Submit your work, meet writers and drop the ads. Become a member
Oct 2018
Dedicated to my dearest Jer Mummy

એક હતું પારેવડું નાનું, મઝાનું.

સાંભળો જરા ધ્યાનથી એક નાના પારેવડાં ની આં નાનકડી ટવવાર્તા.
જ્યારે  એને આવ્યા પંખ,  એ સમજવા લાગ્યું પોતાને, કરતા-ધરતા.

હતું એ જ્યારે નાનું, માતાએ ખવડાવ્યું પીવડાવ્યું, સહી તડકો છાયો.
પાંખો માં એને લપેટી રાખ્યું, વાયડો તોફાની જ્યારે વાયો.

હવે આવી એને પાંખો; અને સિખ્યુ એ ઉડવા, ખુલ્લા આકાશમાં.
લાગ્યું એ, ખુલ્લી પાંખો પસારી, ખુલ્લે મને ફરવા ઉજાશમાં.

ઉપર આકાશમાંથી જોઈ ધરા નીચે, થતું એ મગરૂર
એને લાગતું મારી આં નવી અદાઓ અને રંગોથી, છું હું મશહૂર.

માએ આપી શિખામણ કહ્યું, " આં તારી રીત છે ખતરનાક."
પારેવડું કહે, "જવા દેને, તું કરે છે સાવ ખોટી પંચાત, નાહક".

માતા નું કહયું ન માન્યું એને, તજી દીધી પાંખો હુંફાળી, તજી દીધો હુંફાળો માળો.
હવે એક દી, આકાશમાં અચાનક આવ્યો કાગડો કાળો;

ઝડપથી એને દબોચ્યું પારેવડું, હર્યા એના જવાન પ્રાણ.
માંની શિખામણ માની હતે તો આવતે નહિ આવું દર્દનાક તોફાન.

માત પિતા નું માને કહ્યું જે બાળક, આપે એમને જે માન;
થાય સુખી સદા એ, સુંદર હોય એ ને માટે, આં કુળ જહાન.

યાદ રાખજો આ વાર્તા નાનકડી, કરતાં નહિ અવહેલના કદી માં- બાપની.
એમના આશિષથી, સુધરી જશે સદાકાળ, જિંદગી હર સંતાનની.

Armin Dutia Motashaw
76
 
Please log in to view and add comments on poems