ચાંદ ઉગશે આજે, સોળે શણગાર ધરી. પાછું ધડકશે હૈયું મારું, ફરી ફરી. આજે હર રાધા અને મીરાંના હૈયામાં જાગશે આશ એમના પ્રીતમનો જેમાં સદા માટે છે નિવાસ.
ઐ વાદળાંઓ આજે મારા ચાંદને, ઢાંકશો નહિ. વિરહન ની વેદનાને, આમ આજે વધારશો નહિ. આજે આસમાન રહેજો સ્વરછ અને સાફ . મારા ચાંદની ચાંદની ને, કરજો બધાં, ગાવા માટે માફ.
હૃદયના ઊંડાણ થી હું ગાઈશ એક મીઠો મઝાનો રાગ મારા પ્રિતમના હ્રદય માં જાગે, મારા પ્રીત ની મીઠી આગ. વર્ષો ની આશ થાય પૂરી, વર્ષો ની પ્યાસ જાય મટી; જોજે ઓ ચાંદ, આજે તારી ચાંદની ન જાય ઘટી.