Hello ~ Poetry
Classics
Words
Blog
F.A.Q.
About
Contact
Guidelines
© 2024 HePo
by
Eliot
Submit your work, meet writers and drop the ads.
Become a member
Armin Dutia Motashaw
Poems
May 2022
એક લાશ
એક લાશ
જીવન આખું છે એક કઠિન, સૌથી મુશ્કિલમાં મુશ્કિલ અભ્યાસ.
ખાસ કરીને, જીવન જીવવાની જ્યારે ન રહે કોઈ પ્યાસ;
ન રહે જ્યારે જીવનમાં કોઈ હેતુ, ઉમંગ કે કોઈ આશ;
ત્યારે જીવન બનીને રહી જાય છે, મહજ નદીમાં વહેતી એક લાશ.
નદીના વહેણ સાથે, બસ નીરસ રીતે વહેતી, એક જીવતી જાગતી લાશ.
છોડી જાય જ્યારે પોતાના, અથવા થઈ જાય એ પારકાં, ત્યારે ડગમગી જાય છે વિશ્વાસ
પહોંચે છે નાજુક દિલ ને ઠેસ, અને રૂંધાવા લાગે છે હર એક શ્વાસ.
સ્વજન ગુમાવીયાનો હોય છે એક ભયાનક આઘાત, એ સ્વીકાર કરવાનું હોતું નથી સહાસ;
ત્યારે બીજાં સ્નેહી- સંબંધીઓએ, આગળ આવી, ધ્યાન રાખવું જોઇએ ખાસ.
કદાચ આપણી અનુકંપાથી, સ્નેહથી, આપણા સાથથી, બચી જાય પેલી જીવતી લાશ.
Armin Dutia Motashaw
Written by
Armin Dutia Motashaw
Follow
😀
😂
😍
😊
😌
🤯
🤓
💪
🤔
😕
😨
🤤
🙁
😢
😭
🤬
0
77
Please
log in
to view and add comments on poems