Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2019
વસંત ની પધરામણી થઇ; આવ્યો કુંપળ નાજુક લઈને નવરોઝ.

પણ ઠંડક ઓછી થયાં નો થોડો રહશે મને અફસોસ.

જમશેદ પડશાહે કરી હતી એની શરૂઆત

જાણે છે બધાં આં મહાન પાદશાહ ની વાત.

લોકો ભેગાં મળીને જોવા જશે પારસી નાટકો અને "શોઝ"

આં રીતે એક બીજાની સાથે આવે ફેમિલી ઓ "ક્લોઝ".

કુટુંબ, કોમ મળી હળી ને રહે, તો થાય કોમ ની પ્રગતિ.

ઝગડાઓ, મત ભેદો થી આવી રહી છે આપ્રી અવગતિ.

ચાલો નવરોઝ પર લઈએ એક પ્રણ; મતભેદ બાજુ રાખી થૈયે એક.

કોમ ની ભલાઈમાં જ છે, આપણી ભલાઈ; અનેક માં થી બનીએ એક.

તમને બધાંને આં નવરોઝ ઘણો ઘણો મુબારક.

કોમની, આપણી, બધાની થાય વૃદ્ધિ, વધે રોજી રજક.

Armin Dutia Motashaw
  291
 
Please log in to view and add comments on poems