મંદિર મારું છે, પ્રીતમ, આં તારું ઘર. એને જોતાજ, આપોઆપ પ્રેમથી ઝૂકે મારું સર. પ્રેમ દીપક પ્રગ ટા વું હું એમાં, ચારો પ્રહાર. ભક્તિમાં ગાવું પ્રેમ ગીતો, રચિયા મીરાં એ જે, મોહન પર. તે પણ કર્યો જાદુ મુજ પર, મોહને કીધો હતો જેમ રાધા પર.
ન રાધા એ પામ્યો, ન મીરાં ને મળ્યો ગિરિધર. ભજ્યો બનેયે એને, મન હૃદયથી, દિવસ ભર. નટખટ છે આં નટ નાગર, બની બેઠો એ રુક્મિણી નો વર. જેમ રાધા, મીરાં નું, કૃષ્ણ ને જોતાંજ, ઝૂકે સર; મેં પણ તને વસાવ યો, મન હૃદય માં, પૂજ્યો જીવન ભર.