Submit your work, meet writers and drop the ads. Become a member
બેરંગ હોળી

આં હોળી બેરંગ થઈ ને આવી, વરસાદ પડ્યો નથી તો પણ મારા રંગો, દૂર દૂર ગયા છે વહી

રંગો હતા અને રહેશે મને સદા પ્રિય, પણ હવે નિહારવા પડશે એમને દૂર દૂર થી

ગુલાબી, લાલ, વાદળી, લીલો, પીળો, લવેનડર બધા લાગે સોહામણા

તું હતો ત્યારે, એમને પહેરવાનો એક ઉમંગ જાગતો; ગમતા એ ઘણા

આજે એ ઉમંગ ક્યાંક વહી ગયો, કે પછી તું એને જોડે લઈ ગયો

ઉત્સાહ, ઉમંગ ક્યાંક ચાલી ગયાં છે, મન છે ઉદાસ, બેરંગ આંસુ પણ થોડા વહ્યા

નીરસ છે આં હોળી, ચારો તરફ રંગ હોવા છતાં, લાગે છે બધું  બેરંગ

જીતશે કોણ એ ખબર નથી; મન હૃદયે છેડી છે આપસમાં એક જંગ.
બેહરામ યઝદ

જો ધંધા માં, કે બીજી મુસીબતમાં થઈ ગયો છે તું બરબાદ;

તો  ખારાં મનથી, યકીન થી, કરજે તું  બેહરામ યઝદ ને યાદ.

આસાન કરશે એવન  તારી મુશ્કીલ, સાંભળશે તારી યાચના, ફરિયાદ.

આપે છે એ ભલા યઝદ આપણ ને તાકાત, કરે છે મુશિકેલિયો આસાન.

સૌફી તારી મુશ્કેલીઓ , સંપૂર્ણ શ્રદ્ધાથી, આપજે એમને માન;

મેળવશે  તું, ખોવાયલું બધું; ફિરોઝી, ફત્તેહ, રોજી રજક અને સન્માન.

Armin Dutia Motashaw
હસતું રમતું જીવન, લાગવા માંડ્યું છે એક ભારી ભરખમ બોજ

ચાલી ગયો નીલ ગગનમાં, મને એકલી મૂકીને, દૂર કહીંક, મારો એ દિલસોઝ

ભીડમાં એકલવાયું જીવન થઈ ગયું છે; ભરી મહેફિલમાં અંધારું છવાયું છે

આપણે જે ગીત બીજાઓ માટે ગાતાં, તે આજે આપણે માટે ગવાયું છે

"ઓ નીલ ગગનના પંખેરુ તું કાં ન પાછો આવે....... મને તારી યાદ સતાવે....."

તું કેવો છે, ક્યાં છે, કોઈ તો મને અણસારો આપે, કાંઈક તો બતાવે.

Armin Dutia Motashaw
બોલાવી લે

આં દુનિયા છે એક વિશાળ, ગેહરો સાગર.
એમાં જીવન છે, એક કઠિન સફર;
ઠોકર ખાવાની હોય છે અહીં ડગર ડાગર.
અને છે તારો ન્યાય અને તારા કાયદા અફર.

જોયા છે મેં લોકોને, ઘડી ભરમાં ફરતાં.
કતપુટલી છું હું તારી, નથી કોઈ કરતા ધરતા.
થાકી ગયો છું હું, આં મુસાફરી કરતાં.
કાંટાળી ગયો છું હું રોજ થોડું થોડું મરતાં.

બોલાવી લે હવે મને.

Armin Dutia Motashaw
બોલી

પ્રેમ ભર્યા બે શબ્દો સાંભળવા દિલ તરસે છે.
જ્યારે જ્યારે, અમી ને બદલે, વાગ બાણ વરસે છે.
શબ્દો, બાણ કરતાં પણ છે વધુ ઘાતક, ભયાનક.
માનવ તૂટી જાય છે, ક ટુ-વચન સાંભળી, અચાનક.
અપશબ્દો થી દિલ નો, મન નો દીવો બુઝઈ જાય.
જ્યારે, મીઠા બે બોલ સાંભળી, ઘવાયલું હૈયું રૂઝાય.
ફરી પ્રકાશિત થઇ ઉઠે હૃદય, દિલ નો દીવો ઝળહળી ઊઠે.
દયા-માયા ભર્યા આપણા બોલો, પ્રેમ પૂર્વક, ચાદર ગૂંથે.
છે બધું આપણા હાથ માં; કદી ન બોલીએ, કટું વચન
અમી વરસાવી, કરીએ દુઃખી દિલોમાં પ્રેમ નું સિંચન.

Armin Dutia Motashaw
ભજન

ગાતી રહું હું, તારાં પ્રેમ ગીત, થઈને ભાવ વિભોર,

ભજન તારાં, ગાતાં ગાતાં, ન જાને ક્યારે, થઈ જાય ભોર

ગીત પર નહીં, સંગીત કે શબ્દો પર નહીં, ભાવ પર મારા કરજે ગૌર.

યાદ રહે સદા તને, તું જ છે, મારો પ્રીતમ, મારો ચિતચોર,

આં રાધા નો પુકાર સાંભળ,
ઓ ગોપીઓના માખનચોર

આમ વાંસળી વગાડી, કર નહીં મને આવી રીતે ભાવ વિભોર

સાંભળતાજ તારી વાંસળી મધુર, નાચવા લાગે, મારા મન નો મોર.

તું ભલે હોય આખા જગતનો, પણ મેં તો બાંધી છે, તારીજ સાથે પ્રેમ-ડોર

ગાઈ ગાઈ ભજન, પુકારું તને, હું તને બી કરું ભાવ વિભોર

આવી જા સાંભળી ભજન મારા, હવે કેટલો રીઝાવું તને, ઓ ચિતચોર

Armin Dutia Motashaw
ભજન

પ્રાથના અને ભજન  છે આત્મા નો ખોરાક; છે આં એક અદ્રશ્ય અન્ન;

છે એ, એક મોબાયલ ફોન જેવું , વાપરી શકે હર એક, વિધવાન કે અભણ

દિલથી ગાયલું ભજન કરે ચમત્કાર, વ્યાપે અંતર માં, ખૂણે ખૂણે,  કણ કણ (માં )

હે સાંઈ , લખાવજે આં ભજન, હાથ મારો ઝાલી, જગાડી મારું  અંતર મન

જે ગાતાજ, તૃપ્ત અને પુલકિત થઈ જાય હરૅક્નું  હૃદય, તન અને મન

જે સાંભળતા જાગી ઉઠે આત્મા શ્રોતાઓનો , એવું લખાવજે ભજન.

