એકલતા
આં ભયાનક એકલતા; આટલી ભીડમાં પણ, કરે છે મને બહુ બેચેન
આં તે કેવી વિચિત્ર રીત; જે હોય તે, પણ એટલું કહું, આં છે તારીજ આપેલી દેન
વિચારું છું, આં તે કેવી રાત આવી, કે જેની કોઈપણ સવાર પડેજ નહીં
હોઠ સ્મિત કરવાનો જ્યારે ખોટો પ્રયત્ન કરે છે, ત્યારે ત્યારે અચૂક, અશ્રુધારાજ છે વહી
જ્યારે જ્યારે, જેટલી વાર, કોશિશ કરું છું, હું કોઈને પણ મારું દુઃખ કહેવાની;
ત્યારે ત્યારે લોકોને કંટાળો આવે છે, એ દુઃખભરી દાસ્તાન સાંભળવાની
બધાં બસ એક સરખું કહે છે, "શીખી જા, હર હાલમાં ખુશ રહેવાનું છે તારે"
પણ કોઈ સમજવાજ માંગતું નથી, કે આ, કેટલું અશક્ય છે, માટે મારે
શું કહું, કે કશું કહુંજ નહીં, એની છે સમસ્યા, છે આં એક મોટી ઉલઝન,
ન બોલતાં પણ આંખો બયાન કરે છે દર્દ મારુ; અને નિરાશ રહે છે મન
આટલી ભીડમાં, જે વ્યાકુળતા, જે એકલતા લાગે છે, તે મને તડપાવે છે
શું કરું, આં એકલતા, પ્રયત્ન કરવા છતાં, દિલમાં ઉદાસી અને આંખોમાં અશ્રુ લાવે છે.
Armin Dutia Motashaw