Submit your work, meet writers and drop the ads. Become a member
આંચળ

જ્યરે જ્યરે યાદ આવે મને, ખોળો પ્રેમાળ તારો;

ચૂમી લૌઉ છું હું, આદર અને  પ્રેમપૂર્વક, સાડલો તારો

જ્યરે પણ  મન થાય છે વિવ્હળ અને  બેચેન મારું;

પ્રેમપૂર્વક ગળે  લગાડી લૌઉ છું હું, આંચળ તારું

પહેલાં તો આવતી  હતી  ઍમાથી  મહેક, ખુશ્બુ તારી;

જે તારી જેમ ઓઝળ થઈ ગઈ; બસ હવે છે તન્હાઈ મારી.

તારું આંચળ હવે રહ્યું નહિ તો ચૂમીને સાડલો તારો, જાણે  સ્પર્શ કરું છું હું  તને  

જ્યરે ઉદાસી ઘેરી લે છે મને, તો આવી રીતે યાદ કરી લૌઉ છું હૂં તને.

થોડા સમય માટે, થોડી ક્ષણો માટે એહસાસ ભોગવી લૌઉ છું હું તારો.

ખુદને, આં વ્યાકુળ દિલને, ભ્રમ માં બાંધી લૌઉ છું હું; તને અને  મને.

Armin Dutia Motashaw
HELP ME SPREAD THIS SOCIAL AWARENESS MESSAGE PLEASE
આવી દિવાળી

રંગો ની, દીપો ની, મીઠાઈ અને ફરસાણ ની થશે આપ લે, આં દિવાળી

શું આપણે થોડી જુદી રીતે મનાવી શકીએ આં દિવાળી ???

ચીની સામાન નો કરી બહિષ્કાર, માટીના દિવડા પ્રગટાવો, આં દિવાળી.

ચીની સામાન ને બદલે નાના ફૂલોના છોડ, Bamboo, money plants આપીયે ઉપહાર માં આં દિવાળી.

ધુમડાના પ્રડ્યુષણને બદલે લીલોતરી ઉઘાડિયે આં દિવાળી.

પિત્ઝા, પાસ્તા, બર્ગર છોડી આસ્લી માલ મીઠાઈઓ ખાઈએ આં દિવાળી.

જિન્સ ટોપસ છોડી, મસ્ત રંગીન  દેશી પોશાક પહેરીએ આં દિવાળી.

ચાલો એક ગરીબ બાળક અથવા કુરકુરિયું બચાવીએ આં દિવાળી.

ચાલો પ્રિયજનો, રંગ બે રંગી રંગોળી, સાથીયા પુરીયે, આં દિવાળી.

એક કાળી અંધારી રાતને રોશન કરીએ, આપનું ભવિષ્ય ઉજ્જવળ કરીએ આં દિવાળી.

કોઈક નાના બાળકને પાથી પેન કે પુસ્તક પેન્સિલ ભેટ આપીયે આં દિવાળી.

Armin Dutia Motashaw
ઇરાનશાહ

ઓ  શાહો ના શાહ, ઓ અમારા  પાક  ઇરાનશાહ,

પ્રેમભર્યા નમન મારાં સ્વિકારજો, ઓ  શહેનશાહોના  શહેનશાહ

પ્રતિક છો ઝર્થોસ્તી ધરમના , માને છે જે નેક કરમ માં.

છૈયે નસિબદાર, મલિયો જનમ અમને આં મહાન ધરમ માં

અમને આપજો સદ બુદ્ધિ , અને તાકત, આં ધરમ જાળવવા;

હુમત હુખ્ત હુવર્શ્ત થિ જીવન આં અમારું ગાળવવા.

જ્વલંત રહેજો તમે કરોડો સાલ; ઉતરે અમો ઉપર, તમારા અનેક આશિષ.

તમને ઉતરવા ખરાં, સાચા તન મન ધન થી, સદા કરીયે પુરી કોશિશ.

હોજો તમને સાલ મુબારક ઓ પ્યારા ઇરાનશાહ.

કરજો રાહબરી અમારી, પાસબાની અમારી, ઓ શાહો ના શાહ

Armin Dutia  Motashaw
ઇરાન્શહ વહાલા,

હોજો તમને, હર રીતે આં  સાલ મુબારક;

ખુબ વધે તમારો રુત્બો; વધે કિર્તિ બી બેશક.

રહો તમે  અમારા દિલ માં, ઘટ ઘટ માં.

કોમ અને દુનિયા આખી છે સંકટ માં

કરજો ભલું કુલ જેહાન નુ; મદદઍ આવજો અમારી.

પ્રેમ  અને શ્રૃદ્ધાથિ ગાઇએ કિર્તિ ગાથા તમારી.

દિલ નાં ઉંડાણ થિ કરીયે નમન તમને  હઝારો હઝાર

જલદી પાછી આવે  આં ધરા પર, ઘર ઘરમાં  વસંત- બહાર

Armin Dutia Motashaw
ઈમાન

પૈસાથી થઇ જાય છે ભલ ભલાનું ઈમાન ડામાડોળ

બદલી નાખે લોકો પોતાના જ બોલેલા બોલ

બદલાઈ જાય છે લોકો, પહેરી લઈ એક વરુની ખોળ.

અને પોતાનું કારનામું છુપાવવા ખોલે છે એક બીજાની પોલ

ઇમાનદારીનું, સચ્ચાંઈનું, ઓછું થઈ રહ્યું છે આજે જગમાં મોલ

ઓ ખુદા, ધરા આખી ભરાઈ ગઈ છે પાપથી; તું કંઈક તો બોલ

કર મોજેજો એવો કે અમે થઈએ સદગુણી, પાળીએ તારો પડ્યો બોલ.

Armin Dutia Motashaw
For Iranshah's Birthday

જુગ જુગ જીવજો, ઓ અહુરા પુત્ર મહાન

અને રોશન કરજો આં દુઃખમાં ડૂબેલું સારું જેહાન.

આજના સમય માં અહરેમાને વર્તાવ્યો છે કેહેર કાળો ;

છે કોમ ગેહરી મુસીબતમાં, તમે એને  સંભાળો

રૂહાની તાકત છે તમારી મહાન; આં તાકત અજમાવો.

આં કઠણ સમયમાં કરવા મદદ જલ્દી પધારો, આવો.

ભૂલી રહ્યાં છીએ અમે વડવાઓ ની શિખામણ

એટલેજ ફેલાવી રહ્યો છે જેહરિલા નાગ એમના ભયંકર ફણ

કરો દોરવણી કોમની, રાખો અમને  પનાહ્માં તમારી

સાંભળો અમારો પુકાર,  અમારી દર્દ ભરી આહ ;

આવીને કરો દોરવણી કોમની ઓ શાહો ના શાહ, ઇરાનશાહ.

Armin Dutia Motashaw
ઊજાડ નહિ મને

કહે ધરા માનવને,
" શા કારણે આપ્યો સહયોગ તે દાનવને ".

"શા કારણે તું કરે છે મને પરેશાન, આપુ છું હું ખોબા ભરીને હર માનવને"

નદી તળાવ આપ્યા પ્યાસ બુઝાવવા; સૂકા કરી નાખ્યા, તારી ગંદી હરકતો થી

વન વગડા, બાગ બગીચા આપ્યા સુખથી મહાલવા;
કાપી નાખ્યાં, બેદિલી થી.

