Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2022
બેરંગ હોળી

આં હોળી બેરંગ થઈ ને આવી, વરસાદ પડ્યો નથી તો પણ મારા રંગો, દૂર દૂર ગયા છે વહી

રંગો હતા અને રહેશે મને સદા પ્રિય, પણ હવે નિહારવા પડશે એમને દૂર દૂર થી

ગુલાબી, લાલ, વાદળી, લીલો, પીળો, લવેનડર બધા લાગે સોહામણા

તું હતો ત્યારે, એમને પહેરવાનો એક ઉમંગ જાગતો; ગમતા એ ઘણા

આજે એ ઉમંગ ક્યાંક વહી ગયો, કે પછી તું એને જોડે લઈ ગયો

ઉત્સાહ, ઉમંગ ક્યાંક ચાલી ગયાં છે, મન છે ઉદાસ, બેરંગ આંસુ પણ થોડા વહ્યા

નીરસ છે આં હોળી, ચારો તરફ રંગ હોવા છતાં, લાગે છે બધું  બેરંગ

જીતશે કોણ એ ખબર નથી; મન હૃદયે છેડી છે આપસમાં એક જંગ.
88
 
Please log in to view and add comments on poems