HAPPY GUJARAT DAY
અહીં, સદા શાંતિ, ખુશાલી, પ્રગતિ, આબાદી બની રહે
જ્યાં તાપી, નર્મદા, સાબરમતી, માહી જેવી નદીઓ વહે
જ્યાં ઇરાનશાહ, દ્વારકાધીશ, શિવજી, મહાવીર, સ્વામિનારાયણ વસે
ગાંધીજીનું ગુજરાત, વલ્લભભાઈનું પણ; નમુ અહીં આવતા, મલક મલક હસે.
ગુજરાતીના હૃદયમાં ગુજરાત વસે, એ છોડી, ઓ ગુજુ તું ક્યાં જશે ?
જવું પડે તો એ, જ્યાં જ્યાં ગુજુ વસે, ત્યાં એક નાનકડું ગુજરાત વસે
Armin Dutia Motashaw