થઈને ભાવ વિભોર ગાય હર કોઇ; હોય એ ગાનાર કે સાંભળનાર, એવું લખાવજે ભજન.

Armin Dutia Motashaw
ભજન

કરું છું યાચના તને, સ્વિકારજે અર્પણ કરેલું આં પુજન

લખાવજે હાથ પકડીને અતિ સુંદર  એક  દિવ્ય ભજન,

સાંભળતા જ જેને, પ્રફુલિત થઈ ઉઠે તન મન.

શબ્દો ભલે હોય સીધા-સાદા પણ સ્પર્શે એ હૃદય-મન (ને)

સાંભળતા જેને, જાગે સુસ્ત થઈ ગય્લું, આં  અંતરમન

સંગીત જેનું ઝનઝનાવે હૃદય ના હર તારને, ઝુમે કણ કણ.

સ્વિકારજે આં પ્રાથના મારી, કરું છું જે, હૃદય, તન મન (થી)  

Armin Dutia Motashaw
ભાઈ બીજ

વાવ્યા છે મેં, મારા પ્રેમાળ ભાઈઓ માટે અસીમ પ્રેમ થી આં કિંમતી બીજ

કહે છે "અનાર", બંને તરફથી, પ્રેમથી, નઝાકતથી, પ્રયત્ન કરી એને સિંચ

પ્રેમના ખાદ્ય-પાણીથી આં રિશ્તાની પર્વરીશ કરી, એને બનાવ મજબૂત અને ઘીચ.

મોટા ભાઈઓ ને નમસ્કાર, નાનાઓને આશિષ.

With lots of Love n all good wishes
Anar (અનાર).
ભુખ

હોય છે માનવીને જાત જાત, અને  ભાત ભાતની ભુખ; ઘણી વિશેષ અથવા વિચિત્ર પણ હોય છે અમુક

હર એક પ્રાણીને હોય છે કોઇ નેે  કોઇ ભુખ; સૌથી વધુ જોવા મળે  છે, પેટનો ખાડો પૂરવાની ભુખ

પણ અમુક લોકોને હોય છે ઠૂસી ઠૂસી ને ખાવાની ટેવ, થોડાથી પેટ ભરાય નહિ, જોઇએ અસંખ્ય બુક.

દૌલતની ભુખને લીધે તો લડી પડે છે ભાઈ બહેન, બંધુ-સખા; બદલાઇ જાય છે સંબંધો, એવી હોય છે ઝેરિલિ એ ફુંક.

શૌરતની બી  હોય છે ભુખ ઘણાને , બનવું છે કોઇ ને જગમાં ઉત્તમ અને શ્રેષ્ઠ; બીજાને કહેવું છે, " તું મારી સામે ઝુક "

કોઇ પ્રેમીઓ ને છે પ્રેમ ની ભુખ પ્યાસ, પ્રીતમના  પ્યાર ની હૂંક, લાગે એમને મીઠી, જાને કોયલની હોય એ  કુંક

સૌથી હાનિકારક છે સત્તાની, ખૂરશીની ભુખ, આં પ્રાપ્ત કરવા  માસુમોના લોહી રેડાવે છે લોકો અમુક.

કોઇ એક વિરલા ને લાગે છે ભક્તિની ભુખ, પ્રભુ પ્રેમમાં પાગલ થઈ, મલિયું હતું કબીરજી,   મીરાબાઇ ને એ સુખ.

હે નાથ, મનમાં મારા સદૈવ ઉઠતી રહે હરિ નામની લહેર, માંગુ છું શાંતિ અને આત્માનુ સુખ

Armin  Dutia  Motashaw
મન

આં મન તો બધું જ જાણે, પણ કોઈ નું કહ્યું ન માને

પ્રીત રચે એ, પણ દુઃખ સહે બિચારું દિલ, જાણે અંજાને

ચંચળ છે એ બહુ, થઈ જાય એ બસ એક પળ માં પરાયું.

ઉડે અને ઉછળે એ, જાણે હોય વાદળ કે પછી વહેતો વાયુ.

પળ માં પરાયું થઈ, કરે એ બિચારા દિલ ને બહુ પરેશાન.

આંધીમાં એ દીપક પ્રગટાવવા જાય, બિચારા દિલ ને રાખી અંજાન.

પ્રીતમ ને જોઈ થઈ જાય એ સાઉ બાવરું, બચકાની કરે હરકત

પળ ભર માં એ જીવન ભર ની તકલીફ વોહરી લેય; આમાં નથી બે મત.

કરું શું હું આં ચંચળ મન નું; કોઈ તો બતાવો ઉપાય

કોઈ મને આપે સલાહ, કે સંજોગો માં આવા, સુખ શાંતિ કેવી રીતે સ્થપાય ?

Armin Dutia Motashaw
બિચારી મીરાં ને ક્યાં મળ્યો એનો મન ચહ્યો વર

આમ કંઈ મળતા હશે આપણને ગિરિધર !

મીરાં ને તો કાયમ સતાવતો હતો રાણાજીનો ડર;

તો પણ એ ભજન ગાતી હતી ગલી ગલી, ઘર ઘર;

ભાન ન રહેતું એને જગ્યા નું, ન ખયાલ હતો પ્રહર (નો)

બસ પામવા માંગતી હતી એ ગિરિધરને, માનતી હતી એને જ વર

મીરાં ને પામવો હતો ગિરિધર, જે હતો એનો મન ચાહ્યો વર.

Armin Dutia Motashaw
હતાશ થઈ ગઈ હતી એ નાજુક નમણી બાલા, દુઃખ થતું એને અસહય

જ્યારે પરણી હતી એ, ત્યારે હતી એ નાદાન, કૂણી હતી એની વય

પતિની જીભ હતી કાતિલ અને કડવી; હતો એ વેહમી, અને  હતી એ, અતિ નિખાલસ

બધાં સાથે નિર્દોષભાવે, બે બોલ હસીને બોલતી, આં જ એનો ગુનો હતો બસ

કોશિશ કરી હતી દિલોજાનથી, સાસરીયાના રંગમાં ઢળવા, પણ ઘવાતું હતું એનું સ્વમાન

બિચારીને કરતાં એ હાડમાર, ઘાયલ થતાં એના દિલ, આત્મા સળગી ઉઠતા એના કાન

વિચારતી હતી એ, કે પતિ છે કે દુઃખ આપવાનું કોઈ યંત્ર, ઘાયલ થતો એનો આત્મા

વિચારતી એ કે શું ઈશ્વર છે; અને હોય તો શું બહેરો છે એનો પરમાત્મા?

