બિચારો ગરીબ
કડવી છે આં હકિકત, સાચેજ આં દુનિયા માં, કોઇ નથી બિચારા ગરીબનું
ખુરસી, સત્તાના મોહમાં, પૈસાની હોડ માં, કોણ જુવે છે ભલુ, બિચારા એક ગરીબનું
નથી પ્રધાનોને પડી, ન ટ્રસ્ટીઓને, ન અધિકારીઓને છે , એની કદર સાચી
એમને લીધે તો ગરીબ પ્રજા છે વોટ બેંક માટે સર્જાઇ, આં છે હકિકત સાચી
બિચારી એ પ્રજા કચડાઇ, છુંદાઇ અને વોટો માંગવા માટે હમેશાં છે ચર્ચાઇ;
એને અભણ રાખી, ગરીબ રાખી, એની ગરીબી વોટ માટે હમેશાં છે વપરાઇ
થોડા પૈસા ફેંકવા ને બદલે, જો શિખવિયો હતે એમને, કોઇ વ્યવસાય;
વ્યાજબી શિક્ષણ આપતે એમને , તો જ થતે એમને, એક સાચી સહાય.
વર્ણ કે ભાગલા પાડવાથી નથી થયું, ન થશે કોઈનું બી ભલું, એ જાણીયે છીએ બધા
આમ બી, આજે પારસીઓ તો થઈ ગયા છે અર્ધા; તો બી લડ ઝગડ કરે છે બધા.
જો એક્તા રાખી કરીયે ગરીબનું, કોમનું, સમાજનું, દેશનું ભલું, તો રાજી થશે ભગવાન
અને ઓ નેતાઓ, ઉધિયોગપતિઓ, સેથીયાઓ, તમારુ જ વધશે માન સનમાન.
Armin Dutia Motashaw