગયો.

બસ એજ પળ નો લાભ લઈ, આંસુ વરસી ગયાં વિવ્યોગ માં તારા.

એક તું જ ન હતો; સૂર્ય, ચંદ્ર, વાદળ, સાગર, પવન બધાં સાક્ષી હતાં, દુઃખ ના મારા.

Armin Dutia Motashaw
બાપુ

માતા પુટલીબાઈ ની, આંખોની પૂતળીઓ સમાન હતો તું

પિતા કરમચંદે, નિસ્વાર્થ કર્મ કરતાં શીખવ્યું તુઝને

મોહનદાસ, સાચેજ હતો તું મોહન નો, કૃષ્ણ નો દાસ

ત્યજી સર્વસ્વ, સત્યના પ્રયોગથી, આપ્યું તે અમને સ્વરાજ

કદી કર્યો નહીં લોભ સત્તાનો, કદી ન ચાહ્યું તે તાજ

સ્નેહ અને સન્માનથી, પ્રેમ અને આદરથી યાદ કરીએ તને આજ

બાપુ , વર્ષગાંઠ ની શુભેચ્છા પાઠવું છું હું તને આજ.

Armin Dutia Motashaw
ઓ પ્યારા બાળક,

વગર વિચાર્યું પગલું એક,
નોતરે મુસીબતો અનેક.

ધરમ ને કારણ, કરજે તું અગત્ય કામ એક;

વડવાઓ ની જેમ જાળવજે પારસીઓ ની ટેક

સદા જાળવજે તારો જુસ્સો અને કરજે ભલાઈ ના કામ અનેક;

હમત, હુખત, હુવરેશ્ત થી,  હર કર્મ કરજે નેક.

નિભાવવી પડશે આપરે  આપરી જવાબદારી પ્રત્યેક

આજે કોમ નો થયો છે આવો હાલ બુરો, સાવ ખરાબ,

શું આપશું અાપરે આપણા વડવાઓ ને જવાબ ?

કારણ, અાપરે દીન કરતાં, સદા જોયો સ્વ  નો  લાભ.

આજે આપણી આં વૃત્તિ જોઈ, રડે છે આભ

ચાલો વિચારીએ આપણા અસ્તિત્વ ને માટે; છોડી સ્વ નો લાભ

આપજો અમને સાથ અને આશિષ, આસમાન, આફતાબ, માહતાભ.

Armin Dutia Motashaw
બિચારો ગરીબ

કડવી છે આં હકિકત, સાચેજ આં દુનિયા માં, કોઇ નથી બિચારા ગરીબનું

ખુરસી, સત્તાના મોહમાં, પૈસાની હોડ માં, કોણ જુવે છે ભલુ, બિચારા  એક ગરીબનું

નથી પ્રધાનોને પડી, ન ટ્રસ્ટીઓને, ન અધિકારીઓને છે , એની કદર  સાચી

એમને લીધે તો ગરીબ પ્રજા છે વોટ બેંક માટે સર્જાઇ, આં છે હકિકત સાચી

બિચારી એ પ્રજા કચડાઇ, છુંદાઇ અને વોટો માંગવા માટે હમેશાં છે ચર્ચાઇ;

એને અભણ રાખી, ગરીબ રાખી, એની ગરીબી વોટ માટે હમેશાં છે  વપરાઇ

થોડા પૈસા ફેંકવા ને  બદલે, જો શિખવિયો હતે એમને, કોઇ વ્યવસાય;

વ્યાજબી શિક્ષણ આપતે એમને , તો જ  થતે એમને, એક સાચી  સહાય.

વર્ણ કે ભાગલા પાડવાથી નથી થયું, ન થશે કોઈનું બી ભલું, એ જાણીયે છીએ બધા

આમ બી, આજે  પારસીઓ તો થઈ ગયા છે અર્ધા; તો બી લડ ઝગડ કરે છે બધા.

જો એક્તા રાખી કરીયે ગરીબનું,  કોમનું, સમાજનું, દેશનું ભલું, તો રાજી થશે ભગવાન

અને ઓ નેતાઓ, ઉધિયોગપતિઓ, સેથીયાઓ, તમારુ જ વધશે  માન સનમાન.

Armin Dutia Motashaw
બુઢાપા નો આનંદ

જેમ જેમ થઈએ આપણે વૃદ્ધ, તેમ થાય આપણી વૃદ્ધિ.

દાદા દાદી, નાના નાની બનીએ એજ સાચી સમૃદ્ધિ.

સાચું સુખ એટલે, આં નાનાં ભૂલકાંઓ સાથે વિતાવે લો સમય અનમોલ.

રોકડા કરતાં વ્યાજ વહાલું; જીવનમાં આં સુખનો મળે ન કોઈ તોલ.

માલિક તારી ગજબ ની મેહેરબાની, આં ભેટ છે હીરા થી અનમોલ

ભૂલકાં મારા, જીવન માં ફૈલાવે આનંદ, જેનો કેમ થાય મોલ.

બસ હાથ જોડી માનું આભાર તારો, કરું દંડવત પ્રણામ.

ગાઉં તારા ગીત અને ગુણગાન, રાત દિવસ લઈ તારું નામ.

Armin Dutia Motashaw
દિલ આજે ફરિ  કરે છે હલચલ, છે એ બેચેન

જોજે ઓ પરવર,  ફરી રડી પડે નહિ આં દુખી નૈન

કોમળ હૃદય આપ્યું છે તેં, જોજે પિખિ નાખે નહી એને

ભલાઇ મા, સારાં કર્મો માં, સદા  પરોવજે ઍણે.

દુખ આપનારને  આપજે તું,  સદ બુદ્ધિ અને વિવેક

પ્રેરજે  એમને પણ, કરવા કાર્યો  સારાં, સાચા અને નેક.

મન મારું આજે છે બેચેન, શાંતિ અને ખુશાલી આપજે

દુખ દર્દ ના દિવસો, પસાર કરાય જલદી  એવી રીતે એમને કાપજે

તારા માં વિશ્વાસ અટલ રહે એવી  આપજે  તાકત અમને

પુંજયે નિત્ય, પ્રેમ, શ્રૃદ્ધા  અને  સદ ભાવના થી તમને.

AF  Dastur
Next page