પહાડો સુંદર અને શાનદાર આપ્યા નદીઓ ના સ્ત્રોત બનાવી;

કાપી, તોડી, સુરંગ ફોડી, પ્રડ્યુષણથી સર્વનાશ કર્યો, વગર વિચાર્યે.

લાકડા મેળવવા કાપ્યા વૃક્ષ આડેધડ; તેં તો લીલાછમ વનને બનાવ્યા ધકધગતા રણ.

કહું છું તને હું, હજી પણ સુધરી જા; વૃક્ષોનું ફરી કર આરોપણ, હવે તો અજ્ઞાન માં થી જાગ.

ઉજાડ નહિ મારું અનુપમ સ્વરૂપ; મારી ખળ ખળતી નદીઓ, પહાડો, બગીચાઓ, અને બાગ.

Armin Dutia Motashaw
ઉંમર નો તકાજો

યાદશકિત ધીરે ધીરે ઓસરી રહિ છે,
સહનશક્તિ પણ એજ રીતે ઓસરી રહી છે;

ન જાણે હું કેટકેટલું વિસરી રહી છું,
પણ જે વિસરાવું જોઇયે, તે ક્યાં વિસરી રહી છું?

ઉંમર પોતાનો તકાજો કરે છે; તો પણ હું શા કાજ ખટાશમાં મિસરી નાખી રહી છું!

જીવનમાં બેબસ્તા,  એક કડવાશ સતત આવતો જાય છે, શું એને ઘટાડવા  મીસરી કામ આવશે?

શરીરના દરેક અવ્યયમાં દુઃખદર્દ વધી રહ્યાં છે; કામ કરતી નથી કોઇ ઔષદી, કોઇ જીવન કેસરી

માલિક, શું જીવન એક ઘુવડ બની વિતાવવું પડશે ખૂણે બેસી એક; ચપળતા વિસરી?

Armin Dutia Motashaw
ઊંડી આશ

અંતર ના ઊંડાણ માં એક આશ છે

જિંદગી ભર ની આં અતૃપ્ત પ્યાસ છે

હ્રદયના ઊંડાણમાં, થોડો દગમાગેલો વિશ્વાસ છે.

તું નહિ જાણે, પણ તારામાં એક અદૃશ્ય આક્રશન છે ખાસ.

બસ આંખો વિચાય એ પેહલા આવી જાય તું કાશ !!!

તારા દર્શન વિના મોત થયું , તો તડપશે આં બિચારી લાશ.

ખુદા જાણે કેમ, પણ આવી નહિ આં પ્રીત મને રાસ

કદાચ જીવન ભર, કદી છીપાસે નહિ આં પ્યાસ.

તો પણ દિલમાંથી જતી નથી, આં ઊંડી આશ .

Armin Dutia Motashaw
પારસી તારો થાવરિયો

દિવથી જ્યારે વડવાઓ ઉપડ્યા આવવા સંજાન

ત્યારે એ બિચારા, હતા દરિયાઈ તોફાનથી સાવ અંજાન

ડગમગી નૈયા, દારીયો વિફરિયો, ત્યારે યથાના કલામોએ બચાવ્યો જાન

કલામોની ગેબી મદદથી થયું તોફાન શાંત, હેમખેમ પહોંચીયા સંજાન.

એમને લાવનાર માછીઓને ફરી એક વાર, નડિયું તોફાન, સંકટમાં પડી જાન

શ્રદ્ધા પૂર્વક બોલતા ગયા, "પારસી તારો થાવરિયો " અને શાંત પડ્યું તોફાન.

બચાવી લીધી, યથાના કલામોએ ફરી એક વાર એમની જાન

ચાલો આપણેબી શ્રદ્ધાથી ભણીએ યથા ના પાક કલામ

Armin Dutia Motashaw
એક નાનકડો વિચાર

અહમ ને છોડવાનો, કર તું , એક સુંદર વિચાર

બદલ તારા અહમ થી ભરેલા આચાર વિચાર

અહમ ને લીધે માનવ કાઢે નિર્દોષ લોકો પર ખાર

વિચિત્ર વર્તન કરી, બગાડે કોઈક નિર્દોષ નો સંસાર

અહમ બગાડે સંબંધો, દોસ્તી, ફેલાવે અંધકાર

છોડ તું અહમ ભરેલા તારા વિચાર, સુખી થશે આખો સંસાર.

અંતર આત્મા નું સાગર મંથન કરી, જાત ને તું સુધાર

સારા આચાર વિચાર થી જ સુખી થાય સૈાનો સંસાર.

Armin Dutia Motashaw
🙏🔥🙏🔥🙏

એક હતા પ્રભુ રામજી ના અનુયાયી, બીજા, શ્રી કૃષ્ણનો પડછાયો બની ચાલે છે

એક હતા અહિંસા અને પ્રેમના પૂજારી, બીજા ભારત નું આત્મ સન્માન સાચવે છે

બન્ને છે પુણ્ય ભૂમિ ભારતના લાડકા સપૂત, અભય વરદાન પામેલા, વીરો

બન્ને નીડર, આત્મ નિર્ભર બંને ત્યાગી, ભક્ત, અને છે સનાતન ધર્મ ના શૂરવીરો

એક સૌમ્ય સ્મિત ફરકાવનાર, શાંત સ્વભાવના,  બીજા સિંઘ ગરજના કરી પડકાર સ્વીકારનાર

બન્ને ઉપર ભારત હતું અને છે નિર્ભર. એક સ્વરાજ સેનાપતિ,  બીજા મહારાણા પ્રતાપ જેવો કરે વાર

બન્ને ઉપર માં ભારતીના છે, અને કાયમ રહેશે આશીષ;  એક હતા મોહન, બીજા નરેન્દ્ર; બન્ને ગુજરાતી

ઝઘમગે, ચમકે ચાંદ અને સુરજ સમાન; દોરવે અને જાળવે ભારતનું ગૌરવ, બન્ને આં ગુજરાતી (ઓ)

નમન કરીએ છીએ તમારી નીડરતા અને બહાદુરી ઉપર; ઓ કરમવીરો મહાન

એકે તગેડી દીધા અંગ્રેજોને, બીજાએ પાકિઓને; જાળવે છે બન્ને ભારત માતાની  આન બાન શાન.

