Submit your work, meet writers and drop the ads. Become a member
ચાલ્યો ગયો

તડપ મારી કોણે કહું ઓ  મારા કાન્હા, મારા ઘનશ્યામ

પ્રેમ અગ્નિ લગાડી, જાણે ક્યાં તું ખોવાઈ ગયો,

વાંસળી ની તાન મીઠી સંભળાવી તું તો વહ્યો ગયો

વિચાર્યું નહીં મારું; તારી ધુન માં ઉલઝાવી, તું તો ચાલ્યો ગયો

સુર તારા, આજે બી રેલાય છે ઓ ઘનશ્યામ, મારા કાનોમાં.

તને સંબોધી, ચાંદ સાથે કરું વાતો; શું પહોંચે છે તને ???

શું તે કર્યો હતો પ્રેમ મને; શું આવે છે કદી યાદ મારી તને ???

રાધા નું શું થશે તારા વિના; વિચાર આં આવ્યો છે કદી તને ???

Armin Dutia Motashaw
ચૂપકીદી

હસતી રમતી હતી એ, સદા મુખે હાસ્ય રહેતું ખિલખિલાટ.

ગમતો બધાને એનો હસતો ચેહરો , જાણે હોય ખીલેલો માહતાબ .

પણ કરમાઈ ગયો એ ધીરે ધીરે, રેહવા લાગી એ ચૂપચાપ

લાગણી એની હતી ઘવાઈ, રડમસ હતો ચેહરો સોહામણો.

માહતાબ પર છાઈ અમાસ, સુંદર મુખડો કરમાયો

પણ ખાનદાની એ બાળાએ ઉફ તક ના કીધી કોઈ દિવસ

દુઃખ ચૂપચાપ સેહતી ગઇ, અંદર ઘૂટ તી ગઇ દિવસ રાત.

કોઈ સામે, કદી લાવી નહિ એ, એના દુઃખી મન ની વાત.

શું કહી શકો તમે, શું હતી એના દુઃખી મન ની વાત?

શા કાજ અપનાવી લીધી હતી એને ચૂપકીદી દીન રાત ?

Armin Dutia Motashaw
ફૅશન ની ફિસ્યારિ , કરે બિલ્કુલ   વિચાર્યા વગર,  અમિરજાદાઑ .

આંધળી ફેશન પાછળ દૌડ મુકે આ પૈસેપુર ગાંડાઓ

અરે, વિચારજો થોડુ, કરવા પહેલાં કોઇ આવું  કામ એક વાર

છતી આંખે આંધળા શીદ થવાય આમ વારમવાર

ફાટ્લાં ટુતલાં જીન્સ પહેરે અમીરો; અને પૈસા બનાવે ડિઝાઈનરો ;

ધરાધર પૈસા ફેંકે આં ફાટ્લિ  તુટ્લી ચીજો ખરીદવા, બાપાઓ અને વરો.

લાલ  લીલા સૂટ પહેરી લાગે  કોમેડીયન, જેવા, આં આજ ના અમીરૉ.

છોકરા  છોકરીઓ પહેરે લિબાસ વિચિત્ર, લાગે એક સરખાં બૈરીયો, વરો.

જાડા  બૈરાં પહેરે સ્કર્ટ ટાઈટ, અને હીલ ની સેન્ડલ પતલી અને મોટી

ફેશન ના નામમા પહેરે, ભિલડા પહેરે તેવા, મોટા દાણા, મણિ અને  મોતી  

હા હા હી હી કરી, કરે  લવારા ગાંડા ઘેલા, ખરાખોટાં ;

પિત્ઝા, પાસ્તા, બર્ગર ખાઇ, ભરે બિલ મોટા.

પીણાં આપણા અર્તિફિશિયલ , ખોરાક પણ  ખોટો;

તો પણ, આં અમિરજ્યાદાઓ કરે ભપકો ખોટો અને  મોટો.

આપજે  સદ્બુદ્ધિ અને પ્રેરણા અમને ઓ  ભગવાન

છતી આંખે આંધળા થૈયે નહી, જાળવીયે વિવેક એનું રહે  ભાણ.
જાગો

ગરીબો નો હક મારી થયલા અમીરો, રહેજો  સાવધાન

નહી પચશે તમને કદી બી, આં અન્ન, આં  ધાન;

કર્મ ઝાપટી લેશે તમારું આં ધન ધાન્ય ને માન

આવી હરકતો કરીશું, તો કેમ જાળવીશુ પોતાનુ   સ્વમાન.

છે  આં વડવાઓ એ આપેલી દૌલત મિલકત, આં સર્વ દાન,

જાળવજો એને, સંભાળજો એને, છે એ કોમ માટે  એક મોટું  વરદાન.

જાગો તમારી ગહેરી નિંદ્રામાં થી, ઉઠો કરો ભલાઇ ના કામ મહાન.

રાખશે યાદ તમને આં કોમ,  ગવાશે સદા તમારા ગુણગાન

Armin Dutia  Motashaw
જાદુગર

દિલ જીતી લીધું તે, પળ ભરમાં, આં તે કેવી રીતે કરી બતાવ્યું ?

એને માટે, કરી નહિ કોઈ માવજત, ના કોઈ બીજી રીતે જતાવ્યું.

પણ આંખોમાં તારી હશે જાદુ , નહિ તો મારું દિલ કઇ રીતે જીતી લીધું.

ક્ષણ એક, તરંગો અનેક, પોતાનું હતું જે, એ તને, વિના મોલ દઈ દીધું.

જોજે ઓ જાદુગર, આં નથી તારો કોઈ અનોખો ખેલ, ચલાવતો ના ચાબુક

આં છે મારું જીવતું જાગતું, ધડકતું દિલ, આશાઓ થી ભરેલું નાજુક.

Armin Dutia Motashaw
વાંચી ને વિચારજો

વર્ષો પહેલાં નો છે આં, આઝાદી પૂર્વે નો એક કિસ્સો.

ચાલતી હતી  આઝાદીની ચળવળ હતો લોકોમાં ઘણો જુસ્સો.

