Submit your work, meet writers and drop the ads. Become a member
May 2023
😡

અગ્નિ વર્ષા

માનવની મૂર્ખતાને લીધે, આગ વરસાવી રહ્યું છે ગગન

પોતાના સ્વાર્થ માટે, લોભ, લાલચ માટે, એને ઉજાડ્યું આ સોહામણું ચમન


મૂર્ખ માનવે જો સાચવી હતે લીલોતરી, તો એને આજે દઝાડતે નહીં, આં અગન

શા કાજ, આટલું સ્વાર્થી અને ચંચળ બનાવ્યું છે ઓ દાતા તેં, આં માનવ મન ?

પોતાનો ફાયદો થાય જ્યાં, ત્યાં માનવ ભૂલી જાય છે, ધરતીને સાચવવાનું, તને દીધેલું વચન

પણ ભગવંત, દાઝે છે ગરીબના પગો, એને તો આપજે થોડી ઠંડક, ભલે હોય એ ક્ષણ બે  ક્ષણ !

અમને આપજે સદ બુદ્ધિ, વાવીએ ઝાડો અસંખ્ય; કોઈ એક વાવે, તો કોઈ ડઝન બે ડઝન.

Armin Dutia Motashaw
Please log in to view and add comments on poems