Submit your work, meet writers and drop the ads. Become a member
વિચિત્ર

માનવ છે  ગુંચવણ્ભર્યો, સાચેજ ઘણો વિચિત્ર

કહે  એને પોતે બનાવ્યું, જો બને સારું એનુ ચિત્ર

ખુશાલિ થિ  છલકાય, મહકે, પહેરી મોંઘુદાદ ઇત્ર

ન જાણે ક્યાથી આવી જાય એનામાં અભિમાન અને જોશ.

પણ  બને જો ચિત્ર ખરાબ, તો  કાઢે બીજાનો દોષ

આવું કરવામાં, છે એ માહેર, ખરેખર બાહોશ.

વિચાર્યું છે કદી તમે, આં બિમારી માટે, એના ઉપાય માટે ?

તોળે નહિ એ એની  ભુલ, કરે નહિ એ ન્યાય, ધરમ નાં કાંટે.

પછી ડંખ્તા આંતકરણ સાથે જાય એ, આં પાપ ધોવા, ગંગા ઘાટે.

શું માનો છો તમે પણ, કે માનવ છે વિચિત્ર???

Armin Dutia Motashaw
વિનંતી

આપજે તું તારો પ્રેમાળ હાથ, કરજે સદા મને પ્યાર;

મૌત આવે તારે રેહજે તું મારી સાથ, ઓ મારા પર્વર્દેગાર.

તું તો છે પ્રેમ નો ભંડાર, અમારો એકમાત્ર આધાર

આવે જ્યારે વિદાય ની વેળા, છોડું હું જ્યારે આં સંસાર;

આવી તારે, રેહજ ખડો, વિનંતી કરવી ન પડે વારમ વાર.

શ્રદ્ધા, સબૂરી જાળવી શકું, કરી શકું તને ખૂબ પ્યાર,

આપજે એવા આશીર્વાદ;  કે નૈયા મારી પહોંચે પેલે પાર.

Armin Dutia Motashaw
વિનંતી કરૂ છુ, કર જોડીને તને
હસ્તી રમતી ઉપાડી લેજે તું, મને.
હવે દુઃખ સેહવવાની તાકાત નથી મુજમાં
સ્વીકાર કરે એવો વિશ્વાસ રાખું છું, તુઝમાં.

અંત સમયે હાથ પકડી, લઇ જવા આવજે તું.
આંખો બિછાવી, તારી રાહ જોઇશ હું.
સુંદર સંગીત ના સુર રેલાતા હોય હવામાં;
પછી વાર કેટલી, ઇન્દ્રધનુષમાં વિલીન થવામાં.

ન કાઈ ફરિયાદ, ન કાઈ ચિંતા, ન ડર;
આવીશ હું, બેઝિઝક, થઈને નીડર.
સાથ હોય જ્યાં તારો, અને વિશ્વાસ હોય તુઝમા;
તો આવવાની તમમણના
જાગેજ મુઝમાં.

Armin Dutia Motashaw
ઓ પાક પર્વર્દેગાર્ ,
હોજો તમને અમારા નમન

ઘણું વ્યથિત છે અમારું મન

સ્થિતિ છે અમારા પરે, કર તું આગમન

ચૂપ ન રહે તું, જોઈ ને આં ધરમ નું પતન.

અનાર
શબ્દ

શબ્દો તારે

શબ્દો મારે

શબ્દો જીવાડે

શબ્દો વાપરવા પેહલા તું જરા એનો અંજામ વિચાર.,...

હિમ્મત અને આશ આપે એવા શબ્દ બોલ, નૈયા કોઈની લાગશે પાર.

અગર તારા શબ્દ કોઈ ને કરે નિરાશ કે દુઃખી, તો થશે તારી બી હાર. મરતા ને તું ન માર.

આપશે તું પ્રોત્સાહન અને પ્રેમ તો માનવ માત્ર એક આશ પર જીવી જશે. સમજ તું શબ્દો નો સાર

Armin Dutia Motashaw
શબ્દ

એક વખત, જ્યાં છલકાતો હતો શબ્દોનો મહા સાગર;

ત્યાં સુકાઈ રહી છે સરિતા, જાણે ખાલી લાગે છે, આજ ગાગર.

આમ કેમ થઈ ગયું, વિચારે છે બિચારી મધુમિતા !

અચાનક, ન જાણે કેમ, શબ્દોની સુકાઈ ચાલી છે સરિતા;

ન જાણે કેમ, પણ લાગે છે, લાગી ગઈ છે કોઈક ની નજર

આમ, અચાનક કેમ ઘટી રહી છે કવિતા ની મીઠી અસર !

જડતા નથી શબ્દ મને, જે હૃદય ઢાળવા માંગે છે;

ચિત્રકાર ની પીંછી, આજે બેરંગ આમ કેમ લાગે છે ?

શબ્દો ની માનવ હૃદય પર પડતી હોય છે, ગહેરી, ઊંડી અસર.

અરે વાંચક શબ્દ તો છે બેશુમાર, શબ્દોની ક્યાં છે કોઈ કસર ;

પણ માં શારદા સરસ્વતી, આજે કેમ શબ્દો મને સુજતા નથી;

એકાએક ધીમી પડી ગઈ છે મારી અનમોલ કલમની ગતી.

લાગે છે મને આજે કાવ્યમાં આં, કાઈક કમી , જાણે છે એ નીરસ;

જે સાચે જ લાગવું જોઇએ મજેદાર અને સરસ.

આવો માં, પધારો તમે, પકડી હાથ મારો, લખાવોં ને ;

કાગળ કલમ પ્રસાદી જે તમારી, મારા મન ના દ્વાર, ખોલો ને!

Armin Dutia Motashaw
શરદ પૂનમ

ચંન્દ્ર ખીલશે આજ રાત, તારાઓ સંગ આવશે એની બારાત

પણ મારો ચાંદ દેખાશે નહિ મને; એકલી રાહ નિહારિશ આખી રાત

ઓ ચાંદ, કહેજે મારા ચાંદને, એ દર્શન આપે મને, સોહામણી છે રાત

વાટકી ચાંદીની લઈ, દૂધ પૌંઆ સાથે રાહ નિહારિશ એની, આજ  રાત.

