નાજુક હ્રદય માં મારા, ભોંકાય છે આજે શૂળ. મુરઝાઇ રહ્યું છે મારા હ્રદય નું કોમળ ફુલ. હે ભગવાન, એવી તે શું થઈ મારી ભૂલ ?
શાખ થી છૂટું પડી રહ્યું છે નાજુક ગુલ. મન હવે થતું નથી, આનંદિત કે પ્રફુલ. આં વિશાળ વડના, હિલી રહ્યા છે મૂળ.
ચહેક્તા નથી બાગમાં હવે, કોયલ, ગુલ અને બુલબુલ. ઘટી રહ્યા છે બાગમાં ફુલ, અને વધી રહ્યા છે કંટક અને શૂળ શા કારણે, બદલાઈ રહી છે, આટલી તેજીથી આં દુનિયા સ્થૂળ ?