થાકી ગયી હતી એ, સાંભળી તાના એના, માની લીધી હતી એને હાર

કરતી તો બી એ અરજ ભગવાનને, "હે કનહાઈ સુધાર મારા પતિનો વ્યવહાર"

Armin Dutia Motashaw
મફત માં ગેસ

અરે પાછું ચાલુ થયું આં મારું કામ કાજ

વિચારું છું, કેટલા બુલા ભરાશે આજ

બહુ બેસુરું છે આં; વિના સુર કે સાઝ

લાગે જાણે હોય નાની, વિના વીજની ગાજ.

વળી પાછી, છાતીમાં વધી રહી છે દાઝ

આવે છે બસ બેસૂરા અવાજ વિના કોઈ અલ્ફાઝ

આ થાય ત્યારે જીવ અકળાય અને બહાર જતાં આવે લાજ

વિચાર આવે, આં હાલત માં શું કહેશે સમાજ

અરે ઘડપણમાં તો આં ઘણાને થાય, આં છે ઓડકાર નો અવાજ

આટલી ગેસ, આટલો વાયુ, એક બુલો તો ભરાય જાય આજ.

Armin Dutia Motashaw
યાદ રહે આ સદા, માટીમાંથી આવ્યો તું, અને માટીમાં જ પાછો જઈશ,

તો થશે ભલું આપના દેશનું જો આ દિવાલી પર તું માટીના દિવા વાપરિશ.

ભલે હોય દીવડો એક, ફાયદા એના છે અનેક; ક્યારે તું આં મહત્વની વાત સમજીશ

એક ગરીબ કુંભારને મળશે રોજગાર, અને આપણા દેશનું ધન દેશમાં રહેશે

થશે ગરીબી થોડી દૂર, થોડી ઓછી, અને નાની આવક જરૂર વહેશે

કરું છું પ્રાથના એવી કે, દીવાનો પ્રકાશ તને અને મને, બધાને ઉજ્જવળ રાહ દેખાડશે

પ્રણ લે તું આજે એક નાનું, તું ભારતની માટીનો દીવડોજ પ્રગટાવીશ

જ્યારે પ્રેમ પૂજ્ય ભાવથી તું આ નાનકડો માટીનો દીપ પ્રગટાવીશ;

ત્યારે ભલે હું કે તું, દેશનું ભવિષ્ય ન બદલી શકીએ, પણ તું, એક કુંભારનું ભાવિ પ્રગટાવીશ.

Armin Dutia Motashaw
માડી મારી,

જરૂરત છે મને તારી, એક મિનિટ માટે શું તું આવી શકશે.
શું તારા સ્વર્ગ ના કાર્યક્રમો છોડી છાડી, મને મળી શકશે ?

બોલાવવી ના જોઈએ પણ તારા વગર સમજે કોણ, મારા અંતર નું દુઃખ.
બસ તારી બાહોમાં લઇ લે, માથે હાથ ફેરવ જે; તુરંત દૂર થશે મારું દુઃખ.

દિલ ભારી થઇ ગયું છે, હળવું કરું કેમ; તારા ખોળે માથું મૂકીને રડવું છે.
તારી સાથે બે પળ ગુજારી, માડી મારી, હૈયું મારું હળવું કરવું છે.

Armin Dutia Motashaw
માતા તમને પુકારે છે, "આવો ; સ્વપ્નો થી ભરેલું ભારત બનાવો

જેમાં ખુશાલ હર રંગ, હર જાતના માનવ ફૂલ ઊગે એવું એને બનાવો.

"સોનાની ચીડિયા" ને પાછા પંખ આપીયે, સોનેરી એને બનાવો

હર ઈંટ હર સ્તંભ પ્રેમ ભાવથી ચણાઓ

મંદિર, મસ્જિદ, અગિયારીમાં સદભાવના જગાડો

હર સ્ત્રી, હર બાળા ને અંતર ના ઊંડાણ થી માન આપો;

રાધા હોય કે રાબિયા, એને નારી સન્માન આપો.

વિવેકી બનો અને હર બાળક ને વિવેકી બનાવો.

સ્વપ્નો સાકાર થાય એવું મહાન ભારત, ફરી એક વાર બનાવો."

ભારત માતા ના આશીર્વાદ મેળવો

Armin Dutia Motashaw
માતૃભાષા

છોડીયું વતન ઈરાન, અને છોડવી પડી આપણી ફારસી ભાષા

અપનાવ્યુ હિંદ અને શીખી ગયા એક નવી, ગુજરાતી ભાષા.

પછી તો બની ગયા આપણે પાક્કા અંગ્રેજ, અપનાવી એ નવી ભાષા

ભલે અપનાવી, પણ શા માટે ત્યાગવી જોઈએ આપરે આપરી ગુજરાતી ભાષા ?

માતૃભાષા જોડી રાખે છે આપણને, આપના  પોતાના જડો સાથે

માતૃભાષા જોડી રાખે છે આપણને, આપણા સંસ્કારો સાથે

માતૃભાષા ની એક ખુમારી છે, જે સદા ચાલે છે આપણી
સાથે

માતૃભાષામાં એક તાકાત છે, જે સદૈવ આપણી બની, ચાલે છે આપણી સાથે.

Armin Dutia Motashaw
માનવ મન

કાશ ઝાંકી શકતે હું, માનવ ના અંતર મનમાં !!

ઓપરેશન વખતે પોહચી શકાય કોઈના તનમાં;

પણ પહોંચી શકે ન કોઈ માનવ ના મનમાં.

હિપનોસિસ કદાચ આં કરિશ્મો કરી બતાવે

કે માનવ ખુદ પોતે કોઈ એંધાણી જતાવે;

બાકી તો જીભ બોલે કંઈ, આંખો બીજું અને મન ત્રીજું બતાવે.

દાતા, આવી કેવી તારી રચના, કંઈ તો તું કહે !!

મન બિચારું, આમ પીડા ક્યાં તક સહે

ક્યાં તક એ ચુપ રહે; કંઈ ના કહે.

એક સત્ય એ, કે  મન કોઈનું, વાંચી ન શકાય

મન માં ચાલતું હોય એ હોઠો પર લાવી ન શકાય

મન નથી એક પુસ્તક કે ચિત્રપટ જે જોઈ શકાય.

કાશ મન ની અંદર ઝાંકી શકાય

Armin Dutia Motashaw
મારી ભૂખ

કૃપા કરી, બસ બેજ રોટલી ખાઉં, એવું જમતિ વેળા આપ મને યાદ.
કરું છુ હું તને વિનંતી; કરતી નથી કોઈ ફરિયાદ.