આવશે જયારે એ, ફૂલોની વર્ષા કરીશ; મહેકશે આખો જમુના ઘાટ

નૈનો બંધ રાખી, પ્રીતમનું સ્વાગત કરીશ દિલથિ, પકડી એમનો હાથ

નૈનો બિછાવી રાહમાં  પ્રીતમ, જોવું છું કાગ ડોળે હું તારી વાટ

દ્વારિકા નો નહિ,તું મારે માટે રહેશે મોહન, મારાં દિલનો સમ્રાટ  

AF  Dastur
શા કારણે

નાજુક હ્રદય માં મારા, ભોંકાય છે આજે શૂળ.
મુરઝાઇ રહ્યું છે મારા હ્રદય નું કોમળ ફુલ.
હે ભગવાન, એવી તે શું થઈ મારી ભૂલ ?

શાખ થી છૂટું પડી રહ્યું છે નાજુક ગુલ.
મન હવે થતું નથી, આનંદિત કે પ્રફુલ.
આં વિશાળ વડના, હિલી રહ્યા છે મૂળ.

ચહેક્તા નથી બાગમાં હવે, કોયલ, ગુલ અને બુલબુલ.
ઘટી રહ્યા છે બાગમાં ફુલ, અને વધી રહ્યા છે કંટક અને શૂળ
શા કારણે, બદલાઈ રહી છે, આટલી તેજીથી આં દુનિયા સ્થૂળ ?

Armin Dutia Motashaw
શાંત

ડરતો નહીં, સારું હોય છે એકાંત

રાખજે તારું તન મન શીતળ અને શાંત.

લઈ ઈશ્વરનું નામ, માંગજે બધાનું સુખ

સૌ મંગલ થાય જો એમનું નામ હોય આપણે મુખ.

Armin Dutia Motashaw
શીખવે બંને

કાગડો હોય છે જાડો અને કાળો, અને કોયલ રાણી તું પણ હોય છે કાળી;

પણ અવાજ માં તું છે સૂરો ની રાણી; મીઠા રાગ છેડનારી, સાવ નિરાલી

બિચારા કાગડા ની કા-કા થી, આપણી દુનિયા જાય છે કંટાળી

અને તારા મધુર સૂરો થી તન મન ડોલી ઊઠે, ઓ સૂરો ની રાણી

પણ સારું વર્તન બી છે ઘણું જરૂરી, કોયલ કરે ઈંડા કાંડ, કેવળ બોલે મીઠી વાણી

કાગડો કરે કકળાટ ભલે, પણ કરે એ પર્યાવરણ સાફ, ગંદકી માં મનાવે ઉજાણી;  

શીખ મળે છે બંને થી; પણ શું શીખવું એ આપણી ઉપર છે નિર્ભર; એકથી શીખવું જોઈએ વર્તન, બીજાથી વાણી.

Armin Dutia Motashaw
શુભ દિપાવલી

હતી એ એક કાજળ કાળી, અમાવસ્ય ની રાત;

પણ આજે કંઈ અનોખીજ હતી આં રાત ની વાત

થવાની હતી આજે પ્રભુ સાથે બધા આયોધ્યાવસી ઓ ની મુલાકાત

ભરત ને મળવાનો હતો સીતાજી, રામ, લક્ષ્મણ નો સાથ

અયોધ્યા નગરી ઝળહળી રહી હતી દિવાળી ના દિપકો સાથ

દીપકઓ ને આપ્યો હતો, ફૂલો અને રંગોળી એ સંગાથ

આં દિવાળી પણ એવી જ હોજો, કૃપા કરજો હે જગ્ગણનાથ.

સંસારપર વરસાવજો અમી ને આશીર્વાદ; શુભ થાઓ આં દીપાવલી ની રાત.

શુભ દિપાવલી અને નૂતન વર્ષાભિનંદન પાઠવનાર

Armin Dutia Motashaw અને પરિવાર
શું આં સહી છે ?

આમ તો માનપૂર્વક કહે તને ગૌ માતા;

પણ ક્રૂર બહુ હોય છે, તારો પાલક દાતા.

તારું બિચારું વાછરડું, ટીપા દૂધ માટે તરસે;

જ્યારે દૂધ, દહી, ઘી માલિકના ઘરમાં વરસે.

થાય જ્યારે ઘરડી તું, નકામી એમને લાગે.

ખોરાક ન આપતાં, તારાથી દૂર તારો માલિક ભાગે.

છોડી દેય તને રખડતી, રઝળતી, પૈસા બચાવવા પોતાના

અથવા કસાઈ ઘર છોડી આવે મરવા; આપે નહિ તને ચારો કે દાણા.

સાચેજ એકલ્પેટો, મતલબી ને ક્રૂર હોય છે માનવ.

પોતાનો મતલબ હોય ત્યારે, ઘડી ભરમાં બની જાય છે દાનવ.

આં માનવ તરછોડે છે પોતાના માં બાપને, સગાં સ્નેહીઓ ને સહી છે ?

તો તને માતા કેહવા ખાતર કહેનાર, ક્યાં પાળવાનો પોસ્વાનો તને?

Armin Dutia Motashaw
શું તમે મુરખ માનવી છો???

મુરખ માનવીઓ, સ્વાર્થી માનવીઓ  કરી રહ્યા છે આં ધરાનું સત્યાનાશ

એમના તરફથી ફરજની, માલિક મારા, મે તો છોડી દીધી છે બધીજ આશ

ઝાડો રોપવાને બદલે, વાવવાને બદલે કાપી નાખી, કરે છે આં  મુરખ ઓ, આં  ધરાનું સત્યાનાશ

"એક કાપે તો દસ વાવજે", એવું કહેવાય છે, પણઆં માનવ તો કાપતો રહે છે, બની બેફામ

કાશ એ સમજી શકતો હતે એનાં દુષ્કૃત્યો નો, આં ખતરનાક કૃત્યોનો અંજામ

આવતી પેઢીને પ્રાણવાયુના પડશે સાંસા, જેમ કોવિડમાં પડ્યાં હતા હર શેરી માં, ગામે ગામ

વિચારો કૃપયા કરી, માઈલો લાંબી છે આપણી સડકો અને રેલવેની પટરિયો; વાવી શકાય છે ત્યાં ઝાડ

આપણા ખેતરો આજુ બાજુમાંબિ વાવી શકાય અનેક જાતિ પ્રજાતિના ઝાડ; વપરાય થોડોક પહાડ (બિ)

પવનમાં લહેરાતાં, લીલાં છમ ઝાડો, ફળ ફુલ આપશે એનાં માલિકને, એમના કુટુંબને, બની હર
ખેતરની વાડ.