અંગ્રેજો તરફ હતો ભારતવાસીઓ ને બેહિસાબ ગુસ્સો.

એક નવપરિણીત જોડું કરતું હતું જાસૂસી નું કામ.

એટલામાં વર પકડાઈ ગયો; થયું નામ એનું બદનામ

બહુ ભયાનક આવવાનો હતો એ બિચારાં નો અંજામ.

નવોઢાની એક તરફ હતો એનો જુવાન પતિ બીજી બાજુ હતો દેશ

પોતે જવાની માં વિધવા થવું કે સ્વતંત્ર બનાવવો દેશને !!

યાદ કર્યું એને રાજપૂતો નો મહાન ત્યાગ પોતાના દેશ માટે.

એ વીરાંગનાએ પતિને કહ્યું પ્રેમથી, આપણે કરીએ કાઈક નવું.

આપણે, માતાને બચાવવા, કેસરિયા, જોહર કરી કુરબાન થઈ જવું.

"હસતાં હસતાં આપીયે કુરબાની બંન્ને, તમને આપશે ફાંસી, પછી મારે ઝેર પી સૂઈ જવું."

અનેક કુબનીઓ આપ્યા પછી મળી છે આં આઝાદી

તો હવે કેમ થઈ રહી છે ચારો તરફ મારામારી ને બરબાદી ??

ચાલો સંપીને બનાવીએ નવું ભારત, તો જ આવશે ખરી આબાદી.

Armin Dutia Motashaw
જીતશે કોણ ?

સતત તને ભૂલવાની, લાખ કોશિશ કરું છુ;

કેમ કે, તને યાદ કરી રોજ તલ તલ હું મરું છું.

જોઈએ, મન કે દિલ કોણ વધારે હાવી થઈ જાય;

કોણ નું વર્ચસ્વ વધી જાય, તેનું વિચારેલું થાય.

દિલ કહે પકડી રાખ, યાદો ને વળગી રહે.

મન કહે, તું આમ ખોટી વ્યથા શીદ સહે !

દિલ દિમાગ ની આં લડાઈ માં કોણી થશે જીત ?

આત્મા એ આપ્યો જવાબ, " હંમેશા જીતે પ્રીત".

પણ પ્રીત કોણી; "નથી એ તારી, છે એ તો એક પરછાયો"

"જે પડછાયો, તારા અસિતત્વ પર સદા માટે છે છાયો."

હવે વિજયી કોણ, શું ખબર, કોણી થશે જીત ?

મન કહે ભૂલી જા એને, દિલ કહે જીતશે પ્રીત.

Armin Dutia Motashaw
જીભ ના ચટાકા

આપ્રે બાવાજીઓ ને, બહુ હોય છે, જીભ ના ચટાકા.

નાસતા, ફરસાણ, વડા, સમોસા, કે સુરત ના ફટા કા.

ભેજા, કલેજી, ધાનશાક કવાબ, ધાન દાર ને પાટિઓ;

બધી ચીજો સાથે, ચટણી, સોસ, જામ, મુરબ્બો બી ચાટિઓ.

માટલાનું ઉમ્બર્યું ખાવાની, પીકનીક પર અાવે મઝા
ખાય પી ને બિચારા પેટ ને આપીએ સજા.

થાય ઉમર તેમ ઓછા કરવા જોઈએ જીભ ના ચટાકા

નહિ તો શરીર કરશે બળવો, ખાવા પડશે સપાટા

Armin Dutia Motashaw
જીભ ના ચટાકા

આપરે બાવાજીઓ ને, બહુ હોય છે, જીભ ના ચટાકા.

નાશતા, ફરસાણ, વડા, સમોસા, કે સુરત ના હોય ફટાકા.

ભેજા, કલેજી, ધાનશાક કવાબ, ધાન દાર ને પાટિઓ;

બધી ચીજો સાથે, ચટણી, સોસ, જામ, મુરબ્બો બી ચાટિઓ.

માટલાનું ઉમ્બર્યું ખાવાની, પીકનીક પર અાવે મઝા

ખાય પી ને, આપરા બિચારા પેટ ને આપીએ સજા.

થાય ઉમર તેમ ઓછા કરવા જોઈએ જીભ ના ચટાકા

નહિ તો શરીર કરશે બળવો, ખાવા પડશે સપાટા

Armin Dutia Motashaw
વિચાર, ઈશ્વર તરફ કરી તારું મુખ,

ક્યારે મટ સે તારી આં લાલચની ભૂખ ???

લાલચ માનવ ને આપે છે સદા દુઃખ,

હવાઓ તો પળ ભરમાં બદલે છે એમનું રૂખ;

જીવનમાં સદા રહે છે બંને સુખ અને દુઃખ.

એટલું યાદ રાખ, સંતોષ થી જ આવે સુખ.

Armin Dutia Motashaw
જીવન

ખુદાએ આપ્યું આપણને એક અનમોલ જીવન, એમાં આપ્યો પ્યાર

કાશ બધાં જીવી શકતે, માની શકતે આં સુખી, સોનેરી સંસાર

ભલે હોય જીવન લાબું કે ટૂંકું, ભલે હોય જીવનમાં દિવસ ચાર

તો પણ એનો મોહ છે ભારી, કરે છે લોકો જિંદગી સાથે વેપાર

કરે છે એક બીજાઉપર જુલમ, બેઇમાની અને ભયંકર અત્યાચાર.

કાશ આં વૃત્તિ બદલી શકાય, તો જીવનમાં પાછો આવી શકે પ્યાર

પાછા આવે સુખ, શાંતિ; લાગે જીવન, એક મહેકતો ફૂલોનો હાર

ઓ પરવર પ્યારા, આપ અમને આં બુદ્ધિ નેક; તો થાય સુખી હર નર અને નાર.