આં રીતે શરીર મારું રેહસે તંદુરસ્ત ને સ્વસ્થ.
હવે થઇ રહી છું હું, વૃદ્ધ, થોડી વય વ્યસ્ત.

થશે ઓછા ખોરાક થી મને ફાયદા અનેક.
તો આજથી કરાવ મને આં કામ નેક.

સ્વસ્થ થશે તન, ચંચળ રેહશે મન.
ગરીબો ના ભાગે, આવશે વધારે અન્ન.

આં રીતે કરીશ હું ભલાઈ ના કામ.
આં કર્મ થી, જરૂર આવશે સારો અંજામ.

પ્રભુ પ્યારા, વિનંતી મારી કરજે સ્વીકાર.
નિયમિત કસરત અને આહાર થી સુંદર થશે આકાર.

Armin Dutia Motashaw
માડી ઓ મારી મીઠી માડી

હવે તો બસ બધું ભૂલીને, સુઈ જવું છે મને તારે ખોળે, મારી મીઠી માડી

આં બેકદર દુનિયામાં હારીને, થાકીને, થઈ ગઈ છું હું તો સાવ ગાંડી.

આં દુનિયા છે નિર્દયી, તારો ખોળો હૂંફાળો અને સુંવાળો; સુઈ જવા દે હવે મને માડી

ભૂલી જવી છે એ રાત ભયાનક અને બિહામણી, કાળી

ભૂલી જવું છે દુઃખ બધું, ભૂલી જવા છે ઝખ્મો બધા, જે આપે છે, પીડા ભારી

તું, બસ તું અને તું જ, હવે કરી શકશે દૂર, આં અસહય પીડા મારી

Armin Dutia Motashaw
મારી મા નું આંચલ

કેવી મીઠી નીંદર આવતી હતી મને, ઓ મા, તારા ખોળે, તારા આંચલમાં

દુનિયાની મને કોઈ પરવાહ કે ફિકર ન હતી, તારા પ્રેમાળ આંચલમાં

તારો સુરીલો કંઠ સુવડાવતો હતો મને, ગાયી લોરી, મીઠી મમતા હતી એ કંઠમાં

મારુ નામ પુકારતી, ત્યારે ટહુકો હતો કોયલ જેવો મીઠો, તારા સુરીલા કંઠમાં

ખવડાવતી પ્રેમથી, તારા હાથનો સ્વાદ હજી હું વાગોલું છું મનમાં મારા

હૂંફ હતી તારા હાથની બેશુમાર; દિવસ રાત આર્શીવાદ આપતા એ, માથે મારા

આંચલ તારું, લાગે વહાલું મને, પ્રેમથી ભરપૂર, તારો સુવાસ છુપાયો છે એમાં

ઘરની હર નાની મોટી ચીજ યાદ અપાવે તારી, જાણે વસી હોય તું એમાં.

Armin Dutia Motashaw
મારું ખાંડનું પોટલું

નાજુક એ એટલી, કે જાને હોય ઇંડાનું કોટલું;

ખાત્તી બટ તો એટલી કે જાને હોય કેરી નું ગોટલું

ખેંચી આવે એકદમ ચૂપચાપ થઈને, કોઈનું ચોટલું.

પણ છે એ મીઠ્ઠી મધુરી, ખાંડ નું એક મોટું પોટલું.

જ્યારે ગુસ્સો આવે ત્યારે લાગે એકદમ કડવું કારેલુ.

અથવા તો આતશ જેમ તપે એ, માનો લાકડું હોય બારેલું.

પણ મધ કરતાં એ મીઠ્ઠી હશે, એવું નહિ મે ધારેલું.

જીવ જાન અમારો, વસે એનામાં, છે મે પોટલાનેં દિલમાં મારા ઉતારેલું.

Armin Dutia Motashaw
મારું  પોટલું

તું મારું, મસ્તી થી ભરેલું પોટલું, પ્યારું છે.

દુનિયા માં આખી, સૌથી અનોખું અને ન્યારું છે.

તોફાની બારકસ ભલે હોય; પણ, વાહલું તું, મારું છે.

મારા જીવન માં આવેલું સુખ, વરદાન તારું છે.

તારા  વાણી-વર્તન માં તોફાન, તારી આંખોમાં મસ્તી;

આવે તને બહુ મઝા જ્યારે તારી વાતો માં હું ફસ્તી.

લાવે તું જીવનમાં રંગ; અને ઘરમાં અમારા લાગે વસ્તી.

પોટલાં તારા વગર ઘર લાગે સુનું સુનું; માંગે સૈા, તારી હસતી.

Ma loves you two, with all her heart.

Armin Dutia Motashaw
પૂનમ નો ચાંદ ખીલ્યો છે પુર બહાર માં, આજે આકાશ માં.

પણ દેખતો નથી ક્યાંયે, મારો ચાંદ, કાશ એ બી આવે નજર !

ઓ ચાંદ આકાશના, મારા ચાંદ ને આપજે પ્રેમ સંદેશો મારો;

કેહજે, સમજાવજે મારી સ્થિતિ એને, કે ઇન્તેઝાર છે મને તારો.

વક્ત રેહતા આવી જજે, આંખો બંધ થાય એ પહેલાં દર્શન આપજે

રસ્તો ભલે હોય મુશ્કિલ અને કઠણ, પણ તું નીડર થઈ કાપજે.

Armin Dutia Motashaw
મારો બદમાશ બકરો

એક છે મારો નાનો નટખટ બદમાશ બકરો.

જરા બી પહેરવા ગમે નહીં એને ડ્રેસ જે હોય કક્રો.

અને યાદ રાખે નહી એ લેસન નો કોઈ બી ફકરો.

ને ગૂંચવાઈ જાય જો બાદ કરવો પડે એકડો

બદમાશ બકરા ને ગમે ખાવા માચ્છી પણ ખાય નહિ કદી કેકડો

ગમે નહીં એને જોવા બી ગળોડી, વાંદા કે દેડકો.

મમ્મી, ડેડી, મા, દે અને ફ્રેયું ની એ બહુ લાડકી

ખાય પેટ ભરીને મીઠાસ અને થોડી ખીરા કાકડી.

ગમે એને હરવા ફરવા, અને પેહરવા ઓઢવા; લાગે એ ફાંકડી.

Zoyu WE LOVE YOU

Armin Dutia Motashaw
પૈસા માટે પારધીએ ચૂંથી નાખ્યો પંખીડાનો માળો, વરસવિયો કેહેર કાળો......