સ્વીકાર કરજો "અનારના" નમન; ગાય દુનિયા આખી તમો બન્નેના ગુણગાન અને માને એહસાન

Armin Dutia Motashaw
એકલતા

આં ભયાનક  એકલતા; આટલી ભીડમાં પણ, કરે છે મને બહુ બેચેન

આં તે કેવી વિચિત્ર રીત; જે હોય તે, પણ એટલું કહું, આં છે તારીજ આપેલી દેન

વિચારું છું, આં તે કેવી રાત આવી, કે જેની કોઈપણ સવાર પડેજ નહીં

હોઠ સ્મિત કરવાનો જ્યારે ખોટો પ્રયત્ન કરે છે, ત્યારે ત્યારે અચૂક, અશ્રુધારાજ છે વહી

જ્યારે જ્યારે, જેટલી વાર, કોશિશ કરું છું, હું કોઈને પણ મારું દુઃખ કહેવાની;

ત્યારે ત્યારે લોકોને કંટાળો આવે છે, એ દુઃખભરી દાસ્તાન સાંભળવાની

બધાં બસ એક સરખું કહે છે, "શીખી જા, હર હાલમાં ખુશ રહેવાનું છે તારે"

પણ કોઈ સમજવાજ માંગતું નથી, કે આ, કેટલું  અશક્ય છે, માટે મારે

શું કહું, કે કશું કહુંજ નહીં, એની છે સમસ્યા, છે આં એક મોટી ઉલઝન,

ન બોલતાં પણ આંખો બયાન કરે છે દર્દ મારુ; અને નિરાશ રહે છે મન

આટલી ભીડમાં, જે વ્યાકુળતા, જે એકલતા લાગે છે, તે મને તડપાવે છે

શું કરું, આં એકલતા, પ્રયત્ન કરવા છતાં, દિલમાં ઉદાસી અને આંખોમાં અશ્રુ લાવે છે.

Armin Dutia Motashaw
એક લાશ

જીવન આખું છે એક કઠિન, સૌથી મુશ્કિલમાં મુશ્કિલ અભ્યાસ.

ખાસ કરીને, જીવન જીવવાની જ્યારે ન રહે કોઈ પ્યાસ;

ન રહે જ્યારે જીવનમાં કોઈ હેતુ, ઉમંગ કે કોઈ આશ;

ત્યારે જીવન બનીને રહી જાય છે, મહજ નદીમાં વહેતી એક લાશ.

નદીના વહેણ સાથે, બસ નીરસ રીતે વહેતી, એક જીવતી જાગતી લાશ.

છોડી જાય જ્યારે પોતાના, અથવા થઈ જાય એ પારકાં, ત્યારે ડગમગી જાય છે વિશ્વાસ

પહોંચે છે નાજુક દિલ ને ઠેસ, અને રૂંધાવા લાગે છે હર એક શ્વાસ.

સ્વજન ગુમાવીયાનો હોય છે એક ભયાનક આઘાત, એ સ્વીકાર કરવાનું હોતું નથી સહાસ;

ત્યારે બીજાં સ્નેહી- સંબંધીઓએ, આગળ આવી, ધ્યાન રાખવું જોઇએ ખાસ.

કદાચ આપણી અનુકંપાથી, સ્નેહથી, આપણા સાથથી, બચી જાય પેલી જીવતી લાશ.

Armin Dutia Motashaw
ઐ દિલ,
પહેલાં ધકતું હતું તું, પ્રીતમના દર્શન થતાં;
હવે જોર જોર થી ધડકે છે, જ્યારે કષ્ટ થાય ત્યારે,
તું એટલું બધું કેમ્ બદલાઈ ગયું ???

Anar
રોશન રહે, હર એક  પાક  આતશ પાદ્શાહ, કાયમ

આપજો અમને હર પળ, હૂંફ અને  રોશની  મુલાયમ ;

દોરવજો અમને નેક  રાહ પર, આપજો માર્ગદર્શન

ઓ  અહુરા પુથ્ર, રહે આશીર્વાદ તમારા હર ક્ષણ .

જાગે  હર અંતરમા પ્રેમ-અગ્નિ, ધરમ પ્રત્યે નિશ દિન

છું  અને  રહું સદા હું જર્થોસ્તિ ધરમ પર આફ્રિન

જ્વલંત રહેજો કરોડો સાલ, રોશન રહે સદા અહુરા નું નામ

હઝારો પ્રણામ હોજો તમને ઓ પાદ્શાહો, ઓ નેક નામ.

Armin Dutia Motashaw
On Tapi Mata's Birthday......

ઓ તાપી,

કિનારે તારે, હતું મારુ અતિ સુંદર Cooper Mansion;

જ્યાં ખુલ્લી ચોખી હવા, મસ્તીથી લહેરાતી હતી.

જ્યાં તારી ઉપરથી વહેતો ઠંડો પવન, મન મસ્તીશકને આપતો શાંતિ

અહીં, સદા મારા રેડિયોગ્રામમાં થી, સુંદર સુર રેલાતા હતા

સાથે મોગરાનો પમરાટ, ખુશનુમાથી મનને કરતો હતો ખુશીયોથી તર

હતું એ મારું ઘર, એક પ્રેમ મંદિર, સુહામનું, પ્યારું મનઝર

તારે કિનારે, મારા વરંડામાં બેસી, ગાયાં મેં, હઝારો સુરીલા ગીત;

વિસરી શકું કેમ એ સોહામણો સમય, તારું અને ઘરનું સ્મરણ વસે છે જીગરમાં મારા હરદમ.

Armin Dutia Motashaw
ઓ નાનકડી ખિસકોલી

જોઇ તારી ક્રીડા, લાગે છે મને બહુ ખુશાલિ

તું કેટલી ચંચલ છે ઓ નાની ખિસકોલી.

તારી  દૌડમ દૌડ જોઇ  જાગે મનમાં ઉત્સાહ

તારી કુદાકુદ જોઇ બાળકો કરે વાહ વાહ;

જયારે તુ કુદે ડાળી ડાળી અને પાળી પાળી.  

રામજી ની તું છે અતિ પ્રિય, બહુ વાહલી.

ઓ નાનકડી, કરજે તું, મારું એક મોટું કામ

છુપાવી દાણા, ઠળિયા, ઉગાદ્જે ઝાડ, લઈ ને રામ નુ નામ.

Armin Dutia Motashaw
ઓ પ્રભુ પ્યારા

માનીએ અમે ખુબ ખુબ આભાર; છે અમો પર  ઉપકાર તમારા ,

સ્વિકાર્જે આભાર અંતર મનથી, ઓ પ્રભુ પ્યારા ;

છો તમે સર્વ વ્યાપી, તમે   તો છો સર્વસ્વ અમારા .

આપી વાપરવા અમને તમે, અતિ સુંદર આં  ધરા;

ગાઇએ અમે બધા, પ્રેમ ભરિયાં ભજન તમારા.

નિત્ય વહેતી જાય  અમારા પ્રેમનિ  ધારા,

અસંખ્ય છે અમોપર ઉપકાર તમારા

કહે  અનાર, સ્વિકાર કરજો અંતરમન ના પ્રણામ મારા.

Armin Dutia Motashaw
ઓ વરસાદ,

પશુ પંખી, ખેડૂત, માનવ, આં આખી ધરા, બુંદ બુંદ માટે તરસે છે;

રાહ નિહારે છે નિરંતર, કે તું મન મૂકીને ક્યારે વરસે છે !

પરિંદાઓને નથી પાણી કે છાયડો, પુકારે છે તને કોયલ અને બુલબુલ.

હા, અમારો મનાવવોનો છે બહું મોટો વાંક, કરું છું હું આં કબૂલ;

આમ રિસાય તો ના ચાલે;  હું કેમ તને મનાવું ; કરું છું પ્રયત્ન નિરંતર ;

વિનંતી કરી કહું છું, ઉગાડવા ઝાડપાન; તું તો છે સમજદાર , રાખ નહિ અંતર.

