Submit your work, meet writers and drop the ads. Become a member
Oct 2019
તારું નસીબ

ફરી એક વાર, વ્યાજના દર ઘટયા

ચીજોના ભાવ સતત વધ્યા;

વડીલો, રાખજો ભીખનો કટોરો તૈયાર,

જઈશું એ લઇ નમૂના ઘરે સહિયાર.

આવ્યો છે સમય કઢંગો આજ

ખતરામાં છે બુઝરુગોની લાજ.

છોકરાંઓ સામે, ફેલાવી શું નહિ હાથ;

એવું કહેનારાઓ ને, આજે વકતે આપ્યો નહિ સાથ.

રાજકર્તાઓ એ પાછો આપ્યો દગો;

કુદરતે છોડ્યો સંગાથ, કોઈ નહિ બુઝરોગ, તારો સગો

હવે આં ઉંમરે તમને ન મળે કોઈ નોકરી

ઉઠાવાય નહિ આં ઉંમરે બોજ, ન ટોકરી.

ત્યાગ કરી તેં પાઈ પાઈ બચાવી;

તો પણ, વર્ષોની મેહનત કામ ન આવી.

ફરી એક વાર ફસ્યો તું મોંઘવારીના વમળમાં

ભવરો જેમ ફસી જાય, બંધ થતાં કમળમાં.

ભગવાન તને બચાવે,
તારો બુઢાપો સાચવે.

Armin Dutia Motashaw
  243
 
Please log in to view and add comments on poems