Submit your work, meet writers and drop the ads. Become a member
Aug 2019
નિશબ્દ  પ્રીત

બહુ માવજત થી, મેં સીંચી પ્રીત ને ;

કોઈ એક અનમોલ ઝાડ ને સીંચે એવી રીતે.

શ્રદ્ધા નું ખાતર, ધીરજ ના જળ થી સીંચી એને;

આંસુ વહાવિયા બેશુમાર એનાપર; પરવાહ ન હતી જેણે.

પણ આવ્યું ન એક બી ફૂલ; સુણી હતી હર ડાળ

બસ પંખેરું બની ફસી એમાં, વીણા કોઈ જાળ .

વેદના સહી અપરંપાર , તો પણ, રહી નિશબ્દ, ચૂપચાપ

હ્રદયના ખૂણે આશા હતી, સમજશે એ આપોઆપ.

મીરાંએ એની આહો ન અને સિસ્કિયો ઢાળી ગીતોમાં.

રાધાએ છુપાવી એને, ગોકુળની સુણી ગલિયોમાં.

નિશબ્દ પ્રીત કર્યા પછી, આમને આમ વર્ષો વીત્યાં

આં પ્રીત માં બધાં પ્રેમીઓ હાર્યા; કોઈ ન જીત્યા.

Armin Dutia Motashaw
  101
 
Please log in to view and add comments on poems