Armin Dutia Motashaw
જીવન ચક્ર

આવીયા બોખા, અને જવાના પણ બોખા, કદાચ બત્રીસી તુટીભાંગી સાથે હશે, આં છે જીવન ચક્ર;

માઁ-બાપ ઉપાડી ફરતાં, હાથ ઝાલી ચલાવતાં, હવે દીકરો-વહુ , દીકરી- જમાઈ પકડી ચલાવશે, આં છે જીવન ચક્ર

મળ-મૂત્ર પર એક જન્મજાત શિશુ ને અને બુઝરોગ ને ક્યાં કંટ્રોલ હોય છે, આખરે તો, આં જ છે જીવન ચક્ર

જેમ પેદા થઈએ છીએ, તેમ જવા પહેલા, બુઢાપામાં ફરી એક વાર, બધું પરિવર્તન થવાનું છે, આં જ છે જીવન ચક્ર.

Armin Dutia Motashaw
જીવન નૈયા

થઈ રહી છે ઓટ, ઢળી રહી છે મારી જવાની.

દરિયો થઈ રહ્યો છે ખતરનાક અને તોફાની;

આજ કાલ, મારી નાવ થઈ રહી છે જુંની પુરાણી.

માજી, હવે સોંફી દીધું છે બધું તારા હાથ માં.

બસ હવે તો રેહવું છે તારી છાયા માં, તારા સંગાથમાં.

તું બધું જાણે; ડુબાડે કે લઈ લે મને, તારી બાથ માં.

જીવન ની સાંજે, જરા ડગમગી રહી છે મારી જીવન નૈયા

જોજે, ખુશ ખુશાલ રહે, હર હાલ માં, આં નાજુક હૈયાં.

તું જ માંઝી, તું જ સખા, તું જ બાબા, તું જ મૈયાં.

Armin Dutia Motashaw
જીવન સંધ્યા

પલક ઝપકતા આખું જીવન, વહિ ગયું , હતું જે અતિ વ્યસ્ત.

વિચાર કર્યો હતો, પછી નુ જીવન વિતાવિશ, બની મસ્ત.

હવે, સંધ્યા ની વેળા છે, સુર્ય થઈ રહ્યો છે ધીરે ધીરે અસ્ત

કીધી હતી જે વ્યવસ્થા , થઈ રહ્યું છે બધુંજ હવે અસ્ત વ્યસ્ત.

શરીર છોડી રહ્યું છે સાથ ધીરે ધીરે, જીવવું પડે છે બની ત્રસ્ત

વડિલો, સાથી, સંગી નો એક પછી એક થઈ રહ્યો છે અસ્ત;

તો વળી સ્વાર્થી સગા સંબંધીઓ, દોસ્તો દુભાવિ લાગણી, કરી રહ્યા છે રિશ્તાઓ નષ્ટ

પ્રભુ પ્યારા, એકલાં રહેતાં શીખવી દે; જીવન જીવું, સોપી બધુ તારે હસ્ત

કરજે પીડાઓ હળવી ફુલ જેવી, હરિ લેજે બધાં કષ્ટ

જીવન સંધ્યા બનાવજે ગુલાબી, થાય જયારે આં સુર્ય અસ્ત.

Armin Dutia  Motashaw
જે થાય તે ખરું

એ સદા હસતી, ગાલોમાં એના પડતા મીઠા ખંજન.

મીઠા સ્વભાવથી કરતી એ બધાનું મનોરંજન.

લાડલી દિકરી હતી એ, માત પિતાની, એના ભાઈઓ ની.

પ્રિય સખી હતી એ, એની સખીઓની.

અરે સાસરિયાં પક્ષ માં બી હતી એ બધાની લાડકી.

હતી એ એના વડીલો ને માટે, એમની લાકડી.

નાની કળી માં થી, ખીલ્યું હતું આં ગુલાબ નું સુંદર ફૂલ.

પણ અચાનક હવે ચુભવા લાગ્યા એને કંટક અને શૂળ.

જિંદગીએ લીધો એક કફોડો મોડ; મુરઝાઇ ગયો ગુલાબ.

કરમાઈ ગઈ એ નાજુક કળી, ઘટી ગયો ચેહરા નો આભ.

દુનિયાએ એની માસૂમિયત નો લીધો હતો લાભ.

સાદી પ્રેમાળ જિંદગી પર, તૂટી પડ્યું અચાનક આભ.

એકલવાયું થઈ ગયું જીવન એનું; માત પિતા નો ઉથી ગયો સાયો.

હવે પત્ઝડ જેવું જીવન જીવવા નો સમય આયો.

પણ છોડી ન એને હિંમત; બની હવે એ પોતાની તાકત.

પોતાના અંતર આત્મા નો અવાજ સાંભળી, ફરી કર્યું જીવન શરૂ.

હવે પછી જીવનમાં જે થવાનું હોય તે થાય; જે થાય તે ખરું.

Armin Dutia Motashaw
જોજે થાઉ નહિ હું બેઘર


"તુ ને  તિન્કા તિન્કા ચુંન કે નગરી એક બસાઇ થિ  "

આવું દર્દ્ણાક ગીત ગાવું નથી મને બી.

પણ આજે, આં ગીત નુ દર્દ ફરી એક વાર હૃદય ને કરે છે ઘાયલ

આં  શબ્દો, આં સંગીત અને ગાયક ની છું હું કાયલ

આં દર્દ, આં વ્યથા મારી, કોણે હું કહું

અને ચુપ રહી ને પણ કેમ અને  કેવી રીતે સહું!

હોશે હોશે ઘર લીધું હતું અમે, બધું  ત્યાગ કરી, પાઈ પાઈ જોડી

આં સંભળાવી, જાણે તેં તો બુધાપા માં કમ્મર જ મારી તોડી

જાણતી નથી, શ્રૃદ્ધા સબુરી  નો આવશે શું અંજામ.

પણ આજે તો સ્થિતી લાગે છે ભયાનક, તું આપ મને હામ.

મન છે અતિ વ્યાકુળ,  સુજ્તો નથી કોઇ ઉપાય;

આવી વ્યથા સાથે માનવ  જાય તો ક્યાં જાય!

થાય છે ગુંગળામણ, ઘુંચવણ, માળા વગર પંછી ક્યાં જાય

કરી કોઇ જાદુ, કોઇ  કરીશ્મો, તું જ સુઝાડ કોઇ ઉપાય.

