Submit your work, meet writers and drop the ads. Become a member
Nov 2018
રચના

હળખાયલું કૂતરું જોઈને, હર્ધૂત કરે એને બધા.
બિચારું, એ શું કરે ?

ગધેડાનું નસીબ પણ કેવું, બોજો ઉચકે અને ઉપરથી બિચારું દીફા ખાય.

બલડ્યો ચલાવે ગાડી, ખેંચે હળ; માર ખાવો છે એનું નસીબ.

ઘોડો બી ચાબુક ખાતો જાય, એને માલિક ની અેડી બી વાગે; નસીબ બિચારાનું.

ગાય જેવી ઘરડી થાય, એનો બી બુરો થાય હાલ.
કોઈ બિચારી આં માતાને કરે ન વાહલ.

માનવ ની ફિતરત છે આવી, કામ બી કરાવે અને ધુત્કારે પણ.

મુંઘા પ્રાણીને , મજબુર માનવને એ બહુ પજવે, વિના વાંકે કરે પરેશાન.

બીજાની વ્યથા ન સમજે, ન સમજે મજબૂરી. તેં, ઓ માલિક, શાં કાજ કરી દયાહીન માનવની રચના?

Armin Dutia Motashaw
57
 
Please log in to view and add comments on poems