Submit your work, meet writers and drop the ads. Become a member
Jun 2019
પંખીડા મારા

પંખીડા મારા માળો છોડી, સિધર્યા પોતાને ઘર;

સુનું સુનું લાગે છે પાછું આજે, મારું આં ઘર;

ઉડી ગયા પંખીડા, રહી ગયાં, હું ને મારો વર.

ચેહલ પહેલ હતી, ચેહકતું હતું મારું આંગણ અને ઘર,

કિલોલ હતો, મૌજ હતી, સુનાપણ થી લાગે છે થોડો ડર.

મોટા થઈ, પંખીડા તો કરવાનાં જ લાંબી સફર;

પછી શા માટે ફરે છે તું  ઉદાસ; ઊઠ્ઠ, તારું કામ કર.

મોટા થઈ પંખીડા ઉડી જાય; છે એ તો કુદરત નો કાયદો અફર.

સ્વીકાર તું આં સચ્ચાઈ, ભલે લાગે એકલતા; તું ન ડર.

ભગવાન, તે બનાવ્યો હશે આં કાયદો; તો તુજ કાંઈ કર.

Armin Dutia Motashaw
58
 
Please log in to view and add comments on poems