Armin Dutia Motashaw.
જ્યોતિ

જ્યોતિ ઝળહળતી રાખજે હર ઘર માં.

જ્યોતિ પ્રજળતી રાખજે હર દિલ માં.

જ્યોતિ ઝળહળતિ રહે અગિયારી કે મંદિર માં.

અગ્નિ અથવા આતશ ઝળહળે હર જીવના અંતરાત્મામાં.

આપે એ શક્તિ, બક્ષે એ જીવન હર તન મન માં.

અમર થઈ, એક દિવસ, ભળે એ દાદાર માં, ભગવાન માં

Armin Dutia Motashaw
To the Editor
P.T.

ઝરણું

પ્રેમ મારો સદા વહેતો રહે, જેમ વહે એક ઝરણું

વહેતો વહેતો બને એ, એક નદી  વિશાળ.

ધસમસતો હોજો એનો ધોધ, જે રોક્યો ન રોકાય,

બધાને પોતાના પ્રેમમાં ડુબાડી, આખરે સાગરમાં જજે સમાઈ.

પ્રેમ આપવાથી ઘટતો નથી, આપતી રહેજે બની તું નિસ્વાર્થ

મિલ્કત હોય ના હોય, પ્રેમ નો સ્ત્રોત સદા વેહતો રહે

દુનિયામાં પચાવવા ની તાકત હોય કે નહીં, તું આપતી રહેજે.

ઝરણું બની, નદી બની, નિસ્વાર્થ ભાવે વહેતી રહેજે.

Armin Dutia Motashaw
ઓ વક્ષુરે વક્ષુરાન ,  ઓ ઝરથુશ્ત્ર મહાન;

આપીએ અમે તમને, દિલોજાન થી સનમાન.

ઝર્થોસ્તી ધરમ માટે, સદા વધતું રહે  અમારુ માન.

પુજન્ય ગણે તમને સૃસ્ટિ સારી, અને  કુળ જહાન.

ભટકી રહ્યાં છે બાળક તારાં , રસ્તો દેખાડ, પકડી કાન

અવળે માર્ગે  જઈ રહ્યા છે, આં  તારા પ્યારા સંતાન.

દીન છે સંકટ મા, વિપદા છે ભારી; સક્રીય છે અહરેમાન

રાહ બતાવ, આંગળી ચીંધી, ઓ પૈગામબર મહાન

કરું અરજ કર જોડી, વધાર  દીન ની આન બાન શાન.

Armin Dutia Motashaw
ઝોઈ મોઈ

મારો મીઠ્ઠો બદમાશ બકરો,

ગમે નહિ એને ડ્રેસ પહેરવા કક્રો.

દોડે જેવી એ મીઠાઈ ચોકોલેટ જોય;

ગયા જનમ માં નક્કી હતી એ એક કંદોઈ.

બકરીઓ એને ગમે ઘણી;
Doggies ની છે મોટી fan.

આટલી ઠંડી માં બી એને માટે ગોળો કરાય નહિ ban.

છે એ અમારી લાડકી, બુઢાપા ની અમારી લાકડી.

અમારી આંખો નો તારો, છોકરી છે બહુ ફાંકડી.

Armin Dutia Motashaw
ઝંખના

તારે માટે, પળ પળ, હર પળ તરસે છે, ઝંખે છે મારું મન; તને મળવાની અતિશય તીવ્ર છે આં ઝંખના

હું જાણું છું પૂરો થઈ ગયો છે સાથ, હવે તું ક્યારેય નહીં મળે; તો પણ, શીદ તીવ્ર છે, આં ઝંખના ?

રાત દિ નો નથી કરતી એ તફાવત, કોઇ તર્ક મારા સાંભળતી નથી; તિક્ષણ ને તીવ્ર છે આં ઝંખના

તારાં દર્શન ઝંખે છે મારું મન, માત્ર એક ઝલક જોવા, તરસે છે મારું મન; તડપાવે છે મને આં તીવ્ર ઝંખના !

તું સ્વપ્નોમાં પણ આવતો નથી, કંઇ નહિં તો, સ્વપ્નોમાં પણ દર્શન થાય; જવાનું નામ જ લેતી નથી, આં તીવ્ર ઝંખના !

મન જાણે છે, પણ માનતું નથી "અનાર"નું દીલ, બેકરાર થઇ તડપાવે છે; શું કરૂં, તરસાવે છે મને આં તીવ્ર ઝંખના.

Armin Dutia Motashaw
ઠેસ

મારા નાજુક નાનકડા દિલ ને લાગી છે ઊંડી ઠેસ

સમજ્યા નહિ મતલબી લોક; કિધો ફોકત નો કલેશ.

અહંકાર અને અહમ બનાવે સ્વજનો નુ જીવન અકારુ.

માટે, વાણી અને વર્તન પર રાખીયે નિયંત્રણ, તો સારુ

લાગણીઓ હોય બહુ નાજુક, સ્પર્શે એ દિલને સીધી;

એટલે મેં, વિચારીને વર્તન કરવું, એવી તાકીદ લઈ લીધી.

કરીશ સતત કોશિશ હૂં, દુર્વ્યવ્હાર અને  બુરાઇયો બાળવા

અહુરા મારા, તાકત આપજે મને આં કર્તવ્ય પાળવા.

Armin Dutia Motashaw
☀️🌞⛱️
ઢળતો સુરજ, સાંજ

સૌ કોઇ, ઊગતા સૂર્યના દર્શન કરી, સુર્ય નમસ્કાર કરી, એણે  લાગે છે પગે;

જોયા છે કદી તમે લોકો ને બિચારા ઢળતા સૂરજ ને, લાગતાં પગે?

માનવ જીવન માં,  પણ આં જ પરંપરા, આં જ રીત ચાલતી આવી છે

સફળતા જ માનવી ને વાહલી છે; ઘણો ભાગ, સમય જ સફળતા ની ચાવી છે

ઢળતાં સુરજ ની જેમ, ઢળતી ઉંમરે કોઇ કરતું નથી તમારી ભાવનાઓ નો આદર

માટે તમે પગ પણ એટલાજ પસારજો, જેટલી લાંબી હોય તમારી ચાદર.

