ઘડપણ
ઘડપણ સિખવે છે માનવને, ઘણું બધું, જે સિખવતિ નથી એને જવાની;
કારણ, જવાની તો હોય છે તોફાની, મસ્તાની અને સાચું કહું તો, થોડી દિવાનિ
આં ઘડપણની પીડા, કમજોરી, બેબસિ, તે અને મે, ઘરડી થઈને જ જાણી .
ઘડપણમાં, નાતવાન હાલતમાં લાગે છે આધિનતાનો, એક ભયાનક આભાસ
બે-ચાર ડગલાં ભરીએ, ત્યાં તો વધી જાય છે હૃદયના ધપકારા, ચઢી જાય છે શ્વાશ
કમજોર તન, કમજોર મનની સાથે ડગમગી જાય છે ઘણું બધું, ખાસ કરી, આત્મવિશ્વાસ.
ક્ષિન થઈ જાય છે જીવન ડોરી, માનવ થઈ જાય છે નિર્બળ, છોડી દે છે આશાની ડોર
આં ઘડપણ વીતે શાંતિથી , પ્રેમથી, રહે સ્વાસ્થ્ય બરકરાર, ઘટી જાય નહિ બધુ તન મન નું જોર
છોકરાઓ આપે પ્રેમ અને આદર, રાખે કાળજી, બસ નાચતો રહે મન-મોર.
Armin Dutia Motashaw