Submit your work, meet writers and drop the ads. Become a member
Nov 2018
વાણી

ચાહયું હતું મે, તારી જબાન હોય, મીઠી રુમઝુમ તી પાયલ.
થઈ જાત હું એની પરસ્તાર, તારી કાયલ;
પણ તારી કડવી વાણી એ કર્યું મારું કોમળ હૈયું ઘાયલ.

શરીર ના ગેહરા ઘા બી, ઔષદીથી રૂઝાય
પણ તારા શબ્દોથી જાગેલી આગ કેમ બુઝાય
માનસિક ઘા તો , રૂહને તહેસનેહેસ કરી, દુઝાય.

વિચાર વગરની વાણી, કરે ઊંડા, ઝેરીલા ઘા.
મીઠી સૂરીલી વાણી તું સદા બોલ; અને એના ગીત ગા.
સાંભળી જે, રુહને મળે સુકુન, જેમ મીઠું હાલરડું ગાય માં.

Armin Dutia Motashaw
53
 
Please log in to view and add comments on poems