Submit your work, meet writers and drop the ads. Become a member
Jul 2019
પિયર થયું પરાયું, અરે અરે, ગોરીનુ પિયર થયું રે પરાયું

આમ માત પિતા ના જતાની સાથે જ નસીબ બી શરમાયું, કરમાયું.

જે હતું એનું પોતાનું, તે આજે થઈ ગયું કોઈ બીજાનું.

એને પોતાના જ આં ઘરમાં, લાગે હવે સાવ અંજાનું.

જ્યાં હક્ક થી મેળવતી હતી એ માંગ્યા વગર બધું;

માતા પિતા ની લાડકી એકની એક  દીકરી હતી એ; ત્રણ એના વીરા.

જાન વસ્તો હતો એનામાં, લાડકોડ અને સંભાળ રાખતા હતા એના વીરા.

વિચારે છે એ, આજે ભાભીઓ ની જેમ, એ કેમ થઈ ગયા પરાયા !!

શું ભૂલી ગયા એ બચપણ ની મીઠી વાતો, એ યાદો ?

પછી પોતેજ બોલી, વૃક્ષ જાય તો ક્યાંથી મળે કોઈને છાયડો !!!

હવે તો બસ યાદોના સહારે જીવવું પડશ એને

વિચારે છે એ બિચારી, શા કારણે ત્યાગી દીધી એમને

કેમ સમઝાવે કોઈ એને; છે  આં મતલબી સંસાર

અહીં માત પિતા સિવાય બીજું કોઈ કરે નહિ નિસ્વાર્થ પ્યાર.

સ્વીકારી લે તું માત પિતા ના સિધાર્યા પછી પિયર તો થાય જ પરાયું.

Armin Dutia Motashaw
58
 
Please log in to view and add comments on poems