જાગ માનવ, તારાં માટે નહીં, તો તારાં પ્યારા બલુડાઓ માટે તો જાગ; છોડી દે, થોડોક તો સ્વાર્થ

ચાલો આપણે બિ થોડી ભલાઇ કરી લઈએ, ભલે આપણે નથી કોઈક પરમ ભક્ત, કોઇ કૃષ્ણ ના પાર્થ;

પણ આપણે આપણાં વહાલાંઓ માટે કરવાનું છે આં અગત્યનું કૃત્ય, નથી આં કોઇ પરમાર્થ.

Armin Dutia Motashaw
શું તું  મારો એજ ભાઈ છે?

એક બેન ની વ્યથા......

જેને બેન ને, અંતર ના ઉંડાણ થી ચાહી હતી; શું તું મારો એજ ભાઈ છે?

જે મારી રાખડી પ્રેમ થી બંધાવતો હતો  વર્ષો વર્ષ; શું તું મારો એજ ભાઈ છે?

જેને સદા મારો પડિયો બોલ ઉપાડીયો હતો; શું તું મારો એજ ભાઈ છે?

આપણો પ્રેમ જોઈ ખુશીથી છલકાતું હૈયું માત પિતાનું; શું તું મારો એજ ભાઈ છે?

સુખમાં, દુખમાં તને સૌથી પહેલી યાદ આવતી જે બહેન; શું તું મારો   એજ ભાઈ છે?

લાખોમાં એક એવી ભાઈ બહેન ની જોડી જે હતી; શું તું મારો એજ ભાઈ છે?

કોઇને ન કહેવી હોય એ વાતો ખાલી મને જ જે કહેતો; શું તું મારો એજ ભાઈ છે?

બધાં કહેતાં, કે ભાભી આવવાથી તું બદલાઈ જઈશ; ત્યારે હું એ માનતી ન હતી; શું તું મારો એજ ભાઈ છે?

સમય સાચેજ છે બળવાન; અથવા જેના ઉપર આંધળો વિશ્વાસ હતો, એ ગયો બદલાઇ; શું તું મારો એજ ભાઈ છે?

પિતાના અવસાન પર, જેને  પિતા તુલ્ય માન્યો હતો, એને   દિલાસો પણ ન આપિયો; શું તું મારો એજ ભાઈ છે?

કોઇક દિવસ, નિરાંતે, દિલ ને તારા તટોલજે, અને કહેજે મને કે શું તું મારો એજ ભાઈ છે?

Armin Dutia  Motashaw
શું પ્યાર એક મુસીબત છે???

ક્યારેક તો લાગે છે કે બધી મુસીબતો નું એકમાત્ર જડ છે, પ્યાર

બહુ બધાં દુઃખોનું કારણ છે આં જ પ્યાર, એવો કરું છું આજે એકરાર

પ્યાર થતાંજ માનવ થઈ જાય છે બેબકલું, સાચેજ બેકરાર

બિચારાને  પતઝડની ઋતુમાં પણ, દેખાય છે બહાર

પ્યાર કારવવાળાઓની, દિલ આપી દેવવાળાઓની નિશ્ચિત જ છે હાર

ક્ષણભરમાં પ્યાર તો કરી બેસે છે, પણ પછી એમનાથી ઝેલાતો નથી એનો ભાર

બરબાદ કરી દે છે જીવન આખું, નષ્ટ-નાબૂદ કરી દે છે જીવન, આં પ્યાર

માટે પૂછું છું બધાં પ્રેમીઓને, શું પ્યાર એક મુસીબત છે, પોતાનીજ હાર???

Armin Dutia Motashaw
સપના

ખુલી આંખોએ જોવાય નહિ સપના, આં તું ક્યારે સમજશે ?

આવું કરશે તો વિખૂટા પડી એ તારી આંખો સામેથી ઓઝલ થશે.

સમજ જરા, સપના જોવા માટે માનવ ને જોઈએ,  મીઠી નીંદર.

પણ તું તો શાંતિપ્રિય શશી ને બદલે માંગે તપતો રવિન્દર .

યાદ હશે તને, નીંદર ન આવે તો સપના ક્યાંથી આવે;

એટલે જ, ભર દિવસે, મારી ખુલી આંખો સપના સજાવે.

Armin Dutia Motashaw
સમતા

જેમ ભરતી પછી આવે છે ઓટ; તેમ જીવનમાં આવે છે સુખ પછી દુઃખ

જીવનમાં અમને દુઃખ ખમવાની, આપજે તું તાકત, સદા રહેજે સનમુખ

જીવન ન જાણે ક્યારે બદલે સ્વરૂપ, હવાઓ ક્યારે બદલી નાખે પોતાનું રૂખ

જોજે, ઘભરાઈ નહીં જઈએ, થઈ જઈએ ન અમે શોકમાં ડૂબીને ગમગીન

તેમજ જ્યારે સુખ આવે ત્યારે છલકાઈ ન જઈએ, થઈ ન જઈએ રંગીન.

થઈ જઈએ ન મગરૂર અને બીજાઓ તરફ ન થઈ જઈએ ભાવહીન

રહે તારું માર્ગદર્શન સદા અમારી સાથે, તો જ જીવનમાં અમારા રહેશે સમતા

તારો માયાળુ હાથ રહે માથે અમારે, જીવનમાં ને જીવન પછી પણ, રહે તારી મમતા.


