આજ ની મીરાં
શું, સાચા અર્થ માં હતી, એ આજ ની મીરાં ???
એની કથા સાંભળી, મારા આંસુ પડતાં નથી ધીરા
નાની નટખટ લાડલી બધાની હતી આં મીરાં.
ચારે ભાઈ બહેન હતા આં કળયુગ ના હીરા.
થોડી મોટી થઈ, ડોક્ટરી શીખવા ગઈ એ જ્યારે;
કૃષ્ણ એને મળ્યો, એની કોલેજ માં ત્યારે;
પ્રોફેસરના એ પહેલા લેકચરમાં, મીરાંને પ્યાર થયો ત્યારે.
સ્વપ્ન હતાં રંગીન, તરંગો જાગ્યા અનેક; નજર મળી જ્યારે.
મન ડોલી ઉઠ્યું, દુનિયા એની અચાનક થઈ ગઈ રંગીન;
સંભળાતી હતી એને મીઠી બિન; નાચતીએ સપેરાની બની નાગિન .
પણ કુદરતને હતું નહિ આં મંજુર, થઈ એ અતિ ગમગીન.
આં મામલો બની ગયો ગમખ્વાર અને સંગીન.
દુનિયા જાણે છે, એક તરફના પ્યારને, કદી મળતો નથી જશ
મીરાંના જીવનમાંથી ઉઠી ગયો બધો જ રસ કસ.
વિચારી લીધું એને, હવે ડોક્ટર બની સેવા આપીશ બસ.
એટલે હવે એને, સિખવામાં ખૂબ લીધો રસ.
ડીગ્રીઓ હાંસલ કરી, હોસ્પિટલ ખોલી; આપ્યું એને, એના કૃષ્ણનું નામ.
મીરા કબીરના ભજન વાગતા બધી રૂમોમાંથી; હતું સંગીત એક બામ
આં સંગીત, અને મીરાની આરાધનાથી મળતો દર્દીઓને ઘણો આરામ.
વર્ષો પછી આં ઘટનાનો આવ્યો એક સુખદ અંજામ.
હોસ્પિટલમાં થતાં સંગીતના ફાયદા; અને સંગીતથી નીકળતા એના ખર્ચા.
પ્રોફેસરે, એક દિવસ ન્યુઝમાં સાંભળી, આં હોસ્પિટલની ચર્ચા.
પોતાના નામની હોસ્પિટલની થઈ રહી હતી અહીં વિચારણા
જોયું તો આં તો હતી એમની તેજસ્વી શિષ્યા ની ચર્ચા.
હવે, એક દિવસ, પહોંચ્યા પ્રોફેસર, મીરાંને મળવા એના ઘર.
પ્રભુના પવિત્ર પગલાં પાડયાં આજે, એમની જોગણને ઘર.
એમને જોઈ, ખુશી અને વિભોરતાથી મીરાનો રૂંધાઇ રહ્યો સ્વર.
સતકાર કરતાં અશ્રુધારા વહી રહી હતી; તૂટી ગયો આજે બંધ; પધાર્યા છે પરમેશ્વર.
પગે પડી, ચરણ રજ માથે ચડાવી, મીરાં થઈ ગઈ મોહનમાં મગન.
દર્શન પામી એમના, શમી ગઈ આજે, એની વર્ષોની આગ, અગન.
પ્રોફેસર પોતાની તસવીરો જોઈ થયા ચકીત; એક મંદિર બનાવ્યું હતું મીરાએ, એનું ઘર આંગણ.
પ્રેમ અશ્રુ વર્શી રહ્યાં હતાં બન્ને બાજુ, મુગ્ધ થઈ બેઠા રહ્યા; આશીવાદ વરસાવતું હતું ગગન.
આં યુગમાં, મીરાં ને આજે મળી ગયો હતો એનો મન મોહન.
Armin Dutia Motashaw