ખેડૂત પુકારે, પુકારે પ્યાસી ધરા; જલ્દી આવી બધાં તરસ્યાઓની છીપાવ તરસ;

તું તો છે ઘણો પરોપકારી અને દયાળુ, કર હમને માફ; મન મૂકીને વરસ.

Armin Dutia Motashaw
કરજે કાંઈક એવું

પૈસાવાળા  પોતાના પૈસાથી, ખરીદી શકે છે સુવિધા

પણ ગરીબ  બિચારા બાપડા ને તો નડે અનેક દુવિધા

સૂતો હોય જ્યારે ગરમી અને મચ્છર માં, ત્યારે વાયરો વાય ઠંડો;

કરજે કાઈક એવું, કે ખુશ રહે એ સીધો સાદો બંદો.

થરથર તી ઠંડીમાં તાપણું સલગાવજે, ને કામળો ઓઢાધજે;

હાડ ગળી ન જાય એના; એને બિચારાને, ઠંડીથી બચાવજે.

પાણી ની અછત લીધે જાન જાય છે ખેડૂતોનાં, વર્ષાનું કરાવજે આગમન.

વણ વિચાર્યે માનવ કાપે છે ઝાડ. હે શક્તિમાન, વધારજે વન- વિસ્તાર.

ગરીબો નો બેલી તું, દાતા તું, એમને તું, પ્રેમપૂર્વક સંભાળજે.

તાકત અને લગન બક્ષી એમને મેહેન્તું અને ઈમાનદાર બનાવજે.

ભલે દૌલતમંદો ભોગવે સુખ સુવિધાઓ અનેક;

કરજે કાઈક એવું કે સુવે ન કોઈ ભૂખ્યું, તરસ્યું.

Armin Dutia Motashaw
કર્મ

તારાં કર્મ તારે આડે આવે છે, ઓ માનવ

ભુલી ભલાઇ, બની ગયો છે તું એક દાનવ

પુણ્ય કરે કોઇ એકાદ અને  પાપ કરે નવ ;

ત્યારે કાંટાળી ને રચે આં પ્રકૃતિ તાંડવ

થાય  ભુકંપ, પડે દુકાળ, આવે પ્રલય;

ત્યારે, આં જોઇને ડર ને  મારે, લાગવા લાગે તને ભય

કર્મ છોડે ન કોઇને ભી, જેમ વક્ત ન બદલે એનો લય.

તો  હે  માનવ, હવે તો  નિંદ્રા માં થી જાગ

બુઝાવ તારે હાથે લગાડેલી તારી આં આગ

ન કર  પ્રકૃતિને નષ્ટ, ઉગાડ ઝાડપાન, માનવતાથી દુર ન  ભાગ.

Armin Dutia Motashaw
કવિ હૃદય


કલ્પનાઓ નો જીવતો જાગતો નમૂનો એટલે કવિ હૃદય

તરંગો માં, સંવેદનશીલ એનું હૃદય, સર્વદા મારતું હોય ગોટા

પરાયું સુખ જોઈ એ ઝૂમી ઉઠે
પરાયા દુઃખમાં થાય એ બહુ દુઃખી

એનું હૃદય છે કોમળ અને સંવેદનશીલ , બિલકુલ મીન જેવું.

કુદરત ના રંગોમાં એ ઢળી જાય, મૌસમમાં એ  ખોવાઈ જાય

નદી ની જેમ એની કલમ વહે, સાગર જેમ તરંગો ઉછળે

ઝીલ ની જેમ એ શાંત થાય ; તો કદી ઊંચા પહાડો પર ઉડે.

પ્રીતમ ની પ્રીત માં એ ડૂબી જાય, લોહીમાં કલમ ડુબાડી રચનાઓ રચે

કવિ હ્રદય નું શું કેહવુ, સૂર્યાસ્ત વેળા એ સાગર માં સમાય

તો પૂનમનો ચાંદ જોઈ એ ખીલી ઉઠે, એની કલ્પનાઓ ની જેમ

Armin Dutia Motashaw
કહે આં ભક્ત....

ઓ સાંઈ, આમ ન  મારું જીવન બગાડ

મુજ અંતર મન માં ઊંડી શ્રદ્ધા  જગાડ

તારા પ્રેમની આગ, મુજ અંતકરણ માં લગાડ

શ્રદ્ધા, સબૂરી નો દીપ આં દિલ માં પ્રગટાવ.

મુજ મન માં, પ્રેમભક્તિ નું બીજ તું વાવ.

મને એક મનુષ્ય માં થી, એક ભક્ત બનાવ.

Armin Dutia Motashaw
કહે છે ......

"ખુદા નથી બેહરો, મોટે મોટેથી તું પોકારો કર નહી

ધીરેથી, સાચા હૃદયથી, મન ની વાત કહે, એજ છે સહી"

માટે, મારાં મનની ભલી લાગણીઓ, સાંભળજે તું જરૂર

ભજન ભલે હોય બેસૂરું, મારી  ભાવના જોજે  જરૂર

કદાચ વાગે નહી સુરમાં, લયમાં મારો કોઇ સાઝ

લખવામાં ભજન, ભુલો થાય તો કરજે નઝર અન્દાઝ.

અકળાઈ ને માંગુ જો હું તુઝ કણ ઇન્સાફ;

મારી ધીરજ ખુટી જાય તો પણ કરજે તું  મને માફ.

રિસાઈ જાઉ તો મનાવી લેજે; મને તદ્છોદ્તો ના

હૃદય થી માંગુ છું, વિનંતી સાંભળજે મારી આં.

Armin Dutia Motashaw




Hide quoted text

---------- Forwarded message ---------
From: Armin Motashaw <armindutiamotashaw@gmail.com>
Date: Fri, 17 Jul 2020, 19:18
Subject: કહે છે.....
To: <armindm54@gmail.com>


કહે છે ......

"ખુદા નથી બેહરો, મોટે મોટેથી તું પોકારો કર નહી

ધીરેથી, સાચા હૃદયથી, મન ની વાત કહે, એજ છે સહી"

માટે, મારાં મનની ભલી લાગણીઓ, સાંભળજે તું જરૂર

ભજન ભલે હોય બેસૂરું, મારી  ભાવના જોજે  જરૂર

કદાચ વાગે નહી સુરમાં, લયમાં મારો કોઇ સાઝ

લખવામાં ભજન, ભુલો થાય તો કરજે નઝર અન્દાઝ.

અકળાઈ ને માંગુ જો હું તુઝ કણ ઇન્સાફ;

મારી ધીરજ ખુટી જાય તો પણ કરજે તું  મને માફ.

રિસાઈ જાઉ તો મનાવી લેજે; મને તદ્છોદ્તો ના

હૃદય થી માંગુ છું, વિનંતી સાંભળજે મારી આં.

Armin Dutia Motashaw
કહે મીરાં,"જોજે મારી તરફ"

ન તું હકીકત માં આવ્યો;  બસ, આવ્યો કબીકબાર, સ્વપ્નો માં;

ન જાણે કેમ, રહે છે તું ચિરકાળથી, મારી યાદો માં.

શા કારણે તું છોડતો નથી પીછો મારો; કહી જા આવી કાનો માં.

વસે છે દિલમાં, અંત્કરણ માં, મારી કવિતાઓ અને ગીતોમાં.

બોલાવી તને હું થાકી; ગઈ છું હારી; બોલાવ્યો તને પળે પળે.

