પ્રેમ ભર્યા બે શબ્દો સાંભળવા દિલ તરસે છે. જ્યારે જ્યારે, અમી ને બદલે, વાગ બાણ વરસે છે. શબ્દો, બાણ કરતાં પણ છે વધુ ઘાતક, ભયાનક. માનવ તૂટી જાય છે, ક ટુ-વચન સાંભળી, અચાનક. અપશબ્દો થી દિલ નો, મન નો દીવો બુઝઈ જાય. જ્યારે, મીઠા બે બોલ સાંભળી, ઘવાયલું હૈયું રૂઝાય. ફરી પ્રકાશિત થઇ ઉઠે હૃદય, દિલ નો દીવો ઝળહળી ઊઠે. દયા-માયા ભર્યા આપણા બોલો, પ્રેમ પૂર્વક, ચાદર ગૂંથે. છે બધું આપણા હાથ માં; કદી ન બોલીએ, કટું વચન અમી વરસાવી, કરીએ દુઃખી દિલોમાં પ્રેમ નું સિંચન.