Submit your work, meet writers and drop the ads. Become a member
Sep 2019
આવી ને જોઈ જજે

શ્રદ્ધા દીપ જેમ નો તેમ જ્વલંત છે;
આજે બી જોઈ જજે, ઓ જશોદાના જાયા

પંથ નિહાળતાં કાળી પડી ગઈ આં કંચન કાયા; આજે બી જોઈ જજે, ઓ જશોદાના જાયા.

આંખોમાં અશ્રુ ગયાં છે સુકાઈ, તો પણ રાહ નિહાળે તારી;
આવી ને આજે બી જોઈ જજે ઓ જશોદાના જાયા.

તું તો વ્રજ થી મુખ મોડી ને જતો રહ્યો, આજે બી બધા વાટ જોઈએ છે તારી;
આવી ને જોઈ જજે ઓ જશોદાના જાયા.

ગાયો ભાંભરે છે, તારા માખણ લુંટવાની રાહ જોઈએ છે; મટકી,
આજે બી જોઈ જજે, ઓ જશોદાના જાયા

પનઘટ સૂનું, રાધાની આંખો આજે બી રાહ નિહાળે તારી;
આવી ને જોઈ જજે ઓ જશોદાના જાયા.

તારા વિના રાસ કોણ રમે; ના હોય યકીન તો,
આવી ને જોઈ જજે ઓ જશોદાના જાયા.

આજે બી તને ઘરડાં માત પિતા નો ખયાલ આવે તો
આવી ને જોઈ જજે ઓ જશોદાના જાયા.

બિચારી રાધા, "મોહન મોહન" કરતી નજર આવશે;
આવી ને જોઈ જજે ઓ જશોદાના જાયા.

યુગો વીત્યાં તારી રાહ જોતા, હજી બધા તરસે છે, તડપે છે;
આવી ને જોઈ જજે ઓ જશોદાના જાયા.

Armin Dutia Motashaw
72
 
Please log in to view and add comments on poems