આવી પાનખર
પત્તા ઝળવા લાગિયા, આવી જીવન ની પાનખર
કૂણાં પાન, હતાં લીલાં છમ, નાના બાળકો હોય જેવા;
વૃક્ષ થયું ઘટાદાર, જાણે આવ્યું હોય એને યોવન, ફળદ્રુપ એવા.
પક્ષીઓ આવ્યા હવે રેહવા, કોયલ કરે અહીં મીઠા ટહુકા
કળીઓ ખીલી, ફૂલો થયા, માનો પુષ્પ ની ઓઢણી ઓઢેલી નવોઢા !
વસંત ગઈ, સાવન ગયો; હવે આવી પાનખર, એના જીવન માં.
અંગ અંગ દુખવા લાગ્યું, આંખો થઈ ધુંદલી, કમી આવી યોવન માં.
પક્ષીઓ પોતાનો માળો છોડી, ઉડી ગયા દૂર દૂર, પરદેશ.
વૃક્ષ નું બદલાઈ ગયું સ્વરૂપ, કોઈ ને ગમતો નથી આં પહેરવેશ.
એકલું અટૂલું પડી ગયું હવે એ, ન પક્ષી, ન ફૂલ ન પાન
હવે તો જોખમ માં છે એનું અસ્તિત્વ, એનો જાન.
કહે બાપડું મન માં, આવી લાગી મુજ જીવન માં, પાનખર.
હવે ન સાથી ન સંગી, ન બાલુડા, ન ભાઈ બહેન કે વર.
એકલે હાથે તય કરવી પડશે મને હવે, જીવન ની આં ડગર.
Armin Dutia Motashaw