ઓ બેપરવાહ, તને શું; જીવ તો છે મારો; ભલે એ બળે તો બળે

તને ક્યાં છે પરવાહ, સાંભલવા મારી યાચના; મીરાં મરે તો મરે.

પ્રીતમાં અહંકાર ના હોય, પણ સ્વાભિમાન તો હોય ને; પડીશ નહિ તારે ગળે.

ઓ બેપરવાહ, ઓ બેખબર, તું મારો પ્રેમ કદી તો આંક;

આં એક તરફી પ્રેમ હોય છે કાતિલાના, આમાં તારો નથી કોઈ વાંક.

પણ તને પ્રેમ કરવામાં, દિલ ઓ દિમાગ ખોઈ બેસવાનો, મારો શું વાંક?

વળજે મારી તરફ, અગર  સ્વર્ગ ની સીડી પર કોઈ હોય જો વળાંક.

Armin Dutia Motashaw કહે મીરાં
કાન્હા  તારી  મધુર  વાસળી હવે તો વગાડ

આમ તો તેં ઉપાડયો હતો  ગોવર્ધન પહાડ;

તો દુનિયાના સઘળા દુખ દર્દ  હવે તો  ભગાડ

આમ બિચારાં નાનકડા  છોકરાઓ નુ ભવિષ્ય ના  બગાડ

એમને બી કરવા ગમે છે મસ્તી તોફાન અને લાડ

આમ તો સાયક્લોન માં ઝાડો નષ્ટ થઈ જશે; ધરાને  આમ ન ઉજાડ

હે  માનવ, તુ પણ જલદી જાત જાતના ઝાડ ઉગાડ

કન્હાં, કોરોના અને  સાયક્લોન ને  જલદ માં જલદ ભગાડ

Armin Dutia  Motashaw
કિસ્મત ક્રૂર

બિચારી એ દુઃખી માં, વિચારતી હતી, કોઈની બુરી નજર લાગી ગઈ છે જરૂર.

કે પછી આં એમન ના કિસ્મત માં, મશ્કરી હતી કોઈ ક્રૂર !

એના મીઠાં બલુડાઓ નું હૃદય, રેહતું જે પ્રેમથી ઉર પુર,

કેમ અને શા માટે થઈ ગયા જુદા અને એક બીજાથી દૂર.

શા કાજે થયા એ આમ કરવા, દૂર રેહવાં મજબૂર ?

દુનિયાની નજર બુરી, લાગી ગઈ છે એમને જરૂર.

હતાં એના બાલુડા એની આંખ ના તારા; હતાં એ એના ગુરુર.

હતી એક વેળા, જ્યારે ચર્ચા થતી એમના સંપ અને પ્રેમ ની, દૂરદૂર.

આવી એવી પુત્રવધૂ, કર્યું સત્યાનાશ સંપનું; કર્યા એમને એકબીજાથી જુદા થવા, મજબૂર.

લાચાર બની હું; મારી આંખો સામે થયાં મારા બાલુડા, એક બીજા થી દૂર !

બસ જોતી રહી હું બેઠા બેઠા, કિસ્મતનો આં તમાશો ક્રૂર !

Armin Dutia Motashaw
સાલ મુબારક હોજો તમને મારાં અતિ પ્યારા કુમી માં,

શાંત અને પ્રસન્ન સિત્ત રહેતી તુ,

મરક મરક હર હમેશાં  હસતી રહેતી તું;

રાખી મોટું મન, આસાનીથી માફ કરતી તું;

ધમકાવ્યા વગર, સંસ્કાર  ઉત્તમ આપતી તું .

દાદાર નિ  દાદગાહ માં ખુશ સદા રહેજે તું.

અમારા દિલ માં સદા વસી છે; અને ત્યાજ રહેસે તું.

ઓ પ્યારી મમ્મી સ્વિકારજે મારો પ્રેમ તું.

  MOM I LOVE YOU

તારી  અનાર
કૃપા કરજે

દાતાર, ખાલી છે ઝોળી મારી, તું એ અસીમ પ્રેમથી ભરજે.

હાથ પકડી લખાવજે; એટલી મેહરબાની મુજપર કરજે.

વિચારો સુંદર અને સુશીલ આવે એવી કૃપા કરજે.

મુજ હૃદય માં, પ્રેમ, સદભાવના, કરુણા જગાડજે.

શબ્દો નહિ જડે તો, તું જ અતિ સુંદર કાવ્ય સુજાડજે.

જગ જ્યારે જ્યારે વાંચે; એમનાંમાં સારું પરિવર્તન લાવજે.

જગમાં ભલાઈ વધે ને બુરાઈ ઘટે, એવું મુજ હાથે લખાવજે.

તારી અસીમ કૃપા આં ધરતી પર ઉતરે, આશિષ એવા આપજે

જે તું ચાહે, એ હું લખું, મારી કલમમાં ઉત્સાહ એવો જગાડ જે.

Armin Dutia Motashaw
કેહવુ છે ઘણુ બધુ, પણ શબ્દ જડતા નથી, દિલ ભરાઇ આયું છે

વ્યથા વધી રહી છે, આંસુ સરી રહ્યા છે, ગળુ ગુંગળાઇ ગયું છે

કોણે કહું મારા દિલની લાગણી, સાંભળવા માટે કોઇ સંવેદનશીલ જિગર રહયું નથી.

રાધા બિચારી, વિરહમાં તારા, રડી પણ ન શકી, વ્યથા એની, એ જ જાને

મીરાં પોતાના દિલનુ દર્દ કહિ ન શકી, ગિરિધર શિદ થઈ ગયો હતો એકદમ  ચુપ ?

મૌન ક્યાં સુધી જાળવી શકીશ, પીડા ક્યાં સુધી સહી શકીશ; વ્યથાના પણ છે અનેક રંગ રુપ,

હું મારી વ્યથા કોણે કહું, જગ પાષાણ હૃદય નુ છે, પત્થર પર  આંસુ કેમ વહાવું

આં પત્થર દિલ દુનિયામાં મને   સાંભળવા, એક  કોમળ હૃદય ક્યાંથી લાવું?

તું સાંભળ મારી વ્યથા કાન દઈ, ઓ કાન્હા, તને સંભળાવવા હું છું બેતાબ, બોલ ક્યારે  આવું?

Armin  Dutia  Motashaw
ક્યારે

કાન્હા, તું તો હતો મારો  મનમીત,

તેં તો  લીધુ હતું મારું હૈયું  જીત

તો  પછી, આવી કેવી  તારી પ્રીત?

આં તે કેવો રિવાજ, કેવી તારી  
રીત ?

મને વિરહમાં છોડી, સિધર્યો તું દ્વારિકા

પછી શું  તને ક્યારેય ન યાદ આવી તારી રાધિકા ?

ઉદાસ હતી આંખો, નિસ્તેજ ચેહરો, અને ગાલ હતા ફિકા

પણ દ્વારિકા માં હતાં રુક્મનિજી અને બહુ બધી  સેવિકા ;

સાચું કહજે, શું  તને કદી  આવી ન મારી યાદ?