પાછલા જીવન માં, સગાં સંબંધી ઓછાં હશે, આં જ છે જીવન સંધ્યા, આં જ છે, હકીકત સાચી

તૈયારી કરવી જોઈએ, પણ આસાન નથી આં કામ; સામનો કરવા જોઈએ હિંમત સાચી

Armin Dutia Motashaw
તકદીર

તકદીર સાથે કર નહિ તું તકરાર; સમજીને, ચૂપચાપ કબૂલ કરી લે તારી હાર.

માનવ, તું ભલે ચઢે તાર પર કે ઝાડ પર, તકદીર સાથે થાય નહિ તારાથી તકરાર.

સમય તારો હોય જો ખરાબ, તો મુખ ફેરવી લેય પોતાના યાર

વિમુખ થાય તારાથી તારો પ્યાર, યા તો કરે નહિ એc એકરાર.

તકદીર માં તાકાત છે એટલી કે પટકાઈ જાય એક ઉત્તમ ઘોડેસવાર.

અથવા ડૂબી જાય એક અઠ્ઠંગ તરનાર, માટે જ કહે છે, તકદીર સાથે કર નહિ તું તકરાર.

Armin Dutia Motashaw
તડપ

તડપ મારા દિલ ની, કદી ન તે જાણી.

આંખો વાંચી ન શક્યો તું;  બોલાઈ ન મારાથી વાણી

દિલ થઈ ગયું તારું; હું પોતે બની ગઈ એક અણજાણી.

આં દિલ પીસાઈ ગયું; આં દુનિયાં છે એક ઘાણી.

મારું દિલ થઈ ગયું પરાયું, પહોંચી એને હાની.

તે શું, તડપ મારા દિલની, કોઈએ કદી ન જાણી.

Armin Dutia Motashaw
તતોળ, ઝનઝોડ તારા  આં  સુસ્ત અંતર મન ને, ઓ મુર્ખ માનવ

જો તું ઉઠીશ નહિ તો, ખેંચી લેશે તને એની તરફ, પેલો પાજિ દાનવ.

જાગ અને જગાડ તારું અંતર મન; નહિ તો  થઈ જશે તું  બરબાદ

સાંભળ અને સમજ પેલો અવાજ, પાર  ઉતારશે તને એ નાદ.

હર કોઇ મથે દેખાવા સુંદર, ચમકાવે એમનું તન;

પણ તું, દીવા ની જેમ, સાફ, ઝળહળતું હમેશાં રાખ તારું મન.

પૈસા, ધન કમાજે સદ બુદ્ધિથી, આપસે મીનો અશિશ્વંઘ તને  આશિષ

કરજે ભલાઇ એ ધન થી થોડી, ફરિશ્તાઓ બી ઝુકાવશે એમનું શીશ.

હર હમેશાં, સુખમાં, દુખમાં, તોળજે તારું અંતર મન ;

એજ રીતે જેમ રાખે છે તું  શુદ્ધ, તારું આં તન.

AF  Dastur
તું આટલો નિષ્ઠુર ના હોઈ શકે, મારાં કોમળ હૃદયના કન્હાઇ ;

રાધિકા વેઠી રહી છે તુજ  વિન, વૃન્દાવન માં  લાંબી જુદાઇ

પ્રીત ની આવી કેવી અનોખી રીત; શા કાજ આં તન્હાઈ !

હતો તું નટખટ,  જોતા આવિયા છિયે અમે  તારી  ચતુરાઇ;

સતાવતો  અમને, તદપાવતો હતો અમને તું,  ઓ પ્રિય કન્હાઇ

પણ તું  હતો નહી  આવો કઠોર, તો  કેમ બની ગયો હરજાઈ?

શું રાજા થયાં પછી ગોપ ગોપિયો તારાં રહ્યાં નથી કોઇ?

રાધા મુરલીની ધૂન સાંભળતા, ખોતી સુધ્બુદ્ધ, જતી  તારી  તરફ તણાઇ

તારી, એની જોડે એક સુંદર,  અનોખી પ્રેમ ગાથા હતી વણાઇ  

તારી જોડે રાસ રમવા એ સદા રહતી આતુર, પુકારતી તને તાણ ગાઈ

તારું રાજ પાટ છોડી, મોહ માયા છોડી ચાલ્યો આવ ઓ  કન્હાઇ.

તારી વિરહમાં આંસુ વહાવે બધા, પણ જમુનાજી ગયાં છે સુકાઇ.

કાન્હાં, ઓ કેશવ, આવી જા હવે , ક્યાં બેઠો છે છુપાઇ?

Armin Dutia Motashaw.
તમન્ના

છે બસ આં તમન્ના, તારી બાહોમાં જાય પ્રાણ મારા.
મીઠી છે આં ચાહ મારી; હું હૃદય માં કાયમ રહું તારા.

આંખો હોય ભલે તારી, સુંદર સ્વપ્ન હોય એમાં મારા.
સંગમ થાય બન્ને નો એક; થાય બધાં સ્વપન પૂરા, તારા.

આંખો જ્યારે થાય બંધ રોજ, અને કાયમ માટે મારી;
વાટ જોઈશ, પ્રતીક્ષા કરીશ હું અંત પળ, બસ તારી.

વિધાતા નો આવશે પ્રેમભર્યો સંદેશ; સુંદર થશે ત્યારે મોત મારું;
જ્યારે મુખડું સોહામણું જોવા મળશે મને, આંખો બંધ કરવાં પેહલા, તારું.

અરજ કરું છું, સ્વીકાર જે, વિનંતી આં મારી.
શું તું અરજી સંભાળશે મારી; શું તું લેશે મને બાહોમાં તારી ?