Armin Dutia Motashaw
સમર્પણ

કાશ તને નહિ કરીને, પ્રભુ ને કર્યું હોત મે, મારું બધુંજ  સમર્પણ

ખુશ થાત પ્રભુ અને હું, જો કરયું હતે એમને મે, મારું સર્વસ્વ અર્પણ.

આપી દિલ તને, મલયું મને દુખ અસહય; ખોટમાં કરયો મે વેપાર;

અરે વેપાર ક્યાં કરયો; તુઝ્ને દિલ અર્પણ કરી, દુખ નોતરીયું અપાર !

પ્રીત કરી પછતાઊ છું હું; પણ મે ક્યાં કીધી પ્રીત? એ તો બસ થઈ ગઈ!

અને હું તણખલા નિ જેમ, પ્રીતનિ નદીના વહેણ માં વહિ ગઈ.

અર્પણ કર્યું મે તને સર્વસ્વ; તન મન ધન, બધાનું  કરયું સમર્પણ.

આટલું દુખ સેહવા પછી પણ, દિલ તો કરવું છે તને જ અર્પણ.

પ્રીત ગાંડી છે, જોયા, સમજિયા વગર માનવ પ્રીત કરી બેસે છે;

અણે એ દુખમાં પણ એ, એક જાતની ખુમારી અનુભવે છે.

AF Dastur
સાનિધ્ય

કુદરત ના સાનિધ્ય માં, ઝાડના છાંયડે, બે પળ બેસવા દે મને;

તું પણ બેસી ને જો બે પળ અહીં,  પરમ શાંતિ મળશે તને.

એક ઝાડ આપે છાયો અને શીતળ ઠંડક; મટાડે આપણો થાક.

આપે એ પ્રાણ જેટલો કીમતી પ્રાણવાયુ; કરતો ના તું, એને કાપવાનો વાંક.

કોયલ ટહુકે, પક્ષીઓ કરે કલરવ એની ડાળીઓ પર, ગાય મીઠા ગીત.

યાદ છે તને, કદમ ના ઝાડ હેઠે, પાંગરી હતી, રાધા કૃષ્ણની પ્રીત.

વાવ તું ઝાડ, એક, બે કે ત્રણ; કાશ હું વાવી શકું એક આખું વન.

કોશિશ પૂરી કરે ભગવાન, માનવ જો બનાવી લેય  એનું મન.

Armin Dutia Motashaw
ઈરાન શાહને સાલ મુબારક હોજોજી

સાલ મુબારક તમને, ઓ શાહઓ ના શાહ, ઈરાન શાહ.
પ્રેમ ભર્યા વંદન કરે છે તમને આરમીન મોટાશા.

સ્વીકારજો એ પ્રેમથી, આપજો આશિષ અનેક.
કોમ થાય શ્યાની, સુદ્રઢ, શક્તિશાળી અને એક.

ખૂબ થાય પ્રગતિ કોમની; થાય બાળકો ડાહ્યા ને સદગુણી.
ધરમ તરફ હર પરસીને જાગે લાગણી પ્રેમ ભરી, કુણી.

બાળક ઉધરે એવાં, જે બને કોમ માટે મિસાલ.
પારસી ઝરથોસ્તીઓ ની વસ્તી વધીને, ફરી એકવાર થાય વિશાળ.
અેદુનબાદ.

Armin Dutia Motashaw
મુબારક હોજો તમને આં નૂતનવર્ષ, આં નવું સાલ

બંને એ તમારા માટે સાચેજ બેમિસાલ

મળે તમને કીર્તિ, સુખ, સન્માન, સંપતિ આં સાલ

હર રીતે મુબારક હોજો તમને આં નવું સાલ

આપજો અને મેળવજો તમારા વહલાઓ નો વહાલ

Armin Dutia Motashaw
સાલ મુબારક

ખૂબ સરસ રીતે વિતે, સૌનું આં નવું સાલ

હર કોઈ રહે, હર સંજોગોમાં ખૂશ ખુશાલ

વડીલોને, નાનાં બાળકોને, હર કોઈ ને, મળે ખુબ ખુબ વહાલ

દુનિયાભરમાં શાંતી, સુખ સમદ્ધિ  લહેરાય, સુધરે ધરતીનો હાલ.

સુખમય હો આપણી હર આજ અને આવતીકાલ.

Armin Dutia Motashaw
સાલ મુબારક

તમને નૂતન વર્ષ અભિનંદન કહું, યા  સાલ મુબારક

સારું રહે સ્વાસ્થ્ય તમારું, વધે તમારાં રોજી રજક

સુખ શાંતિ સાથે ખુબ વધે તમારું "ગુડ લક" .

જીવનમાં આગળ વધવાની સદા મળે તમને તક.

ખુશ બધાને રહેજો અને પોતે રહેજો ખુશ, એ છે આપણો હક.

આવતું સાલ, હર રીતે હોજો સૌને મુબારક.

Armin Dutia Motashaw
સાસરીયે સિધાર્યું પારેવડું મારું

ઊડી ગયું રે પારેવડું, થઈ ને જુવાન, સુનો થઈ ગયો માળો મારો.
રોકી શકાય નહિ હવે તને, પાંખો પામી, નવો જન્મારો થયો તારો.

સુખી રેહજે, માળામાં નવા; ઇંડા મૂકજે ત્યાં ઘણા.
રાજ કરજે રાણી બની, સુખ જોજે ઘણું; ચણજે દાણા ઘણા.

સંપી ને રેહજે સાસરિયામાં,  કુળ ને તું દીપાવજે, પારેવડાં મારા.
ભગવંત, સુખોથી ભરજો ઝોળી એની, તને આશિષ છે એ, મારા.

Armin Dutia Motashaw
સાસુ નહિ માતા  

મેહરુ મમ્મા અમારા, હતાં બહુ  માયાળુ અને  પ્યારા.

પ્રેમથી બાહોમાં લઈ કહ્યું હતું કે, "સ્વાગત છે તારું   ઘરમાં મારા"

કહ્યું હતું, "સાસુ ના  કહેતી કદી; હું  સાસુ નહિ, મમ્મા છું હું તારી".

એમને વાત આં, કાયમ રાખી એમની; મા  દીકરી નિ ટીમ હતી અમારી.