તેં તો સાંભળી નહી ગોપ ગોપીઓ નિ બી  ફરિયાદ

વૃન્દાવન તારા મોહમાં, થઈ રહ્યું છે બરબાદ

ક્યારે પધારિશ કાન્હા એને પાછુ કરવાને  આબાદ ?

રાહ નિહારે રાધિકા, તું જલદી પાછો આવી જા

Armin  Dutia  Motashaw
ખતરનાક અભિમાન

જોજે, તને પણ, બીજાઓની જેમ, આં ચેપી, સત્તાનો નશો ચઢી ન જાય

ભયલા મારા, આં વાયડો ખતરનાક બહુ છે, જોજે એ તારી તરફ નહીં વાય

એ જ્યાં જ્યાં વાય છે, ત્યાં ત્યાં ત્રાસ વાર્તાવે છે, પછી તો ચોક્કસ છે પતન

માનવને એ બદલી નાખે છે, એવા પરિવર્તનથી પતન ન થાય; રાખજે એ જતન

ખતરનાક છે નશો આં અભિમાનનો, લોકપ્રિય થવાનો રાખતો નાં તું કોઈ ચસ્કો

સત્તા અને પૈસા જયાં જ્યાં હોય છે, ત્યાં માનવીઓ કામ કઢાવવા, મારે છે ખોટો મસ્કો

Armin Dutia Motashaw
જ્યારે જ્યારે પડે મને જરૂર તારી ઓ ખુદા, હાથ પકડજે મારો

જ્યારે જ્યારે હું માર્ગથી ભટકું ત્યારે આંગળી ચીંધીજે, બનજે સહારો મારો

અવગુણ છે મુજમાં અસંખ્ય, દેખી ના શકું તો દૂર કરજે ભ્રમ મારો

ઘુંચવાઈ જાવું છું, નજર થાય કમજોર ત્યારે ત્યારે, બનજે માર્ગદર્શક મારો

ડગમગી જાય જો શ્રદ્ધા ક્યારે, તો પળભરમાં પાછો જગાડજે વિશ્વાસ મારો

આખો વખત માંગ્યા કારવાની આં કુટેવ પડી ગઈ છે મુઝને, આપવાનો સદગુણ કેળવજે મારો

Armin Dutia Motashaw
ઓ પ્યારા પૈગામ્બર, હોજો તમને સાલ મુબારક

તમેજ છો, અમો સર્વ ના માર્ગ ચિંધ્નાર, અમારા તારક.

  અહુરાના છો તમે મોકલાવેલા રાહરાહબર, અગત્ય ના કારક.

ભલે પધાર્યા અમારે આંગણે, આપવા  અમને ઉત્તમ કેળવણી ,

સિખવ્યુ  જીવવાનું અમને, કેમ  મનષનિ, ગવશની , કુનશની વણી.

છો તમે , દાદારે મોકલેલું એક  અણમોલ રતન, બહુમુલ્ય મણિ .

ગાઇએ એટલેજ  અમે, સદા અહુરાના, અને  તમારા ગુણગાન.

કોમને છે એક સાચા રાહરાહબરની જરૂરત, કરો એ પુરી, ઓ ઝરથુશ્ત્ર મહાન

ઓ  વક્ષુરએ વક્ષુરાન, તમારામાં વસે છે તમારી આખી  કોમ નિ જાન.

AF  Dastur
આં સાલ, શું  નવરોઝ કે  શું  ખોરદાદ સાલ;

આજુ બાજુ, આખી દુનિયા માં, ચારો તરફ છે  બબાલ;

દુખ, મૉત, માંદગી માં જ  વીતી રહ્યુ છે આં સાલ.

આવી પરિસ્થિતિ માં તમાચો મારી ગાલ રાખવો પડે છે લાલ

માલિક મારા, ઓ  ખુદા મારા, સુધાર અમારા બગડેલા હાલ.

તારી નથી કોઇ મિસાલ, તું તો છે કમાલ

ઓ પૈગામબર મહાન, ઓ વક્ષુરે વક્ષુરાન, મુબારક હોજો ખોરદાદ સાલ

Armin Dutia Motashaw
ખોરદાદ સાલ મુબારક

તને એમની બાહોં માં લઈ, થયાં હશે માતા  દુઘદવા ( દોગ્દો) બહુ ખુશ;

પિતા પૌરુષસ્પે પ્રકૃતિ નિ સાથે મળી ઉજવ્યો હશે આં તેહવાર, ઓ  ઝરથુશ્ત્ર.

અમે બી મનાવિયે છિયે આં ખુશાલી, ખારાં દિલથી, હર સાલ.

પૈગામ્બર પ્યારા, મુબારક હોજો તમને હર એક રીતે,  ખોરદાદ સાલ.  

માનીયે કોટિ કોટિ ઉપકાર અહુરા નો, કરી આદર પુર્વક એમને નમન

અને, આં મોટી ખુશાલિમાં લઈ ભાગ, કરીયે સ્વાદિષ્ટ મઝાનું જમણ.

થઈ રહ્યું છે દુખ, અને છે ચિંતા બી ભારી, મુશ્કીલ માં છે આપરો, (તારો પણ) આં દીન.

બસ સુઝાડ્જે હર એક ને સાચી , નેક રાહ; ફરિ એક વાર, ખુબ ફુલે ફળે આં દીન.

ઍદૂનબાદ  

Armin Dutia Motashaw
એ દિવસે અમાવસ ન હતી પણ અચાનક ચાંદ અદ્રશ્ય થઇ ગયો,

અરેરે, એ એકદમ ઘનઘોર વાદળોમાં ન જાણે ક્યાં ખોવાઈ ગયો.

આમ તો અમાવસ એક દિવસ સુધી રહે, પણ મારો ચાંદ તો ખોવાઈજ ગયો

રાત અંધારી, રાહ અણજાણ, સવાર પડશે કે નહીં, એટલું બી બતાવી ન ગયો

એ તો જતાં જતાં, મારું સ્વસ્થ, શાંત જીવન સાઉ અસ્તવ્યસ્ત કરતો ગયો

કહ્યું મને ઘર છોડીને ક્યાંય જતી ના, તો તું, ક્યાં ચાલી ગયો?

અચાનક, અમાસ વગર, મારો ચાંદ ઘનઘોર ઘટાઓ માં ખોવાઈ ગયો

Armin Dutia Motashaw
ગઠબંધન

ખુરસી અને દૌલત માટે માનવ થઈ ગયો છે પાગલ

વણવિચરીએ, ખોટે રસ્તે વધી રહ્યો છે આંધળો થઈ ને આગળ.

ખોટા કર્મ કર્યે જાય છે; પંપાળે છે પોતાનો અહંકાર;

આં બધું કરવામાં, ખોઈ દે છે એ સ્વ નો સંતોષ અને મન નો કરાર.

તો પણ વધારીએ જાય છે એ એના પોતાનાં પાપ ના પોટલાં.

તબીયત એની લથડી જાય છે; રહી જાય છે, જેવાં ઇંડા વિનાના કોટલાં.

માયાજાળ માં લપેટાયેલા માનવી ને દલદલમાં ડૂબતાં લાગતી નથી વાર

દાનવનો જોરદાર અને કઠોર હોય છે આં માનવઓ પર પ્રહાર.

દાતા, સદા બચાવજે અમને આં દાનવના પ્રહારથી, થાય ન અમારું પતન.

