Submit your work, meet writers and drop the ads. Become a member
Mar 2019
આમ તો, શક્તિ કહી, પૂજે એને એક તરફ;


પણ આવકાર આપે બિચારીને ઠંડો બરફ.


પાર્વતી, કાળી, લક્ષ્મી, સરસ્વતી, અનેક તારા નામ.


પણ ઘરની નારી નો, નિમ્ન સ્તર નો હોય છે અંજામ.


પુરુષ સમજે પોતાને સર્વપરી; નીચી તોલે નારી ને


શબ્દ બાણો થી વીંધે ક્યાં ઘાયલ કરે એને મારી ને.


એ જ નારી જેની કૂખમાં બિરાજે એ નવ માસ ;


મોટો થઈ, એજ દીકરો, માને આપે અસહ્ય ત્રાસ.


બેન જે એને પ્રેમ થી બાંધે રાખી, ઈચ્છે એનું સુખ ;


ભાભી આવતા મળે જાકારો, અપમાન અને દુઃખ.


બેટીને જનમથી સમજે પરાઈ;  દીકરા કરતાં નિમ્ન સ્તરે ગણે.


દીકરાને ભણાવે ગણાવે તો દિકરી કેમ ના ભણે ?


પત્ની કે વહુ ના તો, બિચારી  ના, થાય બુરા હાલ; 


કામ કરે  દમ બાંધી; પણ મળે ન  એને સાસરિયાં નો વ્હાલ.


નારી દિવસે માંગે નારી ન્યાય અને સન્માન.


એની પોતાની હોવી જોઇએ એક અનોખી ઓળખ; એક નામ.


Armin Dutia Motashaw
  83
 
Please log in to view and add comments on poems