Submit your work, meet writers and drop the ads. Become a member
Oct 2019
આશીર્વાદ

CHILDREN, REMEMBER YOUR MA LOVES YOU AND WISHES YOU BECOME....

માંગુ દુઆ અને આપું તમને હું આશીર્વાદ

રહો મારા વાહલાઓ તમે સદા શાદ અને આબાદ.

બનજો તમે સુર્ય જેવા તેજસ્વી,

પણ તપતા નહિ કદી, બનીને રવી.

રહેજો સદા બની, ચંદ્ર જેવા ઠંડક આપનાર શીતળ.

ચાંદી જેમ ચમકજો, પણ બનતા નહીં ચમકતું પિત્તળ.

આકાશ જેવા બનજો ખૂબ ખૂબ વિશાળ,

પણ રેહજો ધરાથી જોડાયેલા સદાકાળ.

તરુવર જેમ આપજો હર કોઈ ને, હરેકને છાયા

ગરીબ ગુરબા, બાળક વડીલો પર વર્સાવજો માયા.

ભણી ગણીને બનજો બેહતરીન, ઉમદા ઇન્સાન

યાદ રહે પારસીપનું, હર ઘડી વધારજો ધરમજ્ઞાન.

અહુરા બનાવે તમને એક ઉત્તમ પારસી અને બેમિસાલ ઇન્સાન;

આપજો અને પામજો હર કોઈ નું આદર સન્માન.

Armin Dutia Motashaw
55
 
Please log in to view and add comments on poems