એ દીનાઝ, ખુરશીદ  અને વિસપી ના પ્રેમાળ મમ્મા  હતાં, સુંદર હતી સૂરત;  

નોબલ હતાં, પ્રેમાળ હતાં, હતાં ઍ મમતા ની  મુરત ;

એટલેજ હતી લાગણી મારી કુણી, અને હતું મને એમના માટે અપાર માન.

દાદાર ની પ્રેમાળ બાંહો મા રહેજો સદા; ખુબ પ્રગતિ કરે તમારુ રવાન.

Armin Dutia Motashaw
સાંઈ સલોનો

તુજમાં વસે રામ, કૃષ્ણ, ગૉડ, અલ્લાહ,અહુરા, હર ભગવાન

તુજમાં વસે પાવન પ્રેમ; તુજ માં વસે તારા ભક્તો નિ જાન;

કરે ભક્તિ તારી સકળ વિશ્વ, હઝારો, લાખો ઇન્સાન.

સદગુરૂ તું સાચો, માર્ગ ચીંધે ભક્ત ભુલ્યાનો; કે ભક્ત જયારે હોય હેરાન

મદદ  કરવા, આવી પુગે બની એક અનોખો અણધાર્યો  મેહમાન

શીખવે તું શ્રૃદ્ધા અને સબુરી, હર જીવ ને આપવા, પ્રેમ અને  સનમાન

આપજે અમને આશિષ તારા, બનીએ અમે પણ, એક નેક ઇન્સાન

ઓ સાંઈ સલોના, કેળવજે અમ માં  શ્રૃદ્ધા, સબૂરી અને જ્ઞાન.

Armin Dutia Motashaw
સમજમાં નથી આવતી તારી આં અનોખી રીત,

એ પણ જાણું છું હું; સદા જોય છે તું અમારું હીત;

ભલે હોય તું તારી રાધાનો જ મન મીત

પણ છે તારી સાથે, અમારી બી જન્મો જન્મની પ્રીત.

તારી બનાવેલી સૃષ્ટિ, છે આજે ડામાડોળ, થોડા લોકોને લીધે છે કલંકિત

હવે હાથોમાં છે બધુંજ તારા; માનવનું સુખ દુઃખ, અને એની, હાર જીત.

સાંભળી લે.

Armin Dutia Motashaw
સુખ ના સાથી હોય  ઘણા, દુખ ના ભાગ્ય જ હોય છે કોઇ

દૌલત અને  શોહરત હોય ત્યાં દૌડ મુકે હર કોઇ

ખુરસી ની બોલ બાલા પણ જાણે છે હર કોઇ.

             પણ

ગરીબ ના નસીબ ગરીબ, આવે ન ભાઈ ભણ્ડુઓ બી  કરીબ

ગરીબી છે એક શ્રાપ સમાન, ભાગે દુર, આવે ન કોઇ  કરીબ

એમાં જો આવે માંદગી તો તો  જીવતા જીવત માર્યો જાય ગરીબ

ખોટાં છે, પણ આં જ પ્રચલિત છે; દુનિયનો માનો છે આં દસ્તુર  

પોતાના ગરીબ ભાઈ, બહેન ને કરે પરાયા, પોતાનાથી કરે દુર.

પૈસાના પુજારીઓ, ખુરસી ના ભક્તો, પત્થર હૈયાંના છે, સાચેજ ક્રુર.

હૈયું રાખજે તારુ કોમળ, કરતો ના  તુ નફરત, ભલે માનવી હોય ગરીબ

બોલજે બોલ પ્રેમાળ, ભગવાને આપી છે આં માટે જ તને જીભ

હોય છે ગરીબને બી  તારા જેવુંજ  દિલ, ભલે હોય એ ગરીબ.

Armin Dutia  Motashaw
સુનું સુનું લાગે છે ઘર, આમ કેમ બધાને છોડી, ચાલી જવાય તારાથી, ઓ મારા વર ;

પલંગ પર નહીં, રોકીંગ ચેર પર નહીં, ઝૂલો બી છે તારા વિહોનો, જાને પૂછતાં ન હોય બધાં તારી ખબર

સુનું હૃદય, સુની ક્લાઈ બધું છે સુનું સુનું; હતી નહીં મને તારી પલાયન વૃત્તિ ની કોઈ આવી ખબર

જાણું છું એકલતા છે જન્મભરની, તો પછી, મન હૃદય કેમ કબુલતું નથી, માનતું નથી એ વાત?

શા કાજ મારી નજર શોધે છે તને; શા માટે ચાહે છે એ તારી ઉપસ્થિતિ, માંગે છે એ તારો સંગાથ ?

હસતા, ગાતા, ઝઘડતા, એક બીજાને લડતા; શુ તને યાદ આવતી નથી એ બધી વાત ?

૪૫ વર્ષ નો સાથ આમ છોડાય નહીં, કેમ ભૂલી ગયો તું, આં અગત્યની વાત, આપણા સંવાદ

બીજાને કોને કહું મારી વાત, એમને તો લાગશે આં એક વિના અર્થની, એક બિનજરૂરી ફરિયાદ

ગાવું છે મને, "ઓ નીલ ગગનના પંખેરુ, તું કા ન પાછો આવે, મને તારી યાદ સતાવે"; પણ ચૂપ છે બધાજ વાદ

Armin Dutia Motashaw
ઓ જરથોસ્તી ,
જગાડ તારું ઈમાન,
વઘાર તારું દીની જ્ઞાન.
સંકટ માં છે તારો ધરમ
કરવા પડશે તને નેક કરમ.
આજે ને આજે વધ તું આગળ
જગાડ તારું જોમ અને બળ.
થા તૈયાર તું, ધરમને કાજે થવા ફના.
વડવાઓની મેહનત જાય ન ખાલી, માંગ એમની પનાહ.

Armin Dutia Motashaw
સંજાણ કરે પુકાર

રહો નહિ અને રાખો નહિ તમારા છોકરાંઓને ધરમ જ્ઞાનથી અંજાન;

છોકરાંઓને પારસી ઇતિહાસથી કરવા વાકેફ લઈ જાઓ એમને સંજાણ

અહીં આપના વડવાઓએ કરી અથાગ પરિશ્રમ, રેડ્યો હતો એમનો જાન-પ્રાણ

વસાવી હતી એમને ફરી એકવાર દુનિયા, વધારી હતી પાછી આન બાન શાન.