માંગુ એટલું, બસ કરી લે અમારી સાથે, એક અતૂટ ગઠબંધન.

Armin Dutia Motashaw
ગડમથલ

જીવન ની  ગુંચવણ નથી સંભાળી શક્તિ હું,  ઓ દિનાનાથ;

હિમ્મત આપ, આપ તારો પ્રેમાળ  હાથ,  અને તારો  સાથ.

નાતવાન થઈ ગયું  છે શરીર, મજબુતીથી  પકડજે  મારો નબળો હાથ;

એમ પકડજે, જેમ પકડીયો હતો કૃષ્ણ એ  પાર્થ નો હાથ.

જીવન માં ગડમથલ જવાનું  લેતી નથી નામ, ભિષણ છે એની બાથ;

આવે છે આં જીવન માં સંકટ અણે કેટલી એ ઘાત

ખમવા પડે છે ન જાણે કેટલા ય તોફાન અણે જાત જાત ના આઘાત

આપજે સદા મને , ઓ દિનાનાથ, આં તારો મજબુત પણ  પ્રેમાળ હાથ;

તો  હસતાં હસતાં આપી શકું હું સર્વ સંકટોને, આસાની થી  માત

Armin Dutia Motashaw
ગાવું છે આજે

દિલના ઊંડાણથી, હૃદયના તાર ઝનઝની ઉઠે, ગળું ખોલીને મને, ગાવું છે આજે

રોમ રોમ સળવળી જાય, આત્મા મારો તૃપ્ત થઈ જાય, એવું ગાવું છે આજે

રાગ રાગીણી વગર પણ, સુર જરાયે ન ભટકે, અતિ સુંદર રીતે, ગાવું છે આજે

દિન યઝદ, માં શારદા સરસ્વતી નું સદા મુજ ઉપર વરદાન રહે, એવું ગાવું છે આજે.

ઓ દિલ મારા, ગુરુજી ની અનુપસ્થિમાં પણ એમને યાદ કરી, એમના આશિરવાદ લઈ, મને ગાવું છે આજે.

વિચારે છે "અનાર", બધું ભૂલી વિસરીને, દિલ ખોલીને, કાઈબી કરીને, મને ગાવું છે આજે

Armin Dutia Motashaw
ગુરુ પૂર્ણિમા

મારા બધા ગુરૂજીઓ ને મારા માનભર્યા પ્રણામ.

નિત્ય પ્રેમભાવ થી લઉં છું હું, તમારું બધાનું માન ભર્યું નામ.

કરું છું પ્રેમાંજલી, શ્રદ્ધાંજલિ અર્પણ, જેમને આપ્યો મને જનમ.

સર્વ પ્રથમ ગુરુ આપના માટે આપણા માત પિતા, એમને ખૂબ ખૂબ નમન.

હર એક વ્યક્તિ જેમને આપ્યા મને સારા સંસ્કાર, એમને હેત ભર્યા પ્રણામ.

મારાં જર મમ્મી, બાબા, રામ્યાર, રોડા આંટી, ડાહી, ભૂપેન્દ્ર સર, લઈ શકું નહિ બધાં નામ;

પણ અંતર થી માનું છું હું તમારા બધાનો, ખૂબ ખૂબ આભાર.

સ્વીકારજો મારા પ્રેમભર્યા પ્રણામ અને અંતર થી માનેલો, આદર ભરેલો, આભાર.

Armin Dutia Motashaw
ગુંચવણ ઉકેલ અમારી

ગુંચવાઇ ગઈ છે જિંદગી એવી; માનો ગુંચ પડી હોય લટો માં ગેહરિ

કેવુ સુંદર હતું જીવન;  હતું ઍ ખુશાલ, બિન્દાસ્ત અને લેહરિ .

તબાહ થઈ ગઈ જિંદગી, માનો લટો નહિ, સાપોના ગુંચડાં હોય  જેહરિ.

દાતા, સુજાડ કોઇ ઉપાય, આપજે એક કાંસકો જાદુઇ સરસ;

શાંતિથી કાઢે જે ગુંચ, તો પસાર થાય સુખથી, બાકીના શેષ વર્ષ.

બહારમાં ખીલે  ફુલો અસંખ્ય, સાવનમાં વર્ષાથી  મટે તરસ.

Armin Dutia  Motashaw
ગૂંગળામણ

હવે તો જીવનમાં થાય છે રીતસરની
ગૂંગળામણ, જાને અચાનક પ્રાણવાયુ ગયો છે ઘટી આં ધરા ઉપર

માનવ, માનવના અસ્તિત્વને માનો રૂંધે છે, મનમાં ઉકળાટ એટલો વધી જાય છે, જાણે હોય એ, એક પ્રેશર કુકર

પણ અહીં એક તકલીફ છે મોટી; અહીં સીટી નથી વાગતી, બસ જાય છે કુકર અચનકજ ફાટી.

માનવને વિચાર આવે છે, આટલું બધું દુઃખ ખમી સારું રહેવું, કે બની જવું જોઈએ લાવા ફેંકતી, અગ્નિ સ્વરૂપ માટી ?

માનવ, મનમાં ને મનમાં એની અસંખ્ય લાગણીઓને રાખી મૂકે છે, ચુપચાપ, દેય છે એને દાટી

આવામાં ન સંગીત કામ આવે છે, ન પ્રાણાયમ ન આરતી અર્ચના, મળતી નથી શાંતિ એના દુઃખી મનને; બસ વધી જાય છે એની ગૂંગળામણ

દિવસે દિવસે ઘટવાને બદલે વધતો જાય છે બોજ મણ-મણ; ઘવાઇ, જખમી થાય છે એનું કોમળ મન

હળવો ન થઈ શક્યો આં બોજ, આં પીડા વધતી ગઈ; ન મદદ મળી માનવની, ન સહાય ભગવાનની;

હવે એ નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો, પરવા ન હતી એને પોતાની, પારકાની અથવા એને એની જાનની.

કોણ આપશે એને મદદ, કોણ થશે એનું હમદર્દ; ભગવાન, જલદી મોકલ એને માટે થોડુંક પ્રાણવાયુ

તંગ થઈ ગયો છે એ, આં માનવીઓની અમાનવીય રિતભાતથી; તંગ છે એની નસ નસ, એનું હર એક સ્નાયુ.

ઘૂંઘવાતો એ સાગર છે, સુનામી ન આવે જીવનમાં એના, એવી પ્રભુને, સવિનય પ્રાર્થના અને યાચના છે

હે વાંચક, કલાકારનું દિલ નાજુક હોય છે, તું દિલથી વાંચજે, એની આં દર્દભરી, હૃદય ના તાર હિલવી નાખે એવી રચના

એની જગ્યા પર ખુદને બે ઘડી મૂકીને જોજે, મહેસુસ કરી જોજે એનું દર્દ, એની યાતના.

તારી બી આંખોમાં થી વહેશે અશ્રુ સ્ત્રોત; જેમ આંસુ બની, ચુપચાપ દર્દ એનું વહે છે, હર રાતના.

Armin Dutia Motashaw
શું આં સહી છે ?

આમ તો માનપૂર્વક કહે તને ગૌ માતા;

પણ ક્રૂર બહુ હોય છે, તારો પાલક દાતા.

