હાલરડું
યા ખુદા,
વર્ષોથી મીઠી નીંદર આવી નથી, આજે મારે માટે, તું હાલરડું ગા એક
ઊંઘ એ સૌની જરૂરત છે, તડફદૂ છું રોજ રાતે; કોરી જાય છે રાતો અનેક
જ્યારે સૂતી હતી ચાદર તાણી, પળભર માં આવી જતી હતી નીંદ ઊંડી, ગહેરી
ત્યારે કુંભકરણ કહેતા લોક મને લાડથી; સ્વભાવ હતો મારો મસ્ત, લહેરી.
આજે તો તું આવી, હાલરડું ગા, તો આવે ફરી એકવાર નીંદર મીઠી, મધ જેવી;
હવે તો હું સાચેજ ભૂલવા લાગી છું, ગહેરી નીંદ હોય છે કેવી
એકવાર ફરી, મધ મીઠું હાલરડું સાંભળી, ભર ઊંઘે, ઘસઘસાટ સુવું છે મને
એટલા માટે, હું પુકારું છું, તહે દિલથી, વિનંતી કરું છું, આજે તને
Armin Dutia Motashaw