મેહનત કરી, સ્થાપ્યું જગમાં ફરી એકવાર પારસીઓ નું નામ, આપી અનેક જાતના દાન

આવા જ્વલંત ઇતિહાસ ને પાછો દોહરાવી, દિલો જાનથી આપણેબી આપીએ યોગદાન.

ઘર ઘર ગવાય પારસીઓ ની ગૌરવ ગાથા, પ્રેમથી ઝૂકે માથા, આપે સૌ માન.

Armin Dutia Motashaw
આજની દયાજનક સ્થિતિ

હવે તો આવે છે નજર, દેશની બરબાદિ ના  આસાર;

ઉડાવે છે આપણી મઝાક, આં દુનિયા, આં આખો સંસાર

ગિદ્ધની જેમ અમીરો, ગરીબોના ભાગનો ખાઇ રહ્યાં છે કંસાર;

પડતી થઈ રહી છે ગરીબો અને  સાધરણ લોકોની વારમ વાર

અબળાઓની સુરક્ષાની વ્યવસ્તા છે ડામાડોળ, જાણે ક્યાં ખોવાઈ ગયા, આપણા સંસ્કાર!!!

ઘરડાં વડીલોની લાગી છે વાટ, પાઈ પાઈએ મોહતાજ કરે છે બિચારાઓ ને સરકાર;

ઘવાયું છે, જખ્મી થયું છે આજે, એમનું સ્વાભિમાન, સ્વમાન.

શું આં જ, પેલા સ્વપ્નોનું  છે, આપણું પોતાનું હિન્દુસ્તાન?

મેળવી હતી સ્વતંત્રતા ગાંધીજીએ, બીજાં અનેકોએ; ત્યાગ આપી, આપી બલિદાન.

Armin Dutia Motashaw
સ્વપ્નો કરે છે સંકેત

મન પાછું બહુ વિચલિત છે, જોજે ઓ ખુદા, અજુગતું કાંઈક ન થાય

સ્વપ્ન હતું ડરાવનું, કીધી છે મને બેબાખલી, બેચેન; જોજે કાંઈ બૂરું નહીં થાય

ઉઠી તેવીજ બંદગી કરી તને, કર જોડી; ઓ દાદાર, મારી શ્રદ્ધા પર આં વહેમ હાવી ન થાય.

સ્વપ્નમાં જોયું મારી લાલ બંગડી નથી તો તરત નજર ગયી બીજા હાથ પર

ત્યાં પણ એ ન જોતા, વિચલિત થયું મન મારું, મનમાં પેઠો એક અજ્ઞાત ડર, અસર થઈ મન પર

વિનંતી કરી ખરાં મનથી, શ્રદ્ધા જીતે, વહેમ હારે, આફત ન આવે કોઈબી મારા વર પર.

પણ થોડા દિવસોમાંજ તબિયત એની લથડી, પડ્યો મને ધ્રાસકો, માથી અસર થઈ એની ઉપર

હોસ્પિટલમાં ડોક્ટરે કહ્યું, છે એ ક્રિટિકલ, આં સાંભળી ચિત્ત મારું, થયું સાવ વિચલિત

કહી ન હતી આં સ્વપ્નવાલી હકીકત ઘરમાં કોઈને કે રખેને થાય મારી જેમ બધાં વિચલિત

હવે અશાંત મનમાં ન દબાવી શકતાં કહેવું પડ્યું બધાને ઘરમાં; ત્યારે બધાં થયાં વિચલિત

બહુ બંદગી કરી દુઆઓ માંગી બધાંએ, પણ લાગી ન એ કારગત,"પ્લીઝ જોજે ખુદા મારા"

મનમાં પેસી ગયેલો વહેમ હવે થવા લાગ્યો મુજપર હાવી, અસર થઈ મનમસ્તીશક પર મારા

હમબંદગીઓ થઇ, નિજી તો હતીજ જારી, પણ અસર ન પડી કાંઈ એની, વર પર મારા

ઓ ખુદા, સ્વપ્ન આપતો નહીં કોઈને આવાં બિહામણા, દહેશત હોય છે એવા સ્વપ્નોની તન-મન પર ભારી

લાગવા માંડ્યું હવે મને, આવવાની છે આફત કોઈ ભીષણ, બહુ જ ગંભીર અને ભારી

આખરે હું હારી, સધાવીયો એ દાદાર ની દાદઘામાં, સરોશની પનાહમાં, જીતી ગઈ બીમારી, એ ભારી.

NB: This happened after I wrote my book, Dreams Warn.

Armin Dutia Motashaw
સ્વાર્થ ની સગાઈ

સ્વાર્થ ની સગાઈ છે જગમાં, બધી સ્વાર્થ ની છે સગાઈ.

આં દુનિયાં સ્વાર્થમાં છે રંગાઈ, ભઈ સ્વાર્થમાં છે રંગાઈ.

આજકાલ સ્વાર્થ ની સગાઈ સાંધે લોકો;
આપે એ કોઈ નિર્દોષ ને ધોકો.

મતલબ નીકળતા, તું કોણ ને હું કોણ, એવું કહે એ લોકો.

આં મતલબ પરસ્ત દુનિયાંમાં, આવા કિસ્સાઓ, રોજ થાય અનેક.

સરળ શિકાર બને છે બિચારા લોક, જે હોય ભોળા, માયાળુ અને નેક.

પછી આંસુભરી આંખોએ ફરે એ બિચારા, દિલ પર ઉઠાવી ગમ નો બોજ.

આં કહાણીઓ અને કિસ્સાઓ તો હવે થાય છે રોજ રોજ.

આં બધું જોઈ ચૂપકિદી કેમ સાંધી છે તેં; કરતો કેમ નથી કંઈ, ઓ વિધાતા.

તારી ગેહરી ચૂપકીદી નું કારણ શું છે; તને આં પૂછવાનું મન થાય છે, ઓ દાતા.

