Submit your work, meet writers and drop the ads. Become a member
Apr 2022
ગૂંગળામણ

હવે તો જીવનમાં થાય છે રીતસરની
ગૂંગળામણ, જાને અચાનક પ્રાણવાયુ ગયો છે ઘટી આં ધરા ઉપર

માનવ, માનવના અસ્તિત્વને માનો રૂંધે છે, મનમાં ઉકળાટ એટલો વધી જાય છે, જાણે હોય એ, એક પ્રેશર કુકર

પણ અહીં એક તકલીફ છે મોટી; અહીં સીટી નથી વાગતી, બસ જાય છે કુકર અચનકજ ફાટી.

માનવને વિચાર આવે છે, આટલું બધું દુઃખ ખમી સારું રહેવું, કે બની જવું જોઈએ લાવા ફેંકતી, અગ્નિ સ્વરૂપ માટી ?

માનવ, મનમાં ને મનમાં એની અસંખ્ય લાગણીઓને રાખી મૂકે છે, ચુપચાપ, દેય છે એને દાટી

આવામાં ન સંગીત કામ આવે છે, ન પ્રાણાયમ ન આરતી અર્ચના, મળતી નથી શાંતિ એના દુઃખી મનને; બસ વધી જાય છે એની ગૂંગળામણ

દિવસે દિવસે ઘટવાને બદલે વધતો જાય છે બોજ મણ-મણ; ઘવાઇ, જખમી થાય છે એનું કોમળ મન

હળવો ન થઈ શક્યો આં બોજ, આં પીડા વધતી ગઈ; ન મદદ મળી માનવની, ન સહાય ભગવાનની;

હવે એ નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો, પરવા ન હતી એને પોતાની, પારકાની અથવા એને એની જાનની.

કોણ આપશે એને મદદ, કોણ થશે એનું હમદર્દ; ભગવાન, જલદી મોકલ એને માટે થોડુંક પ્રાણવાયુ

તંગ થઈ ગયો છે એ, આં માનવીઓની અમાનવીય રિતભાતથી; તંગ છે એની નસ નસ, એનું હર એક સ્નાયુ.

ઘૂંઘવાતો એ સાગર છે, સુનામી ન આવે જીવનમાં એના, એવી પ્રભુને, સવિનય પ્રાર્થના અને યાચના છે

હે વાંચક, કલાકારનું દિલ નાજુક હોય છે, તું દિલથી વાંચજે, એની આં દર્દભરી, હૃદય ના તાર હિલવી નાખે એવી રચના

એની જગ્યા પર ખુદને બે ઘડી મૂકીને જોજે, મહેસુસ કરી જોજે એનું દર્દ, એની યાતના.

તારી બી આંખોમાં થી વહેશે અશ્રુ સ્ત્રોત; જેમ આંસુ બની, ચુપચાપ દર્દ એનું વહે છે, હર રાતના.

Armin Dutia Motashaw
97
 
Please log in to view and add comments on poems