Submit your work, meet writers and drop the ads. Become a member
May 10
🙏🔥🙏🔥🙏

એક હતા પ્રભુ રામજી ના અનુયાયી, બીજા, શ્રી કૃષ્ણનો પડછાયો બની ચાલે છે

એક હતા અહિંસા અને પ્રેમના પૂજારી, બીજા ભારત નું આત્મ સન્માન સાચવે છે

બન્ને છે પુણ્ય ભૂમિ ભારતના લાડકા સપૂત, અભય વરદાન પામેલા, વીરો

બન્ને નીડર, આત્મ નિર્ભર બંને ત્યાગી, ભક્ત, અને છે સનાતન ધર્મ ના શૂરવીરો

એક સૌમ્ય સ્મિત ફરકાવનાર, શાંત સ્વભાવના,  બીજા સિંઘ ગરજના કરી પડકાર સ્વીકારનાર

બન્ને ઉપર ભારત હતું અને છે નિર્ભર. એક સ્વરાજ સેનાપતિ,  બીજા મહારાણા પ્રતાપ જેવો કરે વાર

બન્ને ઉપર માં ભારતીના છે, અને કાયમ રહેશે આશીષ;  એક હતા મોહન, બીજા નરેન્દ્ર; બન્ને ગુજરાતી

ઝઘમગે, ચમકે ચાંદ અને સુરજ સમાન; દોરવે અને જાળવે ભારતનું ગૌરવ, બન્ને આં ગુજરાતી (ઓ)

નમન કરીએ છીએ તમારી નીડરતા અને બહાદુરી ઉપર; ઓ કરમવીરો મહાન

એકે તગેડી દીધા અંગ્રેજોને, બીજાએ પાકિઓને; જાળવે છે બન્ને ભારત માતાની  આન બાન શાન.

સ્વીકાર કરજો "અનારના" નમન; ગાય દુનિયા આખી તમો બન્નેના ગુણગાન અને માને એહસાન

Armin Dutia Motashaw
  73
 
Please log in to view and add comments on poems