પાણી તો આગ બુઝાવે, પણ આં વર્ષા તો આગ લગાડે છે, આં તે કેવો સાવન
રિમઝીમ રિમઝીમ પડતી ફુહાર, તન-મનમાં આગ લગાડે, તરસાવે છે મને સાવન
કોયલના મધુર ગીત, એની કૂક, હૃદય માં મારા, જગાડે એક મીઠી હુક
માનો કહેતી હોય, ઝૂલો ઝૂલવા આવ જલ્દી, બીજું બધું, તું પડતું મુક
પ્રીતમ મારો આવતો નથી, તરસી ગયાં છે નૈન, બની ગયું છે આજે પાછું દિલ બેચેન.
સોહામણી આં ઋતુમાં, આં મસ્ત માહોલમાં , કોઈ ચોરી ગયું મારું ચૈન.
પિયા વિના , એના વિયોગમાં વરસે છે વર્ષા સંગ, આં આંખોથી આંસુ
તારા વિના ન સુર સૂઝે, ન રાગ; બોલ પ્રીતમ આપણે સાવનમાં કેમ ગાશું
આવી જા, આમ ન તરસાવ મને, કહે રાધિકા કાનાહને, ઓ પ્રીતમ પ્યારા,
આવીજા વૃંદાવન પાછો, યાદ કર ગ્વાલ-ગોપીઓને, યાદ કર એ પનઘટ, ઓ કાન્હાઈ મારા.
Armin Dutia Motashaw