Armin Dutia Motashaw
તારા વિચાર

સદા ધ્યાન રાખજે, શું કરે છે તુ વિચાર

તારા નિયંત્ર માં હોવા જોઈએ તારા આચાર વિચાર

નાબુદ કરવા પડશે તને તારા વિકાર
વિયોગ માં તારા, છુપાવીયા મે મારા અનેક આંસુ અને આહ

આશા રાખું છું મૌતના સમયે મળે સહારામા મને, તારી બાંહ

પ્રીત કર્યા પછી માંગ્યું નથી મે કાઈ બીજું તારી પાસે

બસ પહોચે તુઝણે મારી દુઆઑ, તો મને બધું મળી જાશે

પ્રીત થઈ એમા મારો શું વાંક, ઍ તો છે, દિલ નો કસુર

પ્રીત તો કરે છે હર કોઇ; હોય એ  માનવ, દેવતા કે  અસુર.

મારી પ્રીત માંગે નહી હીરા-મોતી, બસ માંગે થોડો પ્યાર.

મળે જો ઍ પ્રીત, તો થાય પાર મારાથી, આં સંસાર.

એક મીઠો ઇકરાર, પ્યાર નો ઇઝહાર કરાવે મને સાગર પાર

આપ મને તારી બાંહો નો સહારો, મળી જશે મને આખો સંસાર.

Armin Dutia Motashaw
તારી રચના

ઓ પર્વર્દેગાર, આં માનવજાત બનાવી શું પસ્તાયો તું ?

એ કરે છે તારી ધરાનું સત્યાનાશ, આં જોઈ શું પસ્તાયો તું ??

તારા રચેલા પશુ પંખીઓ સાથે ચેડાં કરે છે; આં જોઈ શું પસ્તાયો તું ???

બેફામ થઈ ઝાડો કાપ્યો જાય છે; આં જોઈ..... ?

તારા પંખીઓ, વાનરો થાય છે બેઘર: આં જોઈ.... ??

પ્રાણ વાયુ ઝાડ વિના કમ થાય છે; આં જોઈ.... ???

વરસાદ પાણી વિના ખેડૂતો આત્મહત્યા કરે છે; આં જોઈ.... ?

માનવ નું મન તો પળ પળ બદલાય છે; આં જોઈ... ??

તારી સર્વ શ્રેષ્ઠ રચના ને રચી; શું પસ્તાયો તું ???

Armin Dutia Motashaw
તારી લીલા

વાંકા ચૂકા છે જીવનના આં રસ્તા, નથી એ જરાયે સરળ

સમજાય નહિ તારી લીલા, તું તો કીચડ માં ઊઘડે કમળ

બદમાશો રાજ કરે અને સાચા માનવ થાય હેરાન પરેશાન

કરે એ, ઝુલમ અને અત્યાચાર; કરે એ બધાને હેરાન

ગરીબ માનવ, ખેડૂત, મજુર, મેહનત કર્યે, ભૂખ્યો રહે ;

જોડે પાઈ પાઈ , તડકો છાયોં, અનેક દુઃખો સહે;

જીવતા જીવત થોડો થોડો મરે બિચારો એ,  રોજ રોજ;

જ્યારે ગુંડાઓ ઐશો આરામ કરે અને ઉડાવે મૌજ.

આં તે કેવી તારી લીલા, ખેલ તારા સાઉ નિરાળા ,

મુજ અબૂધ ને સમજ નહિ આવે; વાદળ ઘેરાય છે જીવનમાં કાળા

જોઉં છું હું તારી તરફ પ્રશ્ર્ન કરી , આકાશમાં નીલા ;

ગુચવાઉં હું , અકળાઉ હું, સમજાવ મને તારી લીલા;

કઢંગી છે તારી રીતો, અને કઢંગી છે અમારી આં અવસ્થા

જોજે ભાઈ, આં જોઈ ને ડગી ન જાય ભલા માનવ ની આસ્થા.

Armin Dutia Motashaw
તારું શહેર

આજે છું હું શહેરમાં તારા, આહોભાગ જગ્યા અમારા.

કણ કણમાં તારો હતો અહીં વાસ,
લીધા મેં આં હવામાં ઊંડા ઊંડા શ્વાસ;

મહેકી ઉઠયું તનમન મારું, ઇત્ર છે આં ખાસ ;
મહેકતા હતાં હવામાં પુષ્પો અને ઘાસ.

આં સુંદર વાતાવરણમાં થઈ હાશ;
ફરી જાગી ઉઠી ચિનગારી; જાગી પ્રીતની આશ.

આજે તો રાધાને તારી, સંભળાય છે મીઠા સુર; ગાય છે વગડાનો હર વાંસ.
રેલાય છે તારી વાંસળીના સુર, કરે છે મને દિવાની; આવી જાય તું કાશ.

જોજે સાંવરિયા મારા, કરતો ના મને નિરાશ.
છે મને પ્રીત માં તારી, સંપૂર્ણ વિશ્વાસ.

Armin Dutia Motashaw
તારો ખોળો

માં, ખોળે તારે માથું મૂકી, મળે અનોખી શાંતિ અને સુખ.

દુનિયા ની ઝંઝટો થી થાઉં દુર; ભાગે દૂર બધું મારું દુઃખ.

ચિંતાઓ હળવી થઈ, આપોઆપ માનો હવામાં ઉડી જાય

થાકેલા વ્યથિત તન મન ને, અજબ કરાર થાય.

માં તારા ખોળા માં છે એક અનોખું જાદુ

સાઝું થઈ જાય, હોય જો કોઈ કદાચ માદુ.

હવે એ મીઠો ખોળો મને ક્યારેય મળશે નહીં ;

કારણ તું દૂર જઈ વસી છે; જ્યાં વસી હોય ત્યાં થી સહી;

તમારા બર્થડે પર, તમે જ્યાં હોવ ત્યાં, મારી શુભેચ્છાઓ પાઠવું છું.

આપજો આશિષ તમારા અમને, પ્રેમ મોકલજો, એવું ચાહું છું.

Armin Dutia Motashaw
તિરાડ

નાજુક દિલમાં મારા, પડી એક ઊંડી તિરાડ

એમાં દુઃખે, કાયમ માટે, લઈ લીધી આં દિલમાં આડ.

આં જોઈ ને, જખમી દિલને પડી મોટી ફાડ;

ક્યારે અને કેમ બંધાઈ ગઈ આં કંટકો ની વાડ.

