બે નારીયેલીઓ ની વચ્ચે થી નિહારુ છું તને, ખીલ્યો છે સોળે કળાથી આજે; લાગે છે પુર બહાર
વાદળો ની ઓટ માં થી જ્યારે જહાંકે છે તું, તારું સૌંદર્ય લાગે છે અનુપમ; સાચેજ છે એ અપરમપાર
ઓ ચાંદ, તને આજે, આમ ખીલેલો જોઈ, જાગે છે દિલમાં મારા, કુદરત માટે બેહદ પ્યાર
નદીમાં પ્રતિબિંબ તારું લાગે છે દિલકાશ, લહેરોમાં છે ચમક, નઝારો જોઈ છલકે છે ખુશાલી બેશુમાર
ઓ માહતાબ, મારા ચાંદને આપજે સંદેશો, ત્યાં દૂરથી, મોકલે મને એનો કોઈ સંદેશો અને પ્યાર.
પ્રેમીઓ ના સંદેશા આપતો રહેજે, એમનો વિરહ ઘટાડતો રહેજે, ઓછો કરજે દિલનો ભાર
માહતાબ પર આવે જ્યારે પ્યાર, કરે કોઈ એની સાથે વાતો, ત્યારે નજર આવે છે પ્રેમના આસાર
કલાકો નિહારતાં તને હું થાકું નહીં; ઘટાઓની ઓટમાં છુપાઈ જાય તું જ્યારે, કરું છું હું પ્યારનો એકરાર
Armin Dutia Motashaw