તારું બિચારું વાછરડું, ટીપા દૂધ માટે તરસે;

જ્યારે દૂધ, દહી, ઘી માલિકના ઘરમાં વરસે.

થાય જ્યારે ઘરડી તું, નકામી એમને લાગે.

ખોરાક ન આપતાં, તારાથી દૂર તારો માલિક ભાગે.

છોડી દેય તને રખડતી, રઝળતી, પૈસા બચાવવા પોતાના

અથવા કસાઈ ઘર છોડી આવે મરવા; આપે નહિ તને ચારો કે દાણા.

સાચેજ એકલ્પેટો, મતલબી ને ક્રૂર હોય છે માનવ.

પોતાનો મતલબ હોય ત્યારે, ઘડી ભરમાં બની જાય છે દાનવ.

આં માનવ તરછોડે છે પોતાના માં બાપને, સગાં સ્નેહીઓ ને

તો તને માતા કેહવા ખાતર કહેનાર, ક્યાં પાળવાનો પોસ્વાનો તને?

Armin Dutia Motashaw
સુના હાથોમાં મારા હતાં નહીં આજે મારાં પ્યારા લાલ(બંગડી) ચિતલ;

કદાચિત એટલે જ જલાવી રહી હતી મને આં પૂર્ણિમાની ચાંદની શીતળ

આં લાલ ચિતલ વગર લાગે છે મારાં હાથોનું આં સોનું, બની ગયું છે પિત્તળ

દેવ દિવાળીએ, પૂનમના ચંદ્રમાંનું છે આજે ગ્રહણ, અને નદીના નીર છે તેજ અને ચંચળ

ઓહાપો આં કેવો આવ્યો જીવનમાં, તારા મૌત પછી રોજ મરું છું હું તલ-તલ

અચાનક રસભરેલું સફળ જીવન લાગે છે નીરસ અને નિષ્ફળ

અને તું, કહીં દૂર બેઠો આકાશેથી જોતો હશે, કેવી દઝાડે છે મને આં ચાંદની શીતળ.

અનાર

Armin Dutia Motashaw
ઘડપણ

ઘડપણ સિખવે છે માનવને, ઘણું બધું, જે સિખવતિ નથી એને જવાની;

કારણ, જવાની તો હોય છે તોફાની, મસ્તાની અને સાચું કહું તો, થોડી  દિવાનિ

આં ઘડપણની પીડા, કમજોરી, બેબસિ, તે અને  મે, ઘરડી  થઈને જ જાણી .

ઘડપણમાં, નાતવાન હાલતમાં લાગે છે આધિનતાનો, એક ભયાનક આભાસ

બે-ચાર ડગલાં ભરીએ, ત્યાં તો વધી જાય છે હૃદયના ધપકારા, ચઢી જાય છે શ્વાશ

કમજોર તન, કમજોર મનની સાથે ડગમગી જાય છે ઘણું બધું, ખાસ કરી, આત્મવિશ્વાસ.

ક્ષિન થઈ જાય છે જીવન ડોરી, માનવ થઈ જાય છે નિર્બળ, છોડી દે છે આશાની ડોર

આં ઘડપણ વીતે શાંતિથી , પ્રેમથી, રહે સ્વાસ્થ્ય બરકરાર, ઘટી જાય નહિ બધુ તન મન નું જોર

છોકરાઓ આપે પ્રેમ અને આદર, રાખે કાળજી, બસ નાચતો રહે મન-મોર.

Armin Dutia  Motashaw
ઘડપણ ઘેરે ત્યારે

અરે પાછું ચાલુ થયું આં મારું કામ કાજ

વિચારું છું, કેટલા બુલા ભરાશે આજ

બહુ બેસુરું છે આં; વિના સુર કે સાઝ

લાગે જાણે હોય નાની, વિના વીજની ગાજ.

વળી પાછી, છાતીમાં વધી રહી છે દાઝ

આવે છે બસ બેસૂરા અવાજ વિના કોઈ અલ્ફાઝ

આ થાય ત્યારે જીવ અકળાય અને બહાર જતાં આવે લાજ

વિચાર આવે, આં હાલત માં શું કહેશે સમાજ

અરે ઘડપણમાં તો આં ઘણાને થાય, આં છે ઓડકાર નો અવાજ

આટલી ગેસ, આટલો વાયુ, એક બુલો તો ભરાય જાય આજ.

Armin Dutia Motashaw
ઘા

ક્રૂર શબ્દો છેદી નાખે છે તન મન ને

બાણ કરતાં વધુ દર્દ આપે છે એ દિલ ને

રૂઝાઈ જાય ઘાવ બાણનો, ત્યારે આરામ થાય પછી શરીરને.

પણ વાણીનો ઘા, છેદિ ભેદી નાખે; કોરી નાખે હ્રદય ને.

જીભ છે એક તલવારથી તાકાતવર ઓજાર

એનાથી થઈ શકે ભયંકર ઘા , વારંવાર.

વિચારી ને બોલજો, મીઠાસ ભર્યું બોલજો.

જો તમને સાંભળવા ના ગમે એવા શબ્દ હોય, તો એમને તોળજો.

પછી વાણી ઉચ્ચાર જો, કોમળ હૃદય પર, વાણી ને મરહમ બનાવજો

કરતાં નહિ કોઈ ના કોમળ હૃદય પર ઘા કે વાર

સ્વીકારજો આં વાણી ઉપર અંકુશ નો પાટકાર.

Armin Dutia Motashaw
ચાલો થોડુંક વિચારીએ આજે

માતાની સાથે જોડાયેલી, કપાઈ જાય છે જેમ જન્મતાજ શિશુની  નાભિ,

થાય છે એવીજ હાલત, જ્યારે થઈ જાય છે ભાઈ વિદાય અને રહી જાય છે એકલી, ભાઈ વિનાની ભાભી.

સ્નેહી સંબંધીઓ, ગભરાય છે યા કતરાય છે; જુવે છે જમણી બાજુ જો ભૂલેથી દેખાઇ જાય ભાભી, ડાભે

માનવ કેટલો સ્વાર્થી થઈ શકે છે, કેટલો જલ્દી બદલાઈ જાય છે; શું તું આં દૃશ્યો જુવે છે, બેસી આભે?

રિષતાઓ ભુલાવી બેસે છે લોકો કેટલી સહજતાથી, સરળતાથી; કાઈ રહ્યું નથી, બોલું શું હું હવે આગળ

જઝબાત છે દબાવી રાખેલા, પણ આંસુ બની, ઉમટી પડે છે કયારેક ક્યારેક; ભલે દેખાય બહારથી કોરું, આં કાગળ.

માનવને સહારાની જ્યારે સૌથી વધારે જરૂર હોય છે, ત્યારે ખાલી તમારો હાથ મુકજો એને ખભે

તમારી સલાહની એને જરૂરત નથી જરાયે; સલાહ તો હોય છે મફત, માનવોના લબે લબે.

બે બોલ એવા બોલીએ, કે શાંતિ મળે એ દુઃખી સ્વજનોને, પીડા એમની ઘટે થોડી

આં બાબતે, ચાલો થોડુંક વિચારીએ આજે; તમને બધાંને, વિનંતી કરું છું હું, કર જોડી

Armin Dutia Motashaw
Next page