કોઈક ને માટે ભલે હોય એ ઈંટ કોન્ક્રીટનું એક મામુલી મકાન

મારે માટે છે એ, મારું  આશિયાનું, એક પ્રેમ મંદિર મહાન

જ્યાં છે યાદો મારી માં ની, જે અમારે માટે હતી, અમારું જહાન

જેમાં ઇમાનદારીની પાઇ પાઇ નાખી હતી, વસે છે એમાં અમારી જાન

વહાલું છે અમને આં ઘર, આં મકાન, રેડિયાં છે એમાં, અમે અમારા પ્રાણ

લોકોની સંવેદના આજે મરી પરવાડી છે, બંધ છે અંતરમન સાથે આંખ અને કાન

આપે છે જે દાહજહેલા ઉપર દાહમ; મરી ચૂક્યું છે જેમનું કઠોર મન અને ઈમાન

આં પ્રેમાળ પંખીનો, પિંખી નાખ્યો માળો, જીવતાજીવ વીંધી નાખ્યા બીચારાના પ્રાણ.

Armin Dutia Motashaw
ઓ વાહલાઓ,

પ્રેમથી ભરેલી બંદગી, અને ભાવનાભર્યા વંદન અમારા;
ફળ ફુલ, સુખડ લોબાન, સ્વીકારજો તરફથી અમારા.
ભલે પધારો, વડવાઓ અને વહલાઓ મારા,
અમને અંતકરણના આશિષ આપવા  તમારા.

કોમ છે સંકટમાં આજે, એ તમારી જાણબહાર નથી.
ઉપાય કોઈ સારો સુઝડો, અમને ઓ મહારથી.
કોમમાં આપ્રી બંધાઈ ગઈ છે જાત તરેહ ની હાનિકારક ગ્રંથિ.
કરવું શું, ગૂંચવાઈ રહ્યો છે, કોમ નો સીધો સાદો પંથી.

આવો વાહ્લાઓ, કરો અમારો સાચો માર્ગદર્શન.
થાકી ગયા છે હમદીનો, જોઈ ખોટા પ્રદશન.
પર્કોમ માં લગ્નઃ, બુઢ્ઢા થઈ પરણવું, કરે છે ઉભા ઘર્ષણ.
ક્યારે મનાવિશું અમે, કોમની પ્રગતિ અને ખુશાલી નું જશન ?

Armin Dutia Motashaw
આં સાલ, શું  નવરોઝ કે  શું  ખોરદાદ સાલ;

આજુ બાજુ, આખી દુનિયા માં, ચારો તરફ છે  બબાલ;

દુખ, મૉત, માંદગી માં જ  વીતી રહ્યુ છે આં સાલ.

આવી પરિસ્થિતિ માં તમાચો મારી ગાલ રાખવો પડે છે લાલ

માલિક મારા, ઓ  ખુદા મારા, સુધાર અમારા બગડેલા હાલ.

તારી નથી કોઇ મિસાલ, તું તો છે કમાલ

Armin Dutia Motashaw
બે નારીયેલીઓ ની વચ્ચે થી નિહારુ છું તને, ખીલ્યો છે સોળે કળાથી આજે; લાગે છે પુર બહાર

વાદળો ની ઓટ માં થી જ્યારે જહાંકે છે તું, તારું સૌંદર્ય લાગે છે અનુપમ; સાચેજ છે એ અપરમપાર

ઓ ચાંદ, તને આજે, આમ ખીલેલો જોઈ, જાગે છે દિલમાં મારા, કુદરત માટે બેહદ પ્યાર

નદીમાં પ્રતિબિંબ તારું લાગે છે દિલકાશ, લહેરોમાં છે ચમક, નઝારો જોઈ છલકે છે ખુશાલી બેશુમાર

ઓ માહતાબ, મારા ચાંદને આપજે સંદેશો, ત્યાં દૂરથી, મોકલે મને એનો કોઈ સંદેશો અને પ્યાર.

પ્રેમીઓ ના સંદેશા આપતો રહેજે, એમનો વિરહ ઘટાડતો રહેજે, ઓછો કરજે દિલનો ભાર

માહતાબ પર આવે જ્યારે પ્યાર, કરે કોઈ એની સાથે વાતો, ત્યારે નજર આવે છે પ્રેમના આસાર

કલાકો નિહારતાં તને હું થાકું નહીં; ઘટાઓની ઓટમાં છુપાઈ જાય તું જ્યારે, કરું છું હું પ્યારનો એકરાર

Armin Dutia Motashaw
મા

મા  ઓ  મારી પ્યારી માં, આવે તું મને બહુ યાદ

તારા ગયા પછી લાગે છે જીવન સુનુ અને બેસ્વાદ

તારા પ્રેમ નાં છાંયડા માં, હતી  હૂંફ, હતું જીવન સુખી અને આબાદ

રમતઓ  રમતા, એક સાથે જમતા;
હતું સુકુન, હતી  શાંતિ

તારા પાલવનાં છાંયડા માં હતું સ્વર્ગ, ઍ સો ટકા હું જાનતી

અને આં સ્વર્ગ જેવું સુખ, બહુ આનંદ થિ માનતી

આજે પણ સાલો બાદ, તારો  હસતો ચેહરો પ્રગટાવી શકે છે એજ  કૂણી લાગણી

કોઈ કહે નહી તું હતી મારી  સાસુમાં; વિના કોઇ સ્વાર્થે આપ્યો મને અપાર  પ્રેમ અને લાગણી

આવતા જન્મે પ્લીઝ પાછી  થજે મારી માં, છે એ મારી આંતકરણ ની   માગણી.

LOVE YOU  MOM.
માંગુ

શા માટે આં અવસ્થામાં, આટલો બધો ઓહાપો

શાંતિ થી વિતાવવો હતો મને મારો બુઢાપો

શું તું લેય છે પરિક્ષા, મારી શ્રદ્ધા અને સબૂરી ની ?

કે ફાયદો ઉઠાવી રહ્યું છે કોઈ, મારી મજબૂરી ની ?

અસમંજસ અને ગૂંચવાડો છે હૃદય માં ભારી;

દિલો દિમાગ પર ચાલે છે ધારદાર આરી

સદા રક્ષા કરજે તું ઓ પ્યારા ખુદા, અમારી.

આસ્થા સાથે, આવી છું શરણે તમારી .

ચાહ્યા ન બાગ બગીચા, મેહેલો ના ઐશો આરામ;

નથી કરી તારી પાસેથી કોઈ માંગો બેફામ.

બસ સુખ શાંતિ રાખજે બરકરાર

માંગુ હું તન, મન, હૃદય નો પ્યાર અને કરાર

મનની શાંતિ છે મને અતિ વાહલિ; અને હૃદય નો પ્યાર.

