હતાશ થઈ ગઈ હતી એ નાજુક નમણી બાલા, દુઃખ થતું એને અસહય
જ્યારે પરણી હતી એ, ત્યારે હતી એ નાદાન, કૂણી હતી એની વય
પતિની જીભ હતી કાતિલ અને કડવી; હતો એ વેહમી, અને હતી એ, અતિ નિખાલસ
બધાં સાથે નિર્દોષભાવે, બે બોલ હસીને બોલતી, આં જ એનો ગુનો હતો બસ
કોશિશ કરી હતી દિલોજાનથી, સાસરીયાના રંગમાં ઢળવા, પણ ઘવાતું હતું એનું સ્વમાન
બિચારીને કરતાં એ હાડમાર, ઘાયલ થતાં એના દિલ, આત્મા સળગી ઉઠતા એના કાન
વિચારતી હતી એ, કે પતિ છે કે દુઃખ આપવાનું કોઈ યંત્ર, ઘાયલ થતો એનો આત્મા
વિચારતી એ કે શું ઈશ્વર છે; અને હોય તો શું બહેરો છે એનો પરમાત્મા?
થાકી ગયી હતી એ, સાંભળી તાના એના, માની લીધી હતી એને હાર
કરતી તો બી એ અરજ ભગવાનને, "હે કનહાઈ સુધાર મારા પતિનો વ્યવહાર"
Armin Dutia Motashaw