શું રૂઝાશે મારું આં જખમી દિલ; કદી પુરાશે આં તિરાડ ???

Armin Dutia Motashaw
તું  કોણ???

જીવનમાં  આપણા,સુખ દુખનિ તો નિત્ય  રહેશે આવન જાવન

પણ સુખ દુખ માં કરે મદદ એને વંદન, એ છે પાવન

બીજાના સુખ માં થાય જે ખુશ અને સુખી,

રહે એના હોઠો પર સ્મિત, જેમ કે, એક  સૂર્યમુખી

ઇન્સાન એજ, જે પરદુખ માં પણ થાય દુખી.

માનવ સાચ્ચો એજ જે  હોય એકમુખી,

જે વિચારે એજ બોલે અને કરે, એને કેહવાય સાચો માનવ.

હર માનવ માં હોય છે અંશ; છે ઍ થોડો ઇશ્વર, થોડો દાનવ.

હાથમાં છે બધું  તારા; બનવું છે કોણ તને ?

હું તો છું બસ એક સામાન્ય માનવ, બનવું નથી બીજું કોઈ મને .

Armin Dutia  Motashaw
મારો તુફાન મેલ

એના આવવા પહેલા હોય વાતાવરણ બહુ સુસ્ત અને શાંત

જાણે છાયું હોય ચારે બાજુ એક કઢંગું એકાંત.

એ આવે એટલે મચાવતો આવે ચારો તરફ શોર ગુલ;

કરે ધમાલ અને આપતો રહે એ બધાંને, ખરી ખોટી હુલ.

અવાજ આવે, એટલે સમજી જવાનું કે આવ્યો છે મારો તુફાન મેલ.

એના માટે, જીવન છે એક કદી ન ખતમ થનારો મજાનો ખેલ.

મારા નાના મીઠ્ઠા જાન, તું જગાવે જીવન માં ઉત્સા, ઉમંગ અને આનંદ.

પ્રસરાવે ખુશી ચો તરફ, મારા કાન્હા; ખુશ છે તારા યશોદા મૈયા અને નંદ.

આપું તને અનેક ભલી દુઆઓ અને કરું ખૂબ વહાલ.

સદા રહેજે અને રાખજે જગ ને તું, સુંદર અને ખુશ ખુશાલ.

તને સદા ચાહનારી, તારી માં

Armin Dutia Motashaw
તું કોણ ???

રાખીશ નહિ અહમ....

પૈસા આવશે અને જશે, યાદ રાખજે, તું માત્ર એક રેતીનું કણ છે

રાજા મહારાજાઓ આવ્યા અને ગયા, યાદ રાખજે,  તું માત્ર એક રેતીનું કણ છે.

ભલ ભલા ઉચ્ચ કલાકારો આવ્યા અને ગયા, યાદ રાખજે......

સુંદરીઓ અને અપ્સરાઓ એ સુંદરતાનું કર્યું અભિમાન, માટીની કાયા માટીમાં મળી ગઈ; યાદ રાખજે.....

વૈજ્ઞાનિકો એ કરી મોટી શોધ, એ પણ ગયા, યાદ રાખજે....

અહમ અને અભિમાન ટકતા નથી, યાદ રાખજે તું માત્ર એક રેતીનું કણ છે.

Armin Dutia Motashaw
માનવ તો કુદરત નષ્ટ કરેજ છે,

અરે, તું પણ એમને શા કાજ મદદ કરે છે ?

ઉપર બેસી આમ ન કર; તારી જ છે આં રચના

સંભાળ એને, કરું છું તુજને એવી યાચના .

Armin Dutia Motashaw
તું સુર્ય, તું તો રહી શકે મારા વિણા, પણ હું તો ધરા, રહી ના શકું એક પળ

તું મારું સુંવાળું રેશમી ચિર, હું તો માત્ર તારા પીતાંબર ના હર એક તાર નો વળ

તું  બુદ્ધિમાન , બળવાન, સુર્ય જેવું તારું તેજ; અને હું પામુ તારી પાસે થોડું આત્મબળ

તારા વિના ક્યાં પામી શકું સુખ, ચૈન અથવા શાંતિ; થઈ જાઉં તારા વિણા બેકળ.

સાગર તું, નદી તું, કિનારો તું, પતવાર તું, હું તો એક ગાગરમાં સમાયલું થોડું જળ.

પ્રિય હું ઓસ નું નાનકડું બિંદુ, જે ઝળકે તારી ઉપર; તું તો છે મારું શ્વેત કમળ

નાવ મારી ચાલે સહારે તારા, માઝિ તું, જોજે આવે નહિ જીવન માં કોઇ વમળ

Armin Dutia Motashaw
હિંદના દાદા, દાદાભાઈ નવરોજીને અમારા પ્રણામ

એમને, હર ભારતીય નું સર ઊંચું થાય, એવા કારિયા છે, અનેક ગૌરવશાળી, ભલા કામ

આજે ભૂલી રહ્યાં છીએ એમને, જેમને ભીડી હતી અંગ્રેજો સામે હામ

કરે છે "અનાર", હિંદના દાદાજીને, ભાવવિભોર થઈ, પ્રેમભરીયા પ્રણામ.
દિગ્મૂઢ
Today at Mader Moni....

ઠંડો ઠંડો, મંદ મંદ વેહતો હતો પવન;

મેહકતા પુષ્પો થી ભરેલું હતું ચમન

મસ્ત લેહરો ઉછાળતો, નીલો ગેહરો હતો એ સાગર

બનાવતાં હતાં મારું તન મન તાજુ અને ઉજાગર.

કુદરત નું સાનિધ્ય છે અતિ સુંદર અને અદભુત;

સાંજ ઢળતાં, ચંદ્ર ઉગિયો સોળે શણગાર સજી પ્રસર્યું અમૃત.

વાદળો સંગ લુપાછુપી રમતો ચંદ્ર, વરસાવતો હતો રૂપેરી દૂધ.

ખુદા ની આં કુદરત જોતા, સાચેજ થઈ ગઈ હું દિગ્મૂઢ.

