Submit your work, meet writers and drop the ads. Become a member
Jul 2019
ઓ વરસાદ,

પશુ પંખી, ખેડૂત, માનવ, આં આખી ધરા, બુંદ બુંદ માટે તરસે છે;

રાહ નિહારે છે નિરંતર, કે તું મન મૂકીને ક્યારે વરસે છે !

પરિંદાઓને નથી પાણી કે છાયડો, પુકારે છે તને કોયલ અને બુલબુલ.

હા, અમારો મનાવવોનો છે બહું મોટો વાંક, કરું છું હું આં કબૂલ;

આમ રિસાય તો ના ચાલે;  હું કેમ તને મનાવું ; કરું છું પ્રયત્ન નિરંતર ;

વિનંતી કરી કહું છું, ઉગાડવા ઝાડપાન; તું તો છે સમજદાર , રાખ નહિ અંતર.

ખેડૂત પુકારે, પુકારે પ્યાસી ધરા; જલ્દી આવી બધાં તરસ્યાઓની છીપાવ તરસ;

તું તો છે ઘણો પરોપકારી અને દયાળુ, કર હમને માફ; મન મૂકીને વરસ.

Armin Dutia Motashaw
62
 
Please log in to view and add comments on poems