Submit your work, meet writers and drop the ads. Become a member
Aug 2020
જીવન ની  રાહ માં, મળયા મને લોકો અનોખા અનેક ;

પણ મન હૃદયમાં સમાયો તું જ, પળ હતી વિશેષ એ એક.

ઍજ એક પળ થી, માણ્યો તને જ, મારો જનમ જન્મો નો  મીત

લાખો માં થી, તેં લુભાવ્યુ દિલ; કેવી અનોખી છે મારી આં પ્રીત

જોતાં જ મે તને, માની લીધો મારો; પણ તે કદી જ માની નહિ મને તારી.

નથી તું મારો, નથી હું તારી, તો પણ  રચાઇ એક અનોખી પ્રેમ કહાની.

વિના  કોઇ શરત, વિના કોઇ  મુલ્ય, બસ થઈ ગઈ હું તારી ;

પણ તારે માટે તો, સદા રહી હું એક અજનબી, પરાઈ

ભગવાનના ભક્તો તો છે અનેક; અને તું તો અમ બધાનો ભગવાન

મારી પ્રીતથી તું અને આં આખું જગત છે અણજાણ.

હું મંદિરમાં ન પ્રવેશી શકે એવી બીજાં હઝારો જેવી, તારી  એક પુજારણ;

ક્યાં હું, અને ક્યાં તારી રાધા રાની, ઓ મનમોહન !!!

કરજે તારાં ચાહકો,  આં મારા જેવા ઓ પર એક ઉપકાર

આપજે અમને બી  એક  સ્મિત, અમે થોડો પ્યાર.

AF  Dastur
66
 
Please log in to view and add comments on poems