Armin Dutia Motashaw
સ્વીકાર

જેટલું જલ્દી શીખી શકાય તેટલું જલ્દીથી શીખી લે તું, ઓ મન મારાં;

ભલે તું ન માને, પણ સમજી લે, આં સ્વાર્થી જગતમાં પોતીકા કમ છે, અને લાખો લોકો છે પરાયાં

તારાં દિલ-દિમાગ તો ઘણાં લોકોને પોતીકા માને છે, પણ એ બધાં નથી તારાં

દુઃખમાં સાથ આપે કોઈકજ, બીજાં તો  સુખમાંજ બનીને રહેશે  તારાં

ખોલ આંખો તારી, ખોટી આશા ન બાંધ, દુઃખ આવે ત્યારે પોતાના થઈ જાય છે પરાયાં

હકીકત છે જે, તે કરી લે તું સ્વીકાર, સચ્ચાંઈ ને અપનાવી, આપ તું એને આવકાર

બાકીની જિંદગી, એકલતામાં જીવવા, રહે તું તૈયાર; કરી લે આં સચ્ચાંઈ સ્વીકાર

તારી જવાબદારીઓ, તારી વૃદ્ધાવસ્થા, તારાં દુઃખો, હવે છે તારે માટે, એક પટકાર !

સતત યાદ રહે તને આં વાત, બે ત્રણ માનવોને છોડી, બીજાં હવે સમઝે છે તને બેકાર

સચ્ચાંઈ સ્વીકારવા, પોતાના અને પારકમાં અંતર સમઝવા, શીદ લાગે છે તને આટલી વાર?

Armin Dutia Motashaw
કોમળ હતી એ કળી, એમના બાગની.

લાડ કોડ થી ઉછેરી હતી એને, બચાવી આગ થી.

માળીઓ એ મેહનત કરી હતી દિન રાત

પણ કુદરત ને કદાચ મંજૂર ન હતી આં વાત

અચાનક લાગી એમના જીવનમાં એક ભીષણ આગ;

સુનું થઈ ગયું આંગણ એમનું, ઉજડી ગયો બાગ.


ફોકટ થઈ ગઈ એમની જેહમત.

માલિક મારા આપજે માળીઓ ને  હિમ્મત.

આપ્યો ઘા તે, રૂઝવજે એને તું.

બસ એજ દુઆ કરું માળીઓ માટે હું.

Armin Dutia Motashaw
હવે હું શું કરું....🤗🤗🤗

તું હંમેશા કહેતો કે, "તને શાની ચિંતા છે, હું કેવો બેઠો છું;"
પણ તેં તો લઈ લીધી વિદાય...  હવે હું શું કરું.....

હવે રડું છું તો પણ આંસુ વહયાં જાય છે, ગાળો ભીંજાઈ જાય, પણ કોઇ લૂછનાર નથી, તેં તો લઈ લીધી વિદાય,....
હવે હું શું કરું....

સદા સાથ નિભાવી શકાતો નથી, એ તો હું પણ જાણું છું, તારે જવુંજ પડયું, એ પણ હું માનું છું;...
પણ હવે હું શું કરું....

દીલ દુભાય છે, આંસુ વહે છે, સિસ્કીયો પણ કદાચ તને સંભળાય છે; જેમને હું રોકી શકતી નથી; ....
કાંઈક તો બોલ, હવે હું શું કરું
....

સ્મિત મારું, શું કદી પાછું આવશે; ખોવાઈ ગયેલાં ગીત, સંગીત શું પાછા આવશે? ....
તું જ કહે; હવે હું શું કરું?

Armin Dutia Motashaw
હાલરડું

યા ખુદા,

વર્ષોથી મીઠી નીંદર આવી નથી, આજે મારે માટે, તું હાલરડું ગા એક

ઊંઘ એ સૌની જરૂરત છે, તડફદૂ છું રોજ રાતે; કોરી જાય છે રાતો અનેક

જ્યારે સૂતી હતી ચાદર તાણી, પળભર માં આવી જતી હતી નીંદ ઊંડી, ગહેરી

ત્યારે કુંભકરણ કહેતા લોક મને લાડથી; સ્વભાવ હતો મારો મસ્ત, લહેરી.

આજે તો તું આવી, હાલરડું ગા, તો આવે ફરી એકવાર નીંદર મીઠી, મધ જેવી;

હવે તો હું સાચેજ ભૂલવા લાગી છું,  ગહેરી નીંદ હોય છે કેવી

એકવાર ફરી,  મધ મીઠું હાલરડું સાંભળી, ભર ઊંઘે, ઘસઘસાટ સુવું છે મને

એટલા માટે, હું પુકારું છું, તહે દિલથી, વિનંતી કરું છું, આજે તને

Armin Dutia Motashaw
હુશિયાર રતી

એક બહુ લુચ્ચી, લાલ લોમડી હતી

એની હતી બસ એક જ ગતી;

એ રોજ મરઘી ચોરી ને ખાઈ જતી.

બિચારી મરઘીઓ એને જોઈ ને ફફરતી.

હતી એક હુશિયાર છોકરી, નામ હતું રતી.

એ રોજ સ્કુલ આવતાં  જતાં, આં સાંભળતી.

રતીની એક નાનકડી રમકડાં ની મરઘી હતી;

એક રાત્રે રતીએ એને રઝળતી મૂકી દીધી હતી.

લુચ્ચી લોમડી ની મરી ગઈ હતી મતી;

એટલે મારી છલાંગ, એને ગળી લીધી, બની એક કસાઈ.

રમકડાં ની મરઘી, હવે ગઈ બરાબર મોહમાં ફસાઈ,

છટ પટાવા લાગી લોમડી, ગળામાં એના, મરઘી ઘસાઈ.

તાડપવા લાગી એ, મરઘી ગળામાં એના જ્યારે ફસાઈ.

મરઘી નો શિકાર કરવા, લોમડી હવે ગભરાઈ.

લુચ્ચી લોમડી હમેશા માટે ભાગી ગઇ; પાછી ન એ કદી દેખાઈ.