રાખજે આં મારી નેક મુરાદ, આં આરઝુ સ્વીકાર.

Aedoon baad.

Armin Dutia Motashaw
માઁ

માઁ, ભરાઈ જાય છે હૈયુ મારુ, આવે છે જ્યારે તારી યાદ;

જેમ બેબી બોલાવતી તું મને, તેવો જ પાછો, આપને એ સાદ.

એટલી જલદી તને બોલાવી લેવાની, રહેશે અહુરા સામે ફરિયાદ.

પણ પ્રેમ માત પિતાનો લખલૂંટ પામવા માટે, આપું છું હું, અહુરા ને દાદ

કદી ન તેં ધમકાવી હતી, શાંતિથી સમજાવતી હતી, એ છે યાદ

નિખાલસ પ્રેમ આપવા માટે માનુ છું હું તારો ખૂબ ખૂબ આભાર

ડેડ અને તેં આપીયો હતો હર ચીજ માં અમને, બેહદ સહારો અને આધાર

આજે ત્રીસ વર્ષ વીતી ગયાં, તારા વિયોગમાં, છતાં વહે છે, અશ્રુ ની ધાર

જ્યારે અશ્રુ ભરી આંખોથી તને આપી હતી વિદાય, વેદના થઈ હતી અપાર

યાદ છે એ દિવસ, જ્યારે  ડેડ એ કહ્યું હતું, "આજથી હું તમારો ડેડ અને મૌમ, તમારો આધાર."

દુઆ માંગુ છું હાથ ઉઠાવી, રાખે તમને બંન્નેને દાદાર એમની બાંહોમાં સદા.

Armin Dutia Motashaw
માઁ

આમ તો હતી તું નાજુક, નમણી પણ છાંયડો આપતી વડલાનો

શક્તિ આવી, તું લાવતી હતી ક્યાંથી, પૂછી લેવું હતું મારે તને

પહાડ જેવી શક્તિ આં, તું લાવતી હતી ક્યાંથી ?

એ છતાં, હતી તું કોમળ, એક ગુલાબની કળી જેટલી ;

આવી તો અનેક ખાસિયતો હતી તારી, ગણાવું કેટકેટલી !

માઁ તારા ખોળે માથું મૂકીને સુવાનું સુખ હતું કાંઈક અનોખું

ફિકર, ચિંતા મટી જતી હતી બધી; પળભરમાં લાગી જતું ઝોકું

હવે એ વડ, જાણે કપાઈ ગયો; નથી એ છાંયડો કે ખોળો

પણ માઁ, મારા જીવનમાં છે, અને રહેશે હર પળ તારો ઓળો

Armin Dutia Motashaw
મીરાં કહે શ્યામ ને....

બસ લાગતો હતો મારો પણ તું હંમેશા થી જ હતો પરાયો

વિચારું છું, તો જિંદગી માં મારી, શા કારણે તું આયો?

એતો હું જ હતી હંમેશા ઘેલી, વગર કારણે તને ચાહ્યો.

હે  કાહના, મે તો સદા તને, મારો  જ પ્રીતમ માન્યો.

ભલે બધાં કહે, મે તને ક્યારે એ પરાયો નથી જાણ્યો.

પણ વાત તો એ જ સાચી છે, મે ક્યાં તને કદી પણ પામ્યો ?

વિચારવું જોઈતું હતું મારે, તું રાધા નો ન થયો તો મારો ક્યાં થી થવાનો

પણ પ્રેમ કરવા પેહલા ક્યાં કોઈ વિચારે છે, કે તું  અલોપ થઇ જવાનો

રાહ જોઈ ને ભલે થાકી જઉં, તું થોડો જ દર્શન આપવા આવવાનો ?

તે તો ગિરિધર, તારી પ્રિયતમા ને,  સદા તરસાવી, તડપાવી;

એ તો તારા વિરહ માં હમેશા આંસુ સારતી જ આવી

રાધા હોય કે હોય મીરાં, તેં તો સદા તારી પ્રિયતમા ને સતાવી.

આવી ને જરા કાનો માં મારા, આમ કરવાનું, તારું કારણ જરા કહી જા.

આમ તરસાવિ તાડપાવી, નિષ્ઠુર થા નહિ, ઓ પ્રીતમ પ્યારા.

મે તો એકમાત્ર તને જ ચાહ્યો છે જગમાં, ઓ ગિરિધર મારા.

આવી જા, સમાવી લે તારામાં, મિટાવી દે જન્મો ની પ્યાસ, મોહન મારા; દર્શન આપ તારા.

Armin Dutia Motashaw
મીરાં ની પ્રીત

" ન વાત, ન ચિત, આવિ રીતે, શીદ રિસાઈ ગયો છે તું, ઓ મારા જન્મો જનમનાં મીત, ઓ મારા મનમીત

ન ચીઠ્ઠી, ન કોઇ પત્ર; અરે  સ્વપ્નોમાં પણ દર્શન નહિં; શું આવિ જ રીતે, કરે છે કોઇ પ્રીત???

તો પછી, મારે શું સમજવું? આમ તો કહે છે લોકો, પ્રીત ની સદા થાય છે જીત!

મદમસ્ત બનીને, નિત્ય ગાતાં હોય છે પ્રેમી પંખીડાંઓ, પ્રેમી યુગળો, પ્રીતનાં મીઠાં ગીત.

અને તું! કદીક તો આવીને, ક્યારેક તો આવીને, કંઈક તો આવીને કહે કાનોમાં, ઓ મનમિત.

રાધિકાને તડપાવી, મીરાંને રડાવી રડાવી, બનાવી બાવરી તુજ પ્રીતમાં, તું કેવો છે, અને ક્યાંનો દિલજીત?

કાન્હા, શું તને સ્વીકાર છે તારી- મારી બદનામી? શું આમાં છે થોડુંક બિ, આપણું હિત?

ભૂલી જાઉં છું કે તું તો છે બધાંનો, સકળ જગનો; પછી વાંક ક્યાં છે તારો? કદાચ પ્રીતમ, મેં જ એકલીએ કરી છે  પ્રીત!"

Armin Dutia Motashaw
મૂર્ખ થી સંભાળ

ગધેડાને અપાય નહિ જ્ઞાન

પાડાને શીખવાય નહિ વિજ્ઞાન.

પળભરમાં, મૂર્ખ સાથે, પડી શકે સંકટમાં જાન.

કરી નાખે એ તમારી હસતી રમતી જિંદગી વિરાન.

કહે ચાણક્ય, મૂર્ખ ને તું દૂર થી પહેચાન.

મૂર્ખ થી સંભાળ તું, નહીં પણ થશે તારું કચ્ચર ઘાન.