Armin Dutia Motashaw
દિલને ખૂણે

આપજે મને એક નાની જગા, તારા દિલના એક ખૂણે.

ખુશ થઈશ પામી આં જગા મહામૂલી; દુઆ આપીશ તને.

બસ એક વાર કહી દે, કે તે આપી એ નાનકડી જગા મને;

રહીશ હું ત્યાં ખુશખુશાલ, પ્રેમથી, એ આંગણે તારે.

આં વ્યવસાયથી ભરેલી કૃત્રિમતા થી ભરપુર દુનિયા સાથે કઈ લેવાદેવા નથી મારે.

ખુશ થઈશ હું, જો રેવા મળશે તારા દિલના ખૂણે; બીજું કંઈ ના જોઈએ મારે.

Armin Dutia Motashaw
આં દીવા સાથે, મારા દિલનો દીવો બિ ઝલહલાઓ, મારા નાથ;

ભલે જગત પરાયું રહે, પણ રહે સદૈવ મને, તમારો સંગાથ

કરી મેહરબાની મુજપર, ઝાલી રાખજો આં નાતવાન હાથ

છે મને પણ ખબર ઓ મારા નાથ, કે હું નથી તમારો ઉત્તમ શિષ્ય પાર્થ;

તો પણ કરું છું અંતર મનથી વિનંતિ, ઝાલી રાખજો આં મારા હાથ.

Armin Dutia Motashaw
દિલ હોત જો પત્થર નું

પત્થર નું જીગર હોત તો સારું, આવું દર્દ તો ન થાત

મોમ જેવા દિલમાં, થોડો ગરમાવો પણ દઝાડે, સાચી છે આં વાત.

પરાયું અને પોતાનું દર્દ લઈ કોમળ દિલ વાળો થાય દુઃખી

જ્યારે પત્થર દિલ વાલા ને બધું એક સમાન; શું દુઃખી ને શું સુખી !!

હીરો કઠણ હોય એટલે કદાચ એ હોય છે કીમતી;

મોમ જેવા દિલવાળા ને બધાની ચિંતા, તૂટે દિલમાં ચિમટી.

ઓ માલિક મારા, જરા જરામાં મારે શા કાજ થવું જોઈએ દુઃખી;

નફ્ફટ લોકો ને જોઉ છું, આજ કાલ એ લોક રહે છે બહુ સુખી.

Armin Dutia Motashaw
દિવો નાનકડો

પ્રગતાઊ છું હું દિલ થિ દિવો એક નાનકડો

સ્વિકાર્જે પ્રભુ, આસ્થા ભર્યો  આં   દીપક  નાનકડો

શ્રૃદ્ધા પુર્વક સિંચયુ છે એમા મૅ તેલ,

માંગુ છું હું આં વિપદા  નો, આં  સમસ્યા નો ઉકેલ.

માનવ બી અને ધરતીબી હવે વધારે કોઇ  દુખ ના સહે

ફૈલાવ્જે પ્રકાશ, કરજે દુર આં  માંદગી, સૌ સ્વસ્થ રહે.

Armin  Dutia Motashaw
દીપક


દીપક થઈ જળજે તું, સૂરજ ભલે ના તું થાય.
જ્યોત તારી સદા જળે, અજવાળું છલકાય.

એક નાનો દીપક, કરે આજુબાજુ નું અંધારું દૂર.
બધા તો થઈ શકે નહિ, સૂર્ય જેટલા મશહૂર.

રોશની નું એક કિરણ બની, કરજે કોમ નું અંધારું દૂર.
અહુરા તને આપશે પ્રેમ અને આશિષ ભરપૂર.

ડરતો નહિ તું , સૂરજ સામે દીપક ભલે હોય બહુ  ઝાંખો,
પણ અંધારી રાતે, પ્રકાશ ફેલાવી, કરજે રોશન બધાંની આંખો.

સૂરજ નું તેજ અને ગરમાવો, હોય પ્રચંડ ભલે
પણ અંધારામાં દીપક નો પ્રકાશ ના હોય તો ખલે.

તો દીપક બની કરજે જગ માં થી, બની શકે એટલું અંધારું દૂર.
જ્ઞાન દીપક બની, ફેલાવજે તારો પ્રકાશ, જાળવી તારું ગરુર.

Armin Dutia Motashaw
દીવાની

આમાં કૃષ્ણ નો શું વાંક, મીરાં તો પોતે દીવાની હતી.

રાધા બી તો કૃષ્ણ ને જોઈ, ભાન ભૂલી જતી, દીવાની થતી.

બને મસ્તાની થઈ નાચતી ગાતી, રાસ રચતી, એમાં કૃષ્ણ નો શું વાંક ?

હે કાન્હા, પ્રેમી ઓ ના મન હૃદય માં જરા ઝાંક;

પ્રીત ની આં જ રીત છે, પ્રીત એટલે જ દીવાનગી.

આં છે એક જાત ની, મહા- મોટી - માંદગી.

હર દર્દી ચાહે પ્રીતમ નો પ્રેમ અને થોડો રેહમ

એ તો બસ માંગે પ્રીતમ ની ખેર, અને એનો પ્રેમ.

દીવાનગી એવી કે, વરી એમાં બી વસે એક ખુમારી.

ભલે લોક કહેતાં ફરે દીવાની;  અરે, આં કેવી બીમારી !!!!

Armin Dutia Motashaw
દૃષ્ટિકોણ

દૃષ્ટિકોણ તારું જ સાચું છે, એવુ ન માન.

કોશિશ કર જરા; બીજાનું બી જાણ.

ઉતાવળો ના થા, શાંતિ થી વિચાર

જરા બદલી ને તો જો, તારા આચાર વિચાર.

Armin Dutia Motashaw
દૃષ્ટિકોણ

દૃષ્ટિકોણ તારું જ સાચું છે, એવુ ન માન.

કોશિશ કર જરા; બીજાનું બી જાણ.

ઉતાવળો ના થા, શાંતિ થી વિચાર

જરા બદલી ને તો જો, તારા આચાર વિચાર.

Armin Dutia Motashaw
Next page