Armin Dutia Motashaw
હૂંફ

આં હૂંફ કહાથી પાછી લાઉં
એ લેવા જાવું તો ક્યાં જાવું.
કેમ કરી હું તારી પાસે આવું ?

એ નિર્મળ પ્રેમ, હવે કોણ આપશે મને ?
એ હૂંફ, જેની સખ્ત જરૂરત છે મને;
તારા ગયા પછી, હવે કોણ આપશે મને ?

સંસાર ના નિયમ પ્રમાણે, કર્યું તેં પ્રયાણ.
મારા હૃદયને વીંધી ગયું એક ધારદાર બાણ.
પણ, મારા સિવાય, જમાનો છે અંજાન.

માત પિતા ની હૂંફ હોય બહુ વાહલી.
માનો હોય એ અમૃત ની મીઠી પ્યાલી.
તમારા પ્રેમ-મુળ વિના, સુખાઈ ચાલી આં ડાળી.

Armin Dutia Motashaw
હૂંફ

બીજું કંઈ આપી શકે કે નહીં, માયાળુ શબ્દોથી હૂંફ તો આપી શકે છે તું

દુખીનું દુઃખ, એનો ઘા રૂઝાય, એવા પ્રેમાળ શબ્દો વાપરી, હૂંફ તો આપી શકે છે તું

વૃદ્ધ હોય ભલે તારા હાથ, એ ધ્રુજતા હાથોથી આંસુ તો લુસી શકે છે તું

જેમ તને હૂંફ જોઈએ છે, તેમ એ કોઈકને તું આપી બી તો શકે છે,

બે મીઠા બોલ અથવા તો દુખીના ખભા પર તારો નાતવાન હાથ તો મૂકી શકે છે

બીજું કંઈ થાય કે ન થાય તારાથી "અનાર", હૂંફ આપવાની કોશિશ તો તું કરી જ શકે છે.

Armin Dutia Motashaw
ઓ ગજાનંદ , હે  ગણેશ

હે  વિઘ્ન્હરતા, હે  ગણેશ, છે તુ  જગ મશહુર ;

ભલે ખાજે તું, તારા  માનીતા મોદક  ભરપુર;

પણ જલદી કર આં તમામ ધરાના, બધાજ કષ્ટ દુર

લીધાં જાન લાખોના; આં  કરોના છે સાચેજ  બહુ ક્રુર

વરસાદ, પુર, આંધી, તોફાન પણ  કરે છે પોતાના ઉપર ગુરુર.

કર આં સર્વ વિપદાઓ, આ બધી મુસીબતો દુર.

ગાઉ ભજન તારાં શૃદ્ધા ભક્તિ થિ, લાગે  સાચા સુર

ઓ શિવ પાર્વતી ના  પુત્ર, વધે સદા તારું નુર.

ઓ વિઘ્ન્હર્તા, જલદી  કરજે સકળ જગની વિપદાઓ દુર.

Armin Dutia Motashaw
હે જગન્નાથ

આપજે ઓ ખુદા મને સદબુદ્ધિ અને શક્તિ

કે કરી શકું હું, તન મન ધન થી તારી ભક્તિ.

આમ તો માંગે હર કોઈ સ્વર્ગ અને  મુક્તિ;

પણ હું તો ચાહું બનાવવા ભજન/ મોનાજાત અને ગીત

શ્રદ્ધા પૂર્વક ગાઉં એ મીઠા મધુરા ગીત; અને જતાવું મારી પ્રીત

તારી આંખોથી નીતરે પ્રેમ અશ્રુ, જ્યારે સાંભળે તું આં સંગીત.

સ્વિકારજે તું મારા આં પ્રેમભર્યા ગીત/ મોનાજાત

છોડતો ન કદી મારો સાથ, પકડી રાખજે આં હાથ.

મારે માટે બની રેહજે તું એક પ્રેમાળ પિતા; ભલે હોય તું જગત નો નાથ.

Armin Dutia Motashaw
હે  માનવ,

તારી છાતી પર બાંધી લઈ જવાનો નથી કશું તું,  રાખજે સદા એટલું યાદ.

રાખશે જો યાદ, અને કરશે ભેગી, ખરી મહેનતની કમાઇ, તો થશે તું આબાદ;

પચતી નથી કોઈ ને બી, કમાણી બેઇમાનિની , થઈ જાય છે એવો માનવ બરબાદ;

સાંભળજે સદા તારા અંતર આત્મા નો અવાજ, તટોલશે તો સંભળાશે તને એનો સાધ.

દૌલત શૌહરત સાચી હોવી જરુરી છે, વેચાતી એને લેતો ના; સાંભળી એ નાનો સાધ, થશે તું  આબાદ.

બની શકે તો કરજે  ભલાઇના બે કામ, ખુદા બેઠો છે આપવા અંજામ, કરતો રહેજે ખુદા દાદ.

Armin Dutia Motashaw
હોય જો તારો સાથ

હઝારો હાથો વાળાનો હોય જ્યારે સાથ, તો શા માટે સંકોચ?

શા કાજ છે ચિંતા કે ડર; દૂરનું તું નહિ વિચાર કે સોચ;

દગમગશે, પડશે, તો બી આવશે નહીં તને કદી મોચ.

આંખો એની તને નીરખે સદા, કરે એ હર પળ તારી રક્ષા

બસ પ્રેમથી કર યાદ એને, માંગવાની જરૂર નથી ભિક્ષા.

એ પ્રેમાળ સખા છે, આપે ન કોઈને અજુગતી શિક્ષા.

હોય જો તારો સાથ, તો ચિંતા શેની મને, ઓ પરવર્દેગર;

તું તો છે, આં સકળ જગનો, એક માત્ર આધાર.

જોજે મારા કિરતાર, જગમાં કોઈ રહે નહી નિરાધાર.

Armin Dutia Motashaw
"અનાર", દીલ સદા ખુલ્લું અને કોમળ રાખજે;

હાથ તારા, હંમેશા રહે ચોખ્ખા, કોઈનું કંઈપણ ઉપાડતી નહી કદી;

અને મન, મન રાખજે એવું, જે રહે હર ઘડી, હર પળ સ્વસ્થ અને મગન.

Armin Dutia Motashaw

— The End —