Armin Dutia Motashaw
મુરઝાયલો છોડ

અરેરે, તું પણ મારી માફક મુરઝાઈ ગયો, અધ મુવો થઈ ગયો છે !

પાણી સિચ્યું, માટી ખણી, ખાતર પણ આપ્યું તને, તો પણ ક-વેળાએ મુરઝાઈ ગયો

તારાં પીળા, ખરતાં સૂકા પાન, જેવું જ છે, હવે ઝૂમાયલું મારુ પણ મન

તારી ઝૂકેલી ડાળીઓ જેમ જ છે ઝૂકેલું, મારું મન, દિલ, અને તન

નીરસ જીવન, હજી કેટલું જીવવું પડશે એની સતત ચિંતા સતાવે છે

બેસહાય રીતે, બીજાને આધીન જીવવું પડશે, સ્વીકારી લેવું મુશ્કિલ છે

સ્વાધીનતા આપોઆપ ખોવાઈ ગઈ; અચાનક જાણે ક્યાંક વહી ગઈ

આવી તે કેવી વિવશતા, આં તે કેવું અંધકારમય દિશાહીન ભાવિ

મારા મૃદુ, સંવેદનશીલ સ્વભાવ પાર મારુ ભવિષ્ય થઈ રહ્યું છે હાવી.

ઉખાડી તને પણ કદાચ પાછો રોપીયો હશે કોઈકે, એટલેજ બગાડ્યું તારું ભાવિ.

આપણા બંનેની દશા એક સરખી જ છે, પારકી જમીન આપણા નસીબે આવી.

Armin Dutia Motashaw
ઓ ખુદા પ્યારા,

તારું નામ સદા હોઠો પર રહે મારા, પણ આવી રીતે કેટલા અશેમ યથા ભણાવશે તું ?

માંદગી અને મોત થી ત્રાહસી ગયો છે જીવ, હજી કેટલા અશેમ યથા ભણાવીશ ?

પીડા લોકોની જોઈ, દિલ દ્રવી ઉઠે છે, બસ કર મારા બાપ, હજી કેટલા અશેમ યથા ભણાવીશ ?

માંગુ સૌની તંદુરસ્તી, સૌનું સુખ શાંતિ; એ મળે ત્યારે ભનીશ હું, અસંખ્ય અશેમ યથા.

Armin Dutia Motashaw
યાચના

"જાને  ક્યારે તું, સુધારશે તારો આં સવેદંનશીલ  સ્વભાવ"

લોકો આજકાલ સમઝતાં નથી દિલનો, લાગણીઓ નો સાચો ભાવ

આજના જમાનામાં વ્યાપાર થી થાય છે વ્યહવાર

ઔધા, પૈસાની છે બોલ બાલા, ભાવુકતા ની થાય છે હાર.

એટલે તો લાગણીશીળ લોકો ને કહે છે લોક ગાંડા, આવા ની જરુર ક્યાં !

ખેંચાય બધાં, જ્યાં  રુત્બો, પૈસા, પ્રતિષ્ઠા હોય ત્યાં.

શીદ બનાવી હશે તે આવી વ્યાહવારુ, નિષ્ઠુર  દુનિયા !

વિચારું છું, આવાં લોકો ને, તે તારી  સૃષ્ટિમાં શા કાજ બુનિયાં !

પણ પછી ખ્યાલ આવે છે, તેં પણ તારાં વહાલાઓ ને હમેશાં તરસાવિયાં હતાં.

આખરે, યશોદા-નંદ, ગોપ- ગોપીઓ, રાધા ઉપર પણ દુખના વાદળ વારસીયા હતાં !

સાંભળ મારી હૃદય થી કરેલી ભાવભીની પ્રાથના, કરું છું એક યાચના;

યા તો લોકોને , તું
મારાં જેવાં લાગણીશીળ બનાવતો ના;

યા તો, બીજાં પ્રાણીઓને,પત્થરનાં , પાષાણ જેવાં બનાવતો નાં.

Armin Dutia Motashaw
યાદ

એને વિચાર્યું,
" આજે ફરી મને આવી એની યાદ;

કેટલી કરી યાચના, કેટલા આપ્યા મે એને સાદ;

વિચારું છું શા કારણે કર્યું  મે જીવન બરબાદ!

મન અને દિલે કર્યા અનેક તર્ક, ઘણા વાદવિવાદ;

દિલ શા કારણે હર હમેશા જીત્યું, અને હું હારી, થયો બરબાદ !

આં તે કેવો પ્યાર; ઈચ્છું છું કે એ રહે સદા આબાદ;

ભલે થાઉં હું ઉદાસ જીવન ભર, કે થાઉં બરબાદ.

દિલ થી, અંતર આત્મા થી આવ્યો એક સાદ;

"અરે ગાંડા, તેં તો કર્યો છે પ્યાર, એ વાત ને આપ દાદ;

એને ક્યાં કર્યો છે ઈઝહાર, પછી વરી કેવી ફરિયાદ !"

Armin Dutia Motashaw
યુદ્ધ

હે પરમ કૃપાળુ પરમાત્મા,

દુખ થી, ગમ થી ભરાઇ જાય છે આં નાજુક હૃદય મારું

શું  વલોવાઇ જતું નથી આં સમ્વેદનષિળ હ્રદય તારું

સત્યાનાશ થાય છે તારી આં ધરા નુ અને અમારું

માનવ માનવ સાથે લડે, દેશ દેશ સાથે કરે યુદ્ધ

કરાવ બંધ આં કાર્યો  નીચ; તું તો છે સંપુર્ણ  બુદ્ધ

આપ હર કોઇ ને એક  નેક મન, અને હૃદય શુદ્ધ.

કરોડો રૂપિયા ખર્ચાય છે યુદ્ધ માં, વિનાશ માટે

માનવ નોતરે છે બેહિસાબ નાશ અને ગમ હાથે જાતે

આં પૈસા માથી ભૂખ્યાં મેળવી શકતે  અન્ન પોતાના હાથે.

કર આં અહમ, સત્તા, લાલચ, વેર ઝેર ના ખાત્મા

ઝનઝોડ અમારો સુસ્ત થઈ ગયેલો, પાપભર્યો   આત્મા

કર મદદ સકળ જગની, ઓ  દયાળું પરમાત્મા .

Armin Dutia  Motashaw
નાની છે આં કહાણી

રાજા ને ગમે તે રાણી

ગમી એને એક મહેતરણી

વરી હતી એ  કાની

પણ બહુ મધુર હતી એની વાણી

અને હતી એ જ્ઞાની

એટલે બનાવી રાજાએ તેને રાણી.

Armin Dutia Motashaw
લખાવ

હું પણ જાણું છું, હું  નથી તારો પાર્થ;

સ્તુતિ તારી લખવી છે, કૃપા કર,  આપ મને સાથ

સુજતા નથી શબ્દ;  ચાલતા નથી મારા હાથ ;

તું અને તું જ કરી શકે છે આં પરમાર્થ ;

કારણ, ક્યાંક ને ક્યાંક, બંધાઈ ગયો છે એક ગાંઠ.

દિલ થી લખવું છે, સુઝાડ શબ્દો અતિ સુંદર ;

સુરીલા તાન થી ગવાય કે તાર ઝણઝણી ઊઠે, દિલની અંદર.

આં નાનકડા હાથ ઓ બાબા મારા, માંગે છે તારો સાથ.

પ્રેમઅશ્રુ વહી, બની જાય મોતિધારા , હે જગન્નાથ!

સદા કાળ, આપજે મને, તારો પ્રેમાળ સાથ.

Armin Dutia Motashaw
મીરાં લાગો રંગ હરી", એવો પ્રેમ કર મુઝમાં ઉત્પન્ન, ઓ અહુરા.

મદદ કરો મારી, આં મેળવવા,  ઓ પ્યારા યાઝદાં

માનું તારો કોટી કોટી આભાર, ઓ મારા પ્યારા મઝદા.

થઈ જાઉં હું પણ મીરાં જેવી, તારી પ્રીતમાં મગન

પ્રેમ ઉત્પન્ન કરે છે, લગાતાર દિલમાં, એક મીઠી  અગન

મુજ અંતરમાં પણ જગાડ તું આં અતૂટ પ્રેમ લગન.

બંદગીમાં તારી થઈ શકું હું તલ્લીન, લીન, ભાવવિભોર.

ભક્તિ છીનવી ના શકે, ચોરી કરી નહિ શકે કોઈ બી ચોર.

આં ભક્તિમાં તારી, ખબર ન પડે મુજને, દિવસ રાત કે ભોર.

Armin Dutia Motashaw
આ હા હા, આવી છે વસંત, લાવી છે સાથે, ફૂલોથી લદાયલા ઝાડપાન

માનો, મુરઝાઈ ગયેલી વડ વેલીઓ માં પુરાઈ ગયો હોય નવો પ્રાણ.

સૂર્ય પ્રકાશમાન છે, અને નીલ ગગન ચમકે છે; સ્વચ્છ છે આસમાન

હવામાં ખુશનુમા ફેલાઈ છે, ફૂલોની મહેક છે, પંખીઓ ની ચહેકમાં છે ગીત-ગાન

કળી ફૂલ બનવા તત્પર છે, કમળ માં આવશે ચાંદના ખીલવા સાથે જ જાન

ચાંદના મોહમાં, તત્પર છે ચકોર ખુશી ખુશી ન્યોછાવર કરવા પોતાના પ્રાણ.

વસંત લાવે દિલોમાં ખુશાલી ની હિલોલ; ચાલો કરીયે એનું સ્વાગત, સન્માન.

Armin Dutia Motashaw
પાણી તો આગ બુઝાવે, પણ આં વર્ષા તો આગ લગાડે છે, આં તે કેવો સાવન

રિમઝીમ રિમઝીમ પડતી ફુહાર, તન-મનમાં આગ લગાડે, તરસાવે છે મને સાવન

કોયલના મધુર ગીત, એની કૂક, હૃદય માં મારા, જગાડે એક મીઠી હુક

માનો કહેતી હોય, ઝૂલો ઝૂલવા આવ જલ્દી, બીજું બધું, તું પડતું મુક

પ્રીતમ મારો આવતો નથી, તરસી ગયાં છે નૈન, બની ગયું છે આજે પાછું દિલ બેચેન.

સોહામણી આં ઋતુમાં, આં મસ્ત માહોલમાં , કોઈ ચોરી ગયું મારું ચૈન.

પિયા વિના , એના વિયોગમાં વરસે છે વર્ષા સંગ, આં આંખોથી આંસુ

તારા વિના ન સુર સૂઝે, ન રાગ; બોલ પ્રીતમ આપણે સાવનમાં કેમ ગાશું

આવી જા, આમ ન તરસાવ મને, કહે રાધિકા કાનાહને, ઓ પ્રીતમ પ્યારા,

આવીજા વૃંદાવન પાછો, યાદ કર ગ્વાલ-ગોપીઓને, યાદ કર એ પનઘટ, ઓ કાન્હાઈ મારા.

Armin Dutia Motashaw
વહાલો મને તારો સાથ

પકડ મારો હાથ, કૃપા કરી  આપ મને તારો સાથ;

કરાય આં  ભવ પાર, જો હોય તારો સંગાથ

અહુરા, કદી ના છોડતો મારો આં નાતવાન હાથ

કરી કૃપા, બની  કૃષ્ણ, બનાવજે મને તારો પાર્થ.

થાય ભવસાગર પાર, ત્યારેજ જયારે હોય સાથે જગન્નાથ;

એટલેજ તો મીરાં, હર હમેશાં ચાહે એના પ્રીતમ નો સાથ.

કરજે માફ જો થાય કોઇ ભુલ, પણ છોડતો ના કદી આં હાથ.

Armin Dutia  Motashaw
વાણી

ચાહયું હતું મે, તારી જબાન હોય, મીઠી રુમઝુમ તી પાયલ.
થઈ જાત હું એની પરસ્તાર, તારી કાયલ;
પણ તારી કડવી વાણી એ કર્યું મારું કોમળ હૈયું ઘાયલ.

શરીર ના ગેહરા ઘા બી, ઔષદીથી રૂઝાય
પણ તારા શબ્દોથી જાગેલી આગ કેમ બુઝાય
માનસિક ઘા તો , રૂહને તહેસનેહેસ કરી, દુઝાય.

વિચાર વગરની વાણી, કરે ઊંડા, ઝેરીલા ઘા.
મીઠી સૂરીલી વાણી તું સદા બોલ; અને એના ગીત ગા.
સાંભળી જે, રુહને મળે સુકુન, જેમ મીઠું હાલરડું ગાય માં.

Armin Dutia Motashaw
પોતાના પગ પર કુલ્હાડી મારી

ભગવાન કહે વત્સ ભૂલ છે તારી

હવે શાહનશક્તિ કેળવ તારી

ભીખ ઠંડક ની માંગ પાસે મારી
Armin Dutia Motashaw

"બીલ એસી નું ભરી મનમાં થયું ,

ઝાડ  કાપી નાંખવાનું ભાડું છે"

*Think About it
Next page