યાચના
"જાને ક્યારે તું, સુધારશે તારો આં સવેદંનશીલ સ્વભાવ"
લોકો આજકાલ સમઝતાં નથી દિલનો, લાગણીઓ નો સાચો ભાવ
આજના જમાનામાં વ્યાપાર થી થાય છે વ્યહવાર
ઔધા, પૈસાની છે બોલ બાલા, ભાવુકતા ની થાય છે હાર.
એટલે તો લાગણીશીળ લોકો ને કહે છે લોક ગાંડા, આવા ની જરુર ક્યાં !
ખેંચાય બધાં, જ્યાં રુત્બો, પૈસા, પ્રતિષ્ઠા હોય ત્યાં.
શીદ બનાવી હશે તે આવી વ્યાહવારુ, નિષ્ઠુર દુનિયા !
વિચારું છું, આવાં લોકો ને, તે તારી સૃષ્ટિમાં શા કાજ બુનિયાં !
પણ પછી ખ્યાલ આવે છે, તેં પણ તારાં વહાલાઓ ને હમેશાં તરસાવિયાં હતાં.
આખરે, યશોદા-નંદ, ગોપ- ગોપીઓ, રાધા ઉપર પણ દુખના વાદળ વારસીયા હતાં !
સાંભળ મારી હૃદય થી કરેલી ભાવભીની પ્રાથના, કરું છું એક યાચના;
યા તો લોકોને , તું
મારાં જેવાં લાગણીશીળ બનાવતો ના;
યા તો, બીજાં પ્રાણીઓને,પત્થરનાં , પાષાણ જેવાં બનાવતો